AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વૈભવ સૂર્યવંશીના મિત્રએ તેની સાચી ઉંમર કરી જાહેર, જન્મ ક્યારે થયો તે જણાવ્યું, જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટના યુવા સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીની ઉંમર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તેના મિત્ર તરીકે ઓળખાતા વ્યક્તિએ તેની જન્મ તારીખ વિશે ખુલાસો કર્યો છે. આ વીડિયોના કારણે ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોમાં ફરી વૈભવ સૂર્યવંશીની ઉંમરને લઈ શંકા અને ચર્ચા તેજ બની છે.

Breaking News: વૈભવ સૂર્યવંશીના મિત્રએ તેની સાચી ઉંમર કરી જાહેર, જન્મ ક્યારે થયો તે જણાવ્યું, જુઓ વીડિયો
Vaibhav SuryavanshiImage Credit source: X
| Updated on: Apr 27, 2026 | 5:31 PM
Share

IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર 36 બોલમાં સદી ફટકારીને વૈભવે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. માત્ર 15 વર્ષની ઉંમરે તેની આક્રમક બેટિંગે સૌને ચોંકાવી દીધા છે. આટલી નાની ઉંમરે તેની પરિપક્વતા અને આક્રમકતાથી તે ઝડપથી લોકપ્રિય બન્યો છે.

વૈભવની ઉંમરને લઈ સવાલ

બીજી તરફ, તેની ઉંમર વિશેનો વિવાદ નવી વાત નથી. જ્યારે રાજસ્થાન રોયલ્સે તેને ખરીદ્યો ત્યારે તે માત્ર 13 વર્ષનો હોવાનું જણાવાયું હતું. પરંતુ ઘણા ચાહકોને તેની ઉંમર અંગે શંકા હતી. BCCIના રેકોર્ડ મુજબ તેનો જન્મ 27 માર્ચ, 2011ના રોજ બિહારના સમસ્તીપુરમાં થયો હતો.

વૈભવે તેની ઉંમર વિશે શું કહ્યું હતું?

આ બધા વચ્ચે 2023નું એક જૂનું ઈન્ટરવ્યુ પણ ફરી ચર્ચામાં આવ્યું છે, જેમાં વૈભવે કહ્યું હતું કે તે સપ્ટેમ્બર 2023માં 14 વર્ષનો થશે. જો આ નિવેદન સાચું માનવામાં આવે, તો તેની વાસ્તવિક ઉંમર સત્તાવાર રેકોર્ડ કરતાં લગભગ 1.5 થી 2 વર્ષ વધુ થઈ શકે છે.

વૈભવના મિત્રએ વીડિયોમાં કર્યો ખુલાસો

હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ પોતે વૈભવનો મિત્ર હોવાનું કહી રહ્યો છે અને વૈભવની જન્મ તારીખ 27/03/2011 હોવાનો દાવો કરે છે. જોકે આ વીડિયોની સત્યતા હજી સુધી પુષ્ટિ થઈ નથી. છતાં, આ વીડિયોએ વૈભવની ઉંમરની ચર્ચાને ફરી ગરમાવી દીધી છે.

વૈભવના કોચનું તેની ઉંમર અંગે મોટું નિવેદન

વૈભવના કોચે પણ અગાઉ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે નવ વર્ષનો હતો ત્યારે BCCI દ્વારા હાડકાની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેની ઉંમર લગભગ 10 વર્ષ અને બે મહિના હોવાનું જણાયું હતું. શક્ય છે કે આ જ આધાર પર વૈભવની ઉંમર દર્શાવવામાં આવી હોય.

વૈભવનો IPLમાં શાનદાર રેકોર્ડ

પ્રદર્શનની વાત કરીએ તો વૈભવે અત્યાર સુધી 15 IPL મેચોમાં 609 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. સતત સારા પ્રદર્શનને કારણે હવે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મળવાની શક્યતાઓ પણ વધી રહી છે.

Breaking News: IPLમાં સૌથી વધુ સુપર ઓવર કઈ ટીમે જીતી છે? જાણો ટોપ 5 માં કોણ છે સામેલ

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">