AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સે સતત 3 મેચમાં 3 કેપ્ટન બદલ્યા, IPL ઈતિહાસમાં આવું કરનાર બીજી ટીમ બની

IPL 2026 ની 65મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ફુલ-ટાઈમ કેપ્ટન હાર્દિક પંડ્યા મેદાનમાં ઉતર્યો હતો. હાર્દિક પંડ્યા ઈજાને કારણે છેલ્લી કેટલીક મેચોથી બહાર હતો, જોકે તેની વાપસીથી એવી ઘટના બની, જે પહેલા IPL 2013 માં બની હતી.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સે સતત 3 મેચમાં 3 કેપ્ટન બદલ્યા, IPL ઈતિહાસમાં આવું કરનાર બીજી ટીમ બની
Mumbai Indians changed 3 captainsImage Credit source: X
| Updated on: May 20, 2026 | 8:23 PM
Share

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમે એક એવો રેકોર્ડ બનાવ્યો જેની ચર્ચા સમગ્ર ક્રિકેટ જગતમાં થઈ રહી છે. કોલકાતા સામેની સિઝનની 65મી મેચમાં ટીમ ફરી એકવાર નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી. આ મેચમાં, ફૂલ ટાઈમ કેપ્ટન હાર્દિક પંડ્યાએ વાપસી કરી અને ટીમની કમાન સંભાળી.

IPL 2026 માં મુંબઈએ ત્રણ કેપ્ટન બદલ્યા

હકીકતમાં, હાર્દિક ઈજાને કારણે છેલ્લી કેટલીક મેચોમાં રમી શક્યો ન હતો. તેની ગેરહાજરીમાં ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી હતી. જોકે, સૂર્યકુમાર પણ છેલ્લી મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો, ત્યારબાદ ઝડપી બોલર જસપ્રીત બુમરાહે કેપ્ટનશીપ સંભાળી હતી.

IPLના ઈતિહાસમાં આવું બીજી વાર બન્યું

10 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સે RCB સામે રમી હતી. તે મેચમાં હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવે ટીમનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ 14 મેના રોજ પંજાબ કિંગ્સ સામે જસપ્રીત બુમરાહે કમાન સંભાળી હતી. પરંતુ હવે હાર્દિક પંડ્યાએ વાપસી કરી છે. આનો અર્થ એ થયો કે મુંબઈ ઈન્ડિયન્સે સતત ત્રણ મેચમાં ત્રણ અલગ અલગ કેપ્ટનોને મેદાનમાં ઉતાર્યા છે. IPLના ઇતિહાસમાં આ બીજી વાર બન્યું છે જ્યારે કોઈ ટીમે એક જ સિઝનમાં સતત ત્રણ મેચમાં ત્રણ અલગ અલગ કેપ્ટનોને મેદાનમાં ઉતાર્યા હોય.

2013માં પુણેની ટીમના ત્રણ કેપ્ટન હતા

આ પહેલા પુણે વોરિયર્સ ઈન્ડિયાએ 2013 માં ત્રણ કેપ્ટન બદલ્યા હતા. 2013 ની સિઝનમાં રોસ ટેલર, એન્જેલો મેથ્યુસ અને એરોન ફિન્ચે સતત ત્રણ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. હવે 13 વર્ષ પછી IPLમાં આવું બન્યું છે. IPL 2026 મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહી છે. ખેલાડીઓની ઈજાઓ અને ઉપલબ્ધતાએ તેમની ટીમ કોમ્બિનેશનને અસર કરી છે, જેના કારણે તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

રાયન રિકલ્ટન (વિકેટકિપર), રોહિત શર્મા, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બિન બોશ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ, રઘુ શર્મા.

ઈમ્પેક્ટ સબ્સ: શાર્દુલ ઠાકુર, મયંક રાવત, રોબિન મિન્ઝ, ક્રિશ ભગત, એએમ ગઝનફર.

Breaking News: BCCI એ 2026-27 ડોમેસ્ટિક સિઝનની કરી જાહેરાત, કુલ 1788 મેચ રમાશે

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">