AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 22 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થઈ રહી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
CSK vs KKR
| Updated on: Apr 14, 2026 | 8:21 PM
Share

IPL 2026માં આજે સિઝનના 22 મા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં KKRએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે CSK આ મેચમાં પહેલા બેટિંગ કરશે. CSK અને KKR બંને આ સિઝનની પાંચમી મેચ રમશે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

રહાણેએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અજિંક્ય રહાણેએ કહ્યું કે જ્યારે વસ્તુઓ તમારા મતે ન હોય ત્યારે વિશ્વાસ રાખવો, સકારાત્મક રહેવું ખરેખર મહત્વપૂર્ણ છે. અમે બોલથી ખૂબ સારી શરૂઆત કરીશું અને પછી લક્ષ્યનો પીછો કરવાનો પ્રયાસ કરીશું. અમે એક ફેરફાર કર્યો છે. નવદીપ સૈનીની જગ્યાએ વરુણ ચક્રવર્તી આજની મેચમાં રમશે.

ઋતુરાજ ગાયકવાડે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું વિચારી રહ્યા હતા. છેલ્લી મેચમાં જીતથી ટીમ સારી લયમાં છે. અમે મોટો સ્કોર બનાવવો પ્રયાસ કરીશું. આજની મેચમાં અમે કોઈ ફેરફાર કર્યો નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, દેવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ, ખલીલ અહેમદ.

ઈમ્પેક્ટ સબ્સ: મેથ્યુ શોર્ટ, અકેલ હોસેન, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, મેટ હેનરી.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.

ઈમ્પેક્ટ સબ્સ: ફિન એલન, મનીષ પાંડે, તેજસ્વી દહિયા, ટિમ સીફર્ટ, નવદીપ સૈની.

Breaking News: વૈભવ સૂર્યવંશી તોડશે સચિન તેંડુલકરનો 36 વર્ષ જૂનો રેકોર્ડ ? ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીની ચર્ચા તેજ

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">