
IPL 2026માં આજે સિઝનના 32 મા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં LSGએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે RR આ મેચમાં પહેલા બેટિંગ કરશે. RR અને LSG બંને આ સિઝનની સાતમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રિષભ પંતે કહ્યું કે તમે જાણો છો કે અમે આ પરિસ્થિતિમાં રમી રહ્યા છીએ અને હજુ પણ જીત શોધી રહ્યા છીએ. છેલ્લી કેટલીક મેચો પડકારજનક રહી છે અને ખેલાડી તરીકે અમે જીતનો રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફારો કર્યા છે. મણિમરણ સિદ્ધાર્થ અને અવેશ ખાનની જગ્યાએ દિગ્વેશ સિંહ રાઠી અને મયંક યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(RP)² at Ekana pic.twitter.com/Ij9Ysd7utH
— Rajasthan Royals (@rajasthanroyals) April 22, 2026
ટોસ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે કહ્યું કે હું બોલિંગ અને બેટિંગ જે પણ પહેલા આવે તેનાથી ખુશ છું. મને લાગે છે કે પહેલા બેટિંગ કરી અમે મોટો સ્કોર કરીશું. મને લાગે છે કે જયસ્વાલ અને વૈભવે શાનદાર બેટિંગ કરી છે. અમે આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા, નંદ્રે બર્ગર.
ઈમ્પેક્ટ સબ્સ: લુઆન-દ્રે પ્રિટોરિયસ, રવિ સિંહ, યશ રાજ પુંજા, શુભમ દુબે, તુષાર દેશપાંડે.
Now or never! Let’s go, Super Giants pic.twitter.com/u9Y46wpGp3
— Lucknow Super Giants (@LucknowIPL) April 22, 2026
મિશેલ માર્શ, આયુષ બદોની, રિષભ પંત(વિકેટકિપર/કેપ્ટન), નિકોલસ પૂરન, એડન માર્કરામ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસીન ખાન, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, મયંક યાદવ.
ઈમ્પેક્ટ સબ્સ: હિંમત સિંહ, જ્યોર્જ લિન્ડે, મણિમરણ સિદ્ધાર્થ, મેથ્યુ બ્રેટ્ઝકે, અબ્દુલ સમદ.
Published On - 7:09 pm, Wed, 22 April 26