
IPL 2026માં આજે સિઝનના 25 મા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં KKRએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે GT આ મેચમાં પહેલા બોલિંગ કરશે. GT આ સિઝનની પાંચમી જ્યારે KKR છઠ્ઠી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. અજિંક્ય રહાણેએ કહ્યું કે અમે વિચાર્યું કે બેટ્સમેનોને સ્વતંત્રતા આપવી અને પછી કુલ સ્કોરનો બચાવ કરવો એ એક સારો અભિગમ રહેશે. અમે આજે આક્રમક ક્રિકેટ રમીશું. આજે ટીમમાં એક ફેરફાર કર્યો છે. ફિન એલનની જગ્યાએ ટિમ સીફર્ટ આજની મેચમાં રમશે.
Class meets class pic.twitter.com/qktgSpP3VT
— KolkataKnightRiders (@KKRiders) April 17, 2026
ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે ગિલે કહ્યું કે સાચું કહું તો, અમે પહેલા બોલિંગ જ કરવા માંગતા હતા. કદાચ ઝાકળ પડી શકે છે. અમે સતત બે મેચો જીતી છે અને આ જીતનો સિલસિલો ચાલુ રાખવા પ્રયાસ કરીશું. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નાથિયા એન છેલ્લી મેચની પ્લેઈંગ ઈલેવન સાથે જ મેદાનમાં ઉતરીશું.
Tim replaces Finn tonight as we bat first in Ahmedabad pic.twitter.com/vSDcwUmqDu
— KolkataKnightRiders (@KKRiders) April 17, 2026
ટિમ સેફર્ટ, સુનિલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમેરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), રોવમેન પોવેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.
ઈમ્પેક્ટ સબ્સ: વરુણ ચક્રવર્તી, ફિન એલન, તેજસ્વી દહિયા, નવદીપ સૈની, મનીષ પાંડે.
Hat-trick of wins on our minds pic.twitter.com/BRmsrS9k7L
— Gujarat Titans (@gujarat_titans) April 17, 2026
શુભમન ગિલ(કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર(વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અશોક શર્મા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણા.
ઈમ્પેક્ટ સબ્સ: જેસન હોલ્ડર, શાહરૂખ ખાન, માનવ સુથાર, કુલવંત ખેજરોલિયા, અનુજ રાવત.
Published On - 7:06 pm, Fri, 17 April 26