AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયા 249 રન બનાવવા છતાં હારી, કોચ ગંભીરે પિચ પર ઊઠવ્યા સવાલ

ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 249 રન બનાવવા છતાં T20 શ્રેણીની બીજી મેચ હારી ગઈ. હાર બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ફરી એકવાર પિચ પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ ગંભીરે એક ખાસ માંગણી પણ કરી.

Breaking News: ટીમ ઈન્ડિયા 249 રન બનાવવા છતાં હારી, કોચ ગંભીરે પિચ પર ઊઠવ્યા સવાલ
gautam gambhirImage Credit source: X
| Updated on: Oct 10, 2026 | 5:31 PM
Share

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં રનનો એટલો બધો પ્રવાહ જોવા મળ્યો હતો કે બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતે 249 રન બનાવ્યા હતા, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલી જ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ કેપ્ટન શાઈ હોપની આક્રમક સદીના કારણે 18.3 ઓવરમાં 252 રન બનાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. આ મેચમાં 40 ઓવરથી ઓછા સમયમાં બંને ટીમોએ મળીને કુલ 501 રન બનાવ્યા હતા. આ હાઈ-સ્કોરિંગ મેચ પછી, ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં રાંચીની ફ્લેટ પિચ પર જોરદાર પ્રહાર કર્યા હતા.

બોલરોની કારકિર્દી દાવ પર

મેચ પછી મીડિયા સાથે વાત કરતા ગૌતમ ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ક્રિકેટ ફક્ત ચોગ્ગા અને છગ્ગાનો શો ન હોઈ શકે. ગંભીરે કહ્યું, “શું તમે બેટ અને બોલ વચ્ચે સારી સ્પર્ધા જોવા નથી માંગતા? અમે પણ એ જ વસ્તુ ઇચ્છીએ છીએ જે તમે ઇચ્છો છો. જો તમે ફક્ત ચોગ્ગા અને છગ્ગા ઇચ્છતા હોવ, તો અમે તે જોવા માટે તૈયાર છીએ. પરંતુ જો તમે સમાન સ્પર્ધા ઇચ્છતા હોવ, તો અમે તે પણ ઇચ્છીએ છીએ. આ બોલરો આપણા પોતાના બોલરો છે, તેમની કારકિર્દી દાવ પર છે. તેઓએ આ ડ્રેસિંગ રૂમમાં પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે. એવું નથી કે તેઓએ પરસેવો પાડ્યો નથી. તેથી, જો બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ આપણે વધુ સારું ક્રિકેટ જોઈ શકીશું.”

કોચે પિચ પર સવાલ ઉઠાવ્યા

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ટીમો મેચ હાર્યા પછી પિચને દોષ આપે છે, પરંતુ ગંભીરનું આ વલણ માત્ર એક મેચના પરિણામ પર આધારિત નથી. વર્તમાન વ્હાઇટ-બોલ શ્રેણીમાં આ બીજી વખત છે જ્યારે ભારતીય કોચે પિચ પર સવાલ ઉઠાવ્યા છે. અગાઉ, બીજી વનડેમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 405 રન બનાવ્યા હતા અને શુભમન ગિલની બેવડી સદીના દમ પર ભારતે આઠ વિકેટ બાકી રહેતા રેકોર્ડબ્રેક 406 રન ચેઝ કર્યા હતા, ત્યારે પણ ગંભીર ખુશ ન હતો.

શ્રેણી 1-1 થી બરાબરી પર પહોંચી

આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની જીત બાદ, પાંચ મેચની T20 શ્રેણી હવે 1-1ની બરાબરી પર છે. શ્રેણીની ત્રીજી મેચ હવે 11 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો આ મેચમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે. એ જોવાનું રસપ્રદ રહેશે કે શું પિચ ક્યુરેટર્સ આગામી મેચોમાં બેટ્સમેનોને અનુકૂળ હાઇવે જેવી પિચ આપવાને બદલે બોલરોને અનુરૂપ પિચ આપવાનું વિચારશે.

Breaking News: ટીમ ઈન્ડિયાના શેડ્યૂલમાં ફેરફાર, હવે દિલ્હીની જગ્યાએ અમદાવાદમાં રમાશે મેચ

Follow Us
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
g clip-path="url(#clip0_868_265)">