Breaking News : CSKના ખરાબ પ્રદર્શન પછી વાયરલ થયેલા ‘થલા શ્રી’ ના ક્રિએટર કોણ છે? જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર આઈપીએલ છવાયેલ છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે ટીમ પોતાના પ્રદર્શનના કારણે નહી પરંતુ તે મીમ્સ અને ફની કન્ટેન્ટ ઝડપથી વાયરલ થઈ જાય છે. આ વચ્ચે કેટલાક ક્રિએટર્સે આ સ્થિતિને મજેદાર અંદાજમાં રજુ કર્યો છે. આવું જ એક નામ રાહુલ યાદવનું છે. જેનું થાલા શઅરી કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

આઈપીએલ 2026ની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. દરેક મેચની સાથે ચાહકોની ઉત્સુકતા વધી રહી છે. મેદાનની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ આઈપીએલ છવાય છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ્સ અને શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે ટીમ સારું પ્રદર્શન કરતી નથી. તો તેના પરમીમ્સ અને ફની કન્ટેન્ટ ઝડપથી વાયરલ થઈ જાય છે. આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શનઆશા મુજબ જોવા મળી રહ્યું નથી.
સતત હારના કારણે ચાહકો નિરાશ છે પરંતુ આ વચ્ચે કેટલાક ક્રિએટર્સે આ સ્થિતિને મજેદાર અંદાજમાં રજુ કરી છે. આવું જ એક નામ રાહુલ યાદવનું છે. જેને થાલા શ્રી કંન્ટેન્ટ સોશિયલ મીડિય પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. તેના વીડિયો પર લોકો સતત રિએક્શન આપી હ્યા છે. તેમજ સ્પોર્ટસ પ્લેટફોર્મ પણ આના પર કોમેન્ટ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે આ ક્રિએટર શું છે.
View this post on Instagram
કોણ છે આ ક્રિએટર?
સોશિયલ મીડિયા અનુસાર આ ક્રિએટરનું નામ રાહુલ યાદવ છે. તે પોતાને આર્ટિસ્ટ અને વીડિયો ક્રિએટર ગણાવે છે. તેની સાથે અન્ય 2 લોકો વીડિયોમાં જોવા મળી રહ્યા છે. રાહુલ યાદવ આઈપીએલની રીજનલ કોમેન્ટ્રીમાં જોવા મળી ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર તેની શાનદાર ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર અંદાજે 1.1 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ફેસબુક પર 518K લોકો તેને ફોલો કરે છે. રાહુલના કન્ટેન્ટમાં જોવા મળતી ગાડીના નંબર અને ભાષા અનુસાર તે ઉત્તરપ્રદેશનો છે.
કોના આધારિત છે કન્ટેન્ટ
રાહુલ યાદવનું કન્ટેન્ટ મોટાભાગે આઈપીએલ અને ચેન્નાઈસુપર કિંગ્સના પ્રદર્શન આધારિત હોય છે. આ વખતે ટીમ નબળી જોવા મળી રહી છે. સતત 3 મેચમાં હાર બાદ ટીમ દબાવમાં છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ શાનદાર પ્રદર્શન કરી શક્યા નથી. તેમણે 3 મેચમાં માત્ર 41 રન બનાવ્યા છે. જેનાથી ટીમની મુશ્કેલી વધી ગઈ છે.
કેમ વાયરલ થઈ રહ્યો છે વીડિયો
આકન્ટેન્ટમાં ક્રિકેટ અને કોમેડીનું શાનદાર મિક્ષણ છે. ચાહકો પોતાની ટીમની હારને મજાકમાં જોઈ રહ્યા છે. આ કારણ છે કે, થાલા શ્રી કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. તેમજ લોકો આ વીડિયોને ખુબ શેર પણ કરી રહ્યા છે.
