AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Breaking: IND vs WI: 24 વર્ષ પછી ભારતીય બોલરોની કફોડી હાલત, વેસ્ટઇન્ડિઝના ઓપનરોનો જબરદસ્ત ચમત્કાર

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડેમાં કેરેબિયન ઓપનરોએ ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ધરતી પર 24 વર્ષ પછી વેસ્ટઇન્ડિઝની કોઈ ઓપનિંગ જોડીએ ભારત સામે વનડેમાં 100 રનની ભાગીદારી કરી છે.

Cricket Breaking: IND vs WI: 24 વર્ષ પછી ભારતીય બોલરોની કફોડી હાલત, વેસ્ટઇન્ડિઝના ઓપનરોનો જબરદસ્ત ચમત્કાર
| Updated on: Sep 27, 2026 | 6:32 PM
Share

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી વનડે શ્રેણીના પ્રથમ મુકાબલામાં કેરેબિયન ઓપનિંગ જોડીએ ઈતિહાસના પાના પલટી નાખ્યા છે. આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વેસ્ટઇન્ડિઝના ઓપનર જસ્ટિન ગ્રીવ્સ અને જોન કેમ્પબેલે તેમના આ નિર્ણયને સંપૂર્ણપણે ખોટો સાબિત કરતા મેદાન પર રનોનું તોફાન લાવી દીધું હતું.

24 વર્ષ બાદ રચાયો ઈતિહાસ

આ મુકાબલામાં ઓપનિંગ કરવા ઉતરેલા જસ્ટિન ગ્રીવ્સ અને જોન કેમ્પબેલે ભારતીય બોલરોની આકરી ધોલાઈ કરી માત્ર 13.3 ઓવરમાં 100 રનની ભાગીદારી પૂરી કરી લીધી હતી. આ સાથે જ ભારતીય ધરતી પર પૂરા 24 વર્ષના લાંબા ઇંતેજાર પછી કોઈ વિન્ડીઝ ઓપનિંગ જોડીએ ભારત સામે વનડેમાં સદીની ભાગીદારી નોંધાવી છે. વર્ષ 2025થી અત્યાર સુધીમાં વેસ્ટઇન્ડિઝે 20થી વધુ વનડે મેચો રમી હતી, પરંતુ તેમની કોઈપણ ઓપનિંગ જોડી પ્રથમ વિકેટ માટે 65 રનનો આંકડો પણ સ્પર્શી શકી નહોતી.

આશ્ચર્યની વાત એ છે કે જોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સ ઓપનર તરીકે વનડેમાં માત્ર બીજી વખત સાથે ક્રિઝ પર ઉતર્યા હતા. જ્યાં કેરેબિયન ટીમ છેલ્લા ઘણા મહિનાઓથી મજબૂત ઓપનિંગ સ્ટેન્ડ માટે ઝઝૂમી રહી હતી, ત્યાં ભારતીય ધરતી પર પગ મૂકતા જ આ જોડીએ આક્રમક અભિગમ અપનાવી માત્ર 81 બોલમાં સ્કોરબોર્ડ પર 100 રન જોડી દીધા હતા.

પાવરપ્લેમાં જ કર્યો મોટો ધડાકો

ગ્રીવ્સ અને કેમ્પબેલે પ્રથમ ઓવરથી જ ભારતીય ફાસ્ટ બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. પાવરપ્લેની 10 ઓવર પૂરી થઈ ત્યાં સુધીમાં વેસ્ટઇન્ડિઝે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 85 રન જોડી દીધા હતા. વનડે ક્રિકેટના ઈતિહાસમાં ભારત સામે શરૂઆતની 10 ઓવરોમાં વેસ્ટઇન્ડિઝનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે.

ભારત સામે પાવરપ્લેમાં વેસ્ટઇન્ડિઝનો સૌથી મોટો સ્કોર:

  • 114/0 – પોર્ટ ઓફ સ્પેન (2019)
  • 86/0 – વડોદરા (2002)
  • 85/0 – તિરુવનંતપુરમ (2026)
  • 82/1 – ઢાકા (1998)
  • 81/1 – અમદાવાદ (2002)

Vadodara Breaking: “પગ દુખતા હોય તો ઘરે રહેવાય”- વડોદરામાં VMC પદાધિકારીઓની કાર રોકાતાં DCP અને સ્ટેન્ડિંગ ચેરમેન આમને-સામને

Follow Us
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
શાહપુરની રાજાજીની પોળમાં અધૂરા રોડ કામથી ગુણવત્તા પર પ્રશ્નાર્થ
શાહપુરની રાજાજીની પોળમાં અધૂરા રોડ કામથી ગુણવત્તા પર પ્રશ્નાર્થ
વડોદરા ગણેશ વિસર્જન: મનપા પદાધિકારીઓ અને DCP ભીડાયા
વડોદરા ગણેશ વિસર્જન: મનપા પદાધિકારીઓ અને DCP ભીડાયા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર
g clip-path="url(#clip0_868_265)">