AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 39,832 રન બનાવનાર દિગ્ગજ ક્રિકેટરનું અવસાન, 92 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી કાઉન્ટી ચેમ્પિયનશિપના ચોથા દિવસે રમત શરૂ થાય તે પહેલા કાઉન્ટી ક્રિકેટના એક દિગ્ગજ બેટ્સમેનના નિધનના દુઃખદ સમાચાર આવ્યા હતા. તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે મૌન પાળવામાં આવ્યું હતું. આ દિગ્ગજ ખેલાડી દેશ માટે ક્રિકેટ ઉપરાંત રગ્બી પણ રમ્યા હતા.

Breaking News: 39,832 રન બનાવનાર દિગ્ગજ ક્રિકેટરનું અવસાન, 92 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ
Mike Smith passes awayImage Credit source: ESPN
| Updated on: May 18, 2026 | 9:09 PM
Share

18 મે ઈંગ્લિશ ક્રિકેટ માટે દુઃખદ સમાચાર લઈને આવ્યો. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને કાઉન્ટી ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંના એક માઈક સ્મિથનું કાઉન્ટી ચેમ્પિયનશિપ સિઝનની મધ્યમાં અવસાન થયું. વોરવિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે સોમવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું કે સ્મિથનું 92 વર્ષની વયે અવસાન થયું છે. સ્મિથ એવા થોડા ખેલાડીઓમાંના એક હતા જેમણે બે અલગ-અલગ રમતો રમી છે. ક્રિકેટ ઉપરાંત તેમણે રગ્બીમાં પણ ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સ્મિથનું નિધન

1933માં લેસ્ટરમાં જન્મેલા માઈક સ્મિથે 1951માં લેસ્ટરશાયર માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તેઓ વોરવિકશાયરમાં જોડાયા હતા. આ દરમિયાન, 1958 માં તેમણે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું, બર્મિંગહામમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડ સામે તેમની પહેલી મેચ રમી. તેમણે 1972 સુધી ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું.

ઈંગ્લેન્ડ માટે કુલ 50 મેચ રમી

સ્મિથે પોતાના 14 વર્ષના ટેસ્ટ ક્રિકેટ કરિયરમાં ઈંગ્લેન્ડ માટે કુલ 50 મેચ રમી હતી. પરંતુ નોંધપાત્ર વાત એ છે કે તેમણે આ સમયગાળા દરમિયાન 25 ટેસ્ટમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ પણ કર્યું હતું. 1964 થી 1966 દરમિયાન 25 ટેસ્ટમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કરતા માઈક સ્મિથે 1,048 રન બનાવ્યા, જેમાં એક સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. કુલ મળીને 50 મેચોમાં 78 ઇનિંગ્સમાં સ્મિથે 31.63 ની સરેરાશથી 2,278 રન બનાવ્યા, જેમાં ત્રણ સદી અને 11 અડધી સદીનો સમાવેશ થાય છે.

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 39,832 રન બનાવ્યા

ગ્લેમોર્ગન સામેની કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચના ચોથા દિવસે રમત શરૂ થતા પહેલા વોરવિકશાયર દ્વારા સ્મિથના અવસાન પર શોક વ્યક્ત કરવા માટે એક મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. સ્મિથે પોતાની કારકિર્દીનો નોંધપાત્ર સમય ક્લબમાં વિતાવ્યો હતો. પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં સ્મિથે 637 મેચ રમી હતી અને લગભગ 42 ની સરેરાશથી 39,832 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્મિથે 69 સદી અને 241 અડધી સદી ફટકારી હતી. તેણે 593 કેચ પણ પકડ્યા હતા.

Breaking News: IPL 2026 માં પ્લેઓફ મેચો માટે BCCI ના નિયમો શું છે? જો વરસાદ પડે તો વિજેતા કેવી રીતે નક્કી થશે?

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">