AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જે ઘરમાં ડોનાલ્ડ ટ્રમ્પે બાળપણ વિતાવ્યું તે ઘર વેચાયું કરોડોમાં, જાણો શું છે સમગ્ર મામલો

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું બાળપણનું ઘર વેચાઈ ગયું છે. ટ્રમ્પે તેના જીવનના ઘણા મહત્વપૂર્ણ વર્ષો આ ઘરમાં વિતાવ્યા હતા. આ ઘર 2019 માં $2.9 મિલિયનમાં વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું.

Breaking News : જે ઘરમાં ડોનાલ્ડ ટ્રમ્પે બાળપણ વિતાવ્યું તે ઘર વેચાયું કરોડોમાં, જાણો શું છે સમગ્ર મામલો
Donald Trump Home Sold
| Updated on: Sep 13, 2026 | 11:18 AM
Share

દરેક વ્યક્તિ માટે ઘર ખાસ હોય છે. જે ઘરમાં વ્યક્તિએ પોતાનું બાળપણ વિતાવ્યું હોય, તે ઘર લોકો માટે ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ હોય છે. બાળપણની યાદો સાથે જોડાયેલા આ ઘરની એક અલગ જ લાગણી હોય છે. તેથી ઘણા લોકો આવા ઘરને સાચવી રાખવાનો પ્રયાસ કરતા હોય છે. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બાળપણ જ્યાં વિત્યું હતું તે ઘર હવે વેચાઈ ગયું છે. ન્યૂયોર્ક શહેરમાં આવેલા ડોનાલ્ડ ટ્રમ્પના બાળપણના આ ઘરનું નવીનીકરણ કરીને તેને આધુનિક ઘર બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ઘર લગભગ 2 મિલિયન ડોલરમાં વેચાઈ ગયું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચાર વર્ષના થયા ત્યાં સુધી ક્વીન્સ વિસ્તારમાં આવેલા આ ટ્યુડર-સ્ટાઇલના ઘરમાં રહેતા હતા. તેમના પિતા અને ડેવલપર ફ્રેડ ટ્રમ્પે વર્ષ 1940માં શ્રીમંત લોકોના ‘જમૈકા એસ્ટેટ્સ’ વિસ્તારમાં આ ઘર બનાવ્યું હતું. પરિવાર પાસે આ ઘર ઘણા વર્ષોથી નહોતું. જુલાઈમાં એક અજ્ઞાત ખરીદદાર સાથે સોદો થયા બાદ શુક્રવારે રિયલ એસ્ટેટ વેબસાઇટ્સ પર તેની વેચાણ કિંમત 1.93 મિલિયન ડોલર જોવા મળી હતી.

ઘણા વર્ષો સુધી ખાલી પડ્યું હતું ઘર

આ ઘર વેચનાર ટોમી લિને ગયા વર્ષે આ 5 બેડરૂમ અને 3 બાથરૂમવાળું ઘર આશે 8,35,000 ડોલરમાં ખરીદ્યું હતું. તે સમયે આ ઘર ઘણા વર્ષોથી ખાલી પડ્યું હતું. ‘ન્યૂયોર્ક પોસ્ટ’ના અહેવાલ અનુસાર, ડેવલપર લિને ઘરના આંતરિક ભાગમાં સંપૂર્ણ ફેરફાર કરવા માટે આઠ મહિનામાં આશરે 5,00,000 ડોલરથી વધુ ખર્ચ કર્યો હતો. ઘરમાં શેફ-સ્ટાઇલ કિચન, હેરિંગબોન વુડ ફ્લોરિંગ અને સ્પા જેવી સુવિધાઓ ધરાવતા બાથરૂમ બનાવવામાં આવ્યા હતા.

2.14 મિલિયન ડોલરમાં વેચાયું

ઝિલો (Zillow) અનુસાર, તાજેતરના વર્ષોમાં આ ઘર ઘણી વખત વેચાયું છે. તેમાં 2017 માં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ થોડા મહિનામાં 2.14 મિલિયન ડોલરમાં થયેલું વેચાણ પણ સામેલ છે. તે સમયે ખરીદદાર ‘Trump Birth Home LLC’ નામની કંપની હતી. આ ઘર થોડા સમય માટે Airbnb પર ભાડે પણ આપવામાં આવ્યું હતું. ઘરમાં ટ્રમ્પના મૂળ કદના કાર્ડબોર્ડ કટઆઉટ, તેના પુસ્તક The Art of the Deal ની નકલો અને ટ્રમ્પનો ફોટો ધરાવતું People મેગેઝિનનું કવર ફ્રેમ કરીને રાખવામાં આવ્યું હતું.

ઘરની સ્થિતિ થઈ હતી ખરાબ

વર્ષ 2019 માં આ ઘર ફરીથી 2.9 મિલિયન ડોલરની કિંમત સાથે વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું. પરંતુ ટોમી લિનની ખરીદી સુધી તે વેચાયું નહોતું. આ દરમિયાન ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, ઘરની સ્થિતિ ખરાબ થઈ હતી. પાઇપ ફાટવાથી પાણી અને ફૂગના કારણે નુકસાન થયું હતું. ઉપરાંત, રખડતી બિલાડીઓએ પણ આ જગ્યાએ આશરો બનાવી લીધો હતો. જ્યાં ટ્રમ્પે પોતાના જીવનના શરૂઆતના વર્ષો વિતાવ્યા હતા.

ઘરમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા

હવે 80 વર્ષના થઈ ચૂકેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિયલ એસ્ટેટના વ્યવસાયમાંથી ધનિક બન્યા હતા. તેમણે મેનહટનમાં પોતાના નામે ટ્રમ્પ ટાવર બનાવ્યું અને અનેક દાયકાઓ સુધી ત્યાં રહ્યા. ત્યારબાદ તેમણે પોતાની પ્રસિદ્ધિ અને સંપત્તિનો ઉપયોગ રાજકારણમાં પ્રવેશવા માટે કર્યો. વ્હાઇટ હાઉસમાં એક વિશાળ બોલરૂમનું નિર્માણ અને ઓવલ ઓફિસને સોનાની પરત ચડાવેલી વસ્તુઓથી સજાવટ કરવી જેવી બાબતો તેમની સંપત્તિ અને વૈભવી પસંદગીની ઓળખ બની રહી છે.

આ પણ વાંચો, BRICS Summit Breaking News : ‘ભારત અમારો પ્રતિસ્પર્ધી નહીં પણ ભાગીદાર છે…’, PM મોદીને મળીને બોલ્યા શી જિનપિંગ

Follow Us
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
g clip-path="url(#clip0_868_265)">