AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોલકાતાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 65 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર થઈ રહી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: કોલકાતાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
KKR vs MI
| Updated on: May 20, 2026 | 7:22 PM
Share

IPL 2026માં આજે સિઝનના 65 મા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં KKRએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે MI આ મેચમાં પહેલા બેટિંગ કરશે. KKR અને MI બંને ટીમ આ સિઝનની તેરમી મેચ રમી રહી છે. બંને ટીમ મેચ જીતવા પ્રયાસ કરશે.

અજિંક્ય રહાણેએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અજિંક્ય રહાણેએ કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. અમારે બેમાંથી બે મેચમાં જીતની જરૂર છે. પણ અમે ફક્ત આ મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. 40 ઓવર દરમિયાન સારું ક્રિકેટ રમવું, તે ખરેખર મહત્વપૂર્ણ છે. કોઈ ફરિયાદ નથી, કોઈ અફસોસ નથી. ટીમમાં આત્મવિશ્વાસ છે, ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ ખરેખર સારું છે. અમે આજની મેચમાં કોઈ ફેરફાર નથી કર્યો.

હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

ટોસ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું વિચારી રહ્યા હતા. તમે જે પણ રમત રમો છો, તમે જીતવા માંગો છો. તમે તમારું શ્રેષ્ઠ ક્રિકેટ રમવા માંગો છો, મુંબઈ ઈન્ડિયન્સનો ટાઈટલ જીતવાનો લાંબો ઈતિહાસ છે. તેથી ફક્ત માથું ઊંચું રાખીને શ્રેષ્ઠ ટીમનું પ્રતિનિધિત્વ કરવા પર ધ્યાન છે. આજે અમારી ટીમમાં બે ફેરફાર થયા છે, હું અને ગઝનહફ આજની મેચમાં રમીશું.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

રાયન રિકલ્ટન (વિકેટકિપર), રોહિત શર્મા, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બિન બોશ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ, રઘુ શર્મા.

ઈમ્પેક્ટ સબ્સ: શાર્દુલ ઠાકુર, મયંક રાવત, રોબિન મિન્ઝ, ક્રિશ ભગત, એએમ ગઝનફર.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), કેમેરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, સૌરભ દુબે.

ઈમ્પેક્ટ સબ્સ: ફિન એલન, વૈભવ અરોરા, રમનદીપ સિંહ, તેજસ્વી દહિયા, રાહુલ ત્રિપાઠી.

Breaking News: MS ધોની અમદાવાદમાં ટીમ સાથે જોવા નહીં મળે, ગુજરાત સામેની મેચના એક દિવસ પહેલા ઘરે પરત ફર્યો

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">