AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સૌરવ ગાંગુલીની બાયોપિકનો ફર્સ્ટ લુક જોઈ ભડક્યા ચાહકો, AI સાથે કરી સરખામણી

સૌરવ ગાંગુલીના 54 મા જન્મદિવસે તેની બાયોપિક 'દાદા: ધ સૌરવ ગાંગુલી સ્ટોરી' નો ફર્સ્ટ લુક જાહેર થયો હતો. જોકે, રાજકુમાર રાવનો લુક સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મોટાભાગના યુઝર્સે પોસ્ટરને બકવાસ ગણાવ્યું છે. ચાલો જાણીએ આવું કેમ થયું.

Breaking News: સૌરવ ગાંગુલીની બાયોપિકનો ફર્સ્ટ લુક જોઈ ભડક્યા ચાહકો, AI સાથે કરી સરખામણી
Dada The Sourav Ganguly StoryImage Credit source: X
| Updated on: Jul 08, 2026 | 4:42 PM
Share

ભારતીય ક્રિકેટના દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત ફિલ્મ ‘દાદા: ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’ નો ફર્સ્ટ લુક ગાંગુલીના 54 મા જન્મદિવસના અવસરે જાહેર કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે, આ પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા પર ખરાબ પ્રતિસાદ જોવા મળ્યો છે.

દાદા: ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’નો ફર્સ્ટ લુક જાહેર

ફર્સ્ટ લુકમાં 2002 ની નેટવેસ્ટ સિરીઝ ફાઈનલ બાદ લોર્ડ્સની બાલ્કનીમાં ગાંગુલીએ જર્સી લહેરાવી હતી તે ઐતિહાસિક ક્ષણને ફરીથી રજૂ કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ સામે ભારતની યાદગાર જીત બાદ ગાંગુલીની આ ઉજવણી આજે પણ ભારતીય ક્રિકેટના સૌથી પ્રતીકાત્મક દૃશ્યોમાં ગણાય છે.

ગાંગુલીના બાયોપિકનું પોસ્ટર જોઈ ભડક્યા ફેન્સ

જોકે, પોસ્ટર જાહેર થતાં જ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે તેની ટીકા શરૂ કરી હતી. કેટલાકે પોસ્ટરને ખૂબ સામાન્ય ગણાવ્યું હતું, જ્યારે કેટલાકે કહ્યું કે AI પણ આથી વધુ સારો ફર્સ્ટ લુક તૈયાર કરી શક્યું હોત. ઘણા ચાહકોનું માનવું છે કે ગાંગુલી જેવા મહાન ક્રિકેટરના જીવન પર બનતી ફિલ્મ માટે વધુ સારું પોસ્ટર હોવું જોઈએ હતું.

રાજકુમાર રાવનો લુક સોશિયલ મીડિયા પર ટ્રોલ

એક યુઝરે લખ્યું કે, “પોસ્ટર બનાવતા પહેલાં ઓછામાં ઓછું AI ટૂલનું પેઈડ વર્ઝન તો વાપરવું જોઈતું હતું.” જ્યારે અન્ય એક ચાહકે લખ્યું કે, “દાદાના ચાહક તરીકે આ અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક બાયોપિક ફર્સ્ટ લુક છે.” કેટલાક યુઝર્સે તો મજાકમાં પૂછ્યું કે, “શું આ કોઈ બાળકે ફોટોશોપ શીખ્યા પછી બનાવ્યું છે?”

14 મે, 2027 ના રોજ થશે ફિલ્મ રિલીઝ

વિક્રમાદિત્ય મોટવાનીના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મનું નિર્માણ લવ રંજન અને અંકુર ગર્ગ કરી રહ્યા છે. T-સિરીઝ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ 14 મે, 2027 ના રોજ ઈદના વીકએન્ડ દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ચાહકોની નજર ફિલ્મના ટીઝર અને ટ્રેલર પર રહેશે. જોવાનું એ રહ્યું કે ટીઝર-ટ્રેલર ફેન્સની અપેક્ષાઓ પર ખરું ઉતરે છે કે નહીં.

39 વર્ષના જોકોવિચનો ઐતિહાસિક વિજય, 5 કલાક 15 મિનિટની મેરેથોન મેચ જીતી, વિમ્બલ્ડનમાં રચ્યો ઈતિહાસ

Follow Us
છોટાઉદેપુર-દાહોદમાં વાઘ સ્થાયી થયો, વન વિભાગે લોકોને એલર્ટ કર્યું
છોટાઉદેપુર-દાહોદમાં વાઘ સ્થાયી થયો, વન વિભાગે લોકોને એલર્ટ કર્યું
રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટીંગ
રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટીંગ
પાટણ નગરપાલિકાના CO સામે FIR: મોબાઇલ તોડવાનો આક્ષેપ
પાટણ નગરપાલિકાના CO સામે FIR: મોબાઇલ તોડવાનો આક્ષેપ
અમદાવાદ એરપોર્ટ પરથી ₹36 લાખનું સોનું જપ્ત, મહિલા ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પરથી ₹36 લાખનું સોનું જપ્ત, મહિલા ઝડપાઈ
SPG ના લાલજી પટેલે અનામત હટાવો ઝુંબેશનું કર્યુ સમર્થન
SPG ના લાલજી પટેલે અનામત હટાવો ઝુંબેશનું કર્યુ સમર્થન
નંદી મહારાજ પાસે દુઆ માગતી બાળકીનો Video થયો Viral
નંદી મહારાજ પાસે દુઆ માગતી બાળકીનો Video થયો Viral
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">