Breaking News : ભારતની શરમજનક હાર! ન્યૂઝીલેન્ડે 244 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા માત્ર 89 રનમાં ઓલઆઉટ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ખરાબ બેટિંગ શો જોવા મળ્યો. ન્યૂઝીલેન્ડે ભારત સામે જીતવા માટે 334 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે 244 રનથી શાનદાર જીત મેળવી.

ન તો બોલરોનો કમાલ જોવા મળ્યો કે ન તો બેટ્સમેનો કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડે મેચમાં ભારતીય ટીમનો એકતરફી પરાજય થયો. પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે 333 રનનો સ્કોર બનાવ્યો હતો. જોકે, ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 100 રનનો આંકડો પણ પાર કરી શકી નહોતી. ભારતીય ટીમ 26.4 ઓવરમાં માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં જ ભારતને હચમચાવ્યું
ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં જ ભારતીય બેટિંગની કમર તોડી નાખી હતી. તેણે માત્ર 6 બોલમાં ભારતના ત્રણ મોટા ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરને આઉટ કર્યા હતા. ખાસ વાત એ હતી કે આ ત્રણેય દિગ્ગજ બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા. પરિણામે ભારતે પ્રથમ ઓવરમાં જ શૂન્ય રને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
રોહિત, વિરાટ અને શ્રેયસ શૂન્ય પર આઉટ!
હેનરીની ઘાતક બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા હતા. એક પછી એક વિકેટ પડતાં ટીમ ઈન્ડિયા દબાણમાં આવી ગઈ હતી. શરૂઆતમાં જ ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ માટે મેચમાં વાપસી કરવી મુશ્કેલ બની ગઈ હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 334 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. પરંતુ ભારતીય બેટિંગ લાઇનઅપ આ ટાર્ગેટની આસપાસ પણ પહોંચી શકી નહોતી.
New Zealand win the 4th ODI by 244 runs.
We go again for the 5th and final ODI on Sunday with #TeamIndia leading the series 2-1.
Scorecard ▶️ https://t.co/5IIzn3UMi2
#NZvIND https://t.co/a9HZSGxfQK
— BCCI (@BCCI) November 13, 2026
આખરે આખી ટીમ માત્ર 89 રનમાં સમેટાઈ ગઈ હતી અને ન્યૂઝીલેન્ડે 244 રનથી મેચ જીતી લીધી. આ મેચમાં મેટ હેનરીની શાનદાર બોલિંગ અને ભારતીય ટીમની નબળી બેટિંગ ચર્ચાનો વિષય બની હતી. ખાસ કરીને રોહિત, વિરાટ અને શ્રેયસ જેવા અનુભવી ખેલાડીઓનું ખાતું પણ ન ખૂલતાં ક્રિકેટ ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. ટીમ ઈન્ડિયા હજુ પણ વન ડે સિરીઝમાં 2-1 થી આગળ છે. હવે સિરીઝની પાંચમી અને અંતિમ વનડે રવિવાર 15 નવેમ્બરે રમાશે. તેમાં ભારત સિરીઝ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ન્યૂઝીલેન્ડની શાનદાર બેટિંગ
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને જડબાતોડ જવાબ આપ્યો હતો. ટિમ સેફર્ટે આક્રમક શરૂઆત કરતાં 48 બોલમાં 58 રન કર્યા હતા. વનડે ક્રિકેટમાં તેની આ પ્રથમ અડધી સદી હતી. બીજી તરફ, વિલ યંગે મળેલી બે જીવનદાનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે શાનદાર બેટિંગ કરતાં 125 રનની સદી ફટકારી હતી. મિડલ ઓર્ડરમાં નિક કેલી અને ડીન ફોક્સક્રોફ્ટ ઝડપથી આઉટ થઈ ગયા હતા. જોકે, ત્યારબાદ ફિન એલને 41 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમીને ટીમના સ્કોરમાં યોગદાન આપ્યું હતું.
