AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દીપ્તિ શર્માએ 7 બોલમાં 3 વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવી નંબર 1 બોલર બની

ભારત અને થાઈલેન્ડ વચ્ચે એશિયા કપ 2026માં ગ્રુપ એની પહેલી મેચ દીપ્તિ શર્મા માટે ખુબ યાદગાર રહી હતી. તેની મહિલા ટી20માં 150મી ઈન્ટરનેશનલ મેચ હતી. તેમણે પોતાની બોલિંગને ખાસ બનાવી હતી.

Breaking News : દીપ્તિ શર્માએ 7 બોલમાં 3 વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવી નંબર 1 બોલર બની
Image Credit source: PTI
| Updated on: Aug 31, 2026 | 8:16 AM
Share

ભારત અને થાઈલેન્ડ વચ્ચે એશિયા કપ 2026માં ગ્રુપ એની પહેલી મેચ દીપ્તિ શર્મા માટે ખુબ યાદગાર રહી હતી. તેની મહિલા ટી20માં 150મી ઈન્ટરનેશનલ મેચ હતી. તેમણે પોતાની બોલિંગને ખાસ બનાવી હતી.ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા મહિલા એશિયા કપ 2026ની પેહલી મેચ યાદગાર રહી છે. આ મેચ થાઈલેન્ડ વિરુદ્ધ હતી. જેમાં ટીમ ઈન્ડિયાને કોઈ પડકાર મળ્યો ન હતો. તેમ છતાં દીપ્તિએ આ મેચ ખાસ બનાવી હતી.

મેચ શરુ થતાં પહેલા જ ભારતીય ઓલરાઉન્ડરે એક સફળતા પોતાને નામ કરી હતી. આ તેની 150મીં ટી20 ઈન્ટરનેશનલ મેચ હતી. અહી સુધી પહોંચનારી માત્ર ત્રીજી ભારતીય મહિલા ખેલાડી છે. પરંતુ તેમ છતાં તેમણે પોતાની બોલિંગથી કમાલ દેખાડી 7 બોલમાં 3 વિકેટ લઈ ટીમને જીતાડી હતી.

મહિલા ટી20માં સૌથી વધારે વિકેટ

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને થાઈલેન્ડમાં રમાયેલી આ મેચમાં દીપ્તિ શર્મા છવાય હતી. મેચ શરુ થતાં પહેલા સન્માનિત કરવામાં આવી હતી. કારણ કે, કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઈસકેપ્ટન સ્મૃતિ મંધાના પછી 150મીં મહિલા ટી20 ઈન્ટરનેશનલ મેચ રમવા સુધી પહોંચનારી માત્ર ત્રીજી મહિલા ખેલાડી બની છે. આ મેચમાં તેની થાઈલેન્ડની સ્પિનર પુથાવોન્ગની ટકકર પર નજર હતી કારણ કે, મહિલા ટી20માં સૌથી વધારે વિકેટ લેવાની રેસમાં આ બંને વચ્ચે ચાલી રહી હતી.

એશિયા કપ શરુ થતાં પહેલા દીપ્તિ અને થિપાચા 168 વિકેટ સાથે બરાબરી કરી હતી. ત્યારબાદ થિપાચાએ પહેલી મેચમાં હોંગકોંગ વિરુદ્ધ પહેલી મેચમાં 1 વિકેટ લઈ દીપ્તિને પાછળ છોડી હતી. પહેલા નંબર પર પહોંચી ગઈ હતી. ત્યારપછી ભારત વિરુદ્ધ પહેલા બોલિંગ કરી 1 વિકેટ લીધી હતી. અને 170 સુધી પહોંચી હતી. હવે દીપ્તિનો વારો હતો કારણ કે, થાઈ બોલરને પાછળ છોડશે કે નહી.

સ્પિનરે માત્ર 7 બોલની અંદર આ કામ કર્યું

સ્ટાર ભારતીય સ્પિનરે માત્ર 7 બોલની અંદર આ કામ કર્યું હતુ. પોતાની પહેલી ઓવરમાં દીપ્તિએ 2 વિકેટ લીધી હીત.થિપાચાની બરાબરી કરી હતી. આ ઓવર મેડન રહી હતી. ત્યારબાદની ઓવરમાં પહેલા બોલ પર તેમણે ત્રીજી વિકેટ લીધી હતી. જે થાઈલેન્ડની ઈનિગ્સની છેલ્લી વિકેટ હતી. આ રીતે માત્ર 7 બોલમાં કોઈ પણ રન આપ્યા વગર 3 વિકેટ લીધી હતી. સાથે તે 171 વિકેટ સાથે થિપાચાથી આગળ નીકળી નંબર વન બોલર બની હતી.

Womens T20 World Cupમાં પાકિસ્તાન સામે 5 વિકેટ લેનાર દીપ્તિ શર્માનો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">