Breaking News : ઓવલ ટેસ્ટ માટે ટીમની જાહેરાત, કેપ્ટન પ્લેઈંગ-11 માંથી બહાર, ટીમમાં ચાર ફેરફાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 31 જુલાઈથી લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ 11 ટીમની જાહેરાત કરી છે. જેમાં કુલ 4 ફેરફાર કરવામાં આવ્યા છે. ખાય વાત અ છે ક ઈન્ફોર્મ કેપ્ટન જ ટીમની બહાર થઈ ગયો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની છેલ્લી મેચ 31 જુલાઈથી લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો વચ્ચેની આ શ્રેણી ખૂબ જ રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. 4 મેચ બાદ ઈંગ્લેન્ડની ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11 જાહેર
ઈંગ્લેન્ડે હવે શ્રેણીની છેલ્લી મેચ માટે તેના પ્લેઈંગ 11 ખેલાડીઓની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે તેની ટીમમાં કુલ 4 ફેરફાર કર્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેમને પોતાનો કેપ્ટન પણ બદલવો પડ્યો છે.
બેન સ્ટોક્સ-જોફ્રા આર્ચર ટીમની બહાર
ભારત સામેની પાંચમી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમે પોતાના પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર કર્યા છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ જમણા ખભાની ઈજાને કારણે આ ટેસ્ટમાં રમી શકશે નહીં. તેમના સિવાય સ્પિનર લિયામ ડોસન અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સને પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા છે.
એટકિન્સન-ઓવરટન-ટોંગનો સમાવેશ
ઈંગ્લેન્ડે પોતાના નવા પ્લેઈંગ ઈલેવનમાં યુવા બેટ્સમેન જેકબ બેથેલનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત ગુસ એટકિન્સન અને જેમી ઓવરટનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલર જોશ ટોંગ પણ આ મેચનો ભાગ રહેશે.
View this post on Instagram
સ્ટોક્સનું બહાર થવું ઈંગ્લેન્ડ માટે ઝટકો
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે છેલ્લી બે મેચમાં ઘણી બોલિંગ કરી હતી, જેના કારણે તેને જમણા ખભામાં ઈજા થઈ હોવાનું માનવામાં આવે છે. બેન સ્ટોક્સનું ટીમની બહાર થવું ઈંગ્લેન્ડ માટે મોટો આંચકો છે. તેને અગાઉની બંને મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તે હાલમાં 17 વિકેટ સાથે શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. એટલું જ નહીં, તેણે સદીની મદદથી 304 રન પણ બનાવ્યા છે. હવે તેની ગેરહાજરીમાં, ઓલી પોપ ટીમની કમાન સંભાળશે.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન અને જોશ ટંગ.
આ પણ વાંચો: ICC T20 Rankings : ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર અભિષેક શર્મા બન્યો વિશ્વનો નંબર 1 બેટ્સમેન
