AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCIને મુંબઈ હાઈકોર્ટ તરફથી લાગ્યો મોટો ફટકો, 538 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ

કોચી ટસ્કર્સ કેરળ અને BCCI વચ્ચે ચાલી રહેલા કાનૂની લડાઈમાં મોટા સમાચાર સામે આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં એક એવો નિર્ણય આપ્યો છે જે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ માટે મોટો ફટકો છે. જાણો શું છે આખો મામલો?

Breaking News : BCCIને મુંબઈ હાઈકોર્ટ તરફથી લાગ્યો મોટો ફટકો, 538 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ
IPL Bombay High Court BCCIImage Credit source: PTI / X / BCCI
| Updated on: Jun 18, 2025 | 8:37 PM

પૂર્વ IPL ફ્રેન્ચાઈઝી કોચી ટસ્કર્સ કેરળ અને BCCI વચ્ચે ચાલી રહેલા કાનૂની લડાઈમાં વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે BCCIને કોચી ટસ્કર્સને 538 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું છે. મંગળવારે, જસ્ટિસ આરઆઈ છગલાએ BCCIના પડકારને ફગાવી દીધો, અને કહ્યું કે કોર્ટ મધ્યસ્થીના તારણોની ફરીથી તપાસ કરી શકતી નથી, જે પુરાવાના યોગ્ય મૂલ્યાંકન પર આધારિત હતા.

2011માં BCCIએ કોચી ટસ્કર્સને સસ્પેન્ડ કર્યું

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે BCCIએ 2011માં કોચી ટસ્કર્સ ફ્રેન્ચાઈઝીને કરાર હેઠળ જરૂરી બેંક ગેરંટી સબમિટ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સસ્પેન્ડ કરી દીધી. કોચી ફ્રેન્ચાઈઝીએ સ્ટેડિયમની ઉપલબ્ધતા અને IPL મેચોની સંખ્યામાં ઘટાડો જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને BCCIના નિર્ણયને અન્યાયી ગણાવ્યો. ફ્રેન્ચાઈઝીએ કહ્યું કે સતત વાટાઘાટો અને ચુકવણી છતાં, BCCIએ અચાનક કરાર રદ કર્યો અને પહેલાથી આપવામાં આવેલી ગેરંટીઓ રોકડ કરી.

બોમ્બે હાઈકોર્ટે BCCIના પડકારને ફગાવી દીધો

આ કેસમાં 2015માં, આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે કોચી ફ્રેન્ચાઈઝીની માલિકી ધરાવતા KCPLને રૂ. 384 કરોડ અને RSWને રૂ. 153 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. BCCIએ આ રકમને પડકારી હતી. હવે બોમ્બે હાઈકોર્ટે ભારતીય ભાગીદારી કાયદા હેઠળ BCCIના પડકારને ફગાવી દીધા છે, અને આર્બિટ્રેશનને સમર્થન આપ્યું છે.

માન્ચેસ્ટરમાં 35 વર્ષથી કોઈ ભારતીય સદી ફટકારી શક્યો નથી, જાણો કોણે ફટકારી છે સદી
પતિને આપ્યા છૂટાછેડા, ફ્લોપ કરિયર બાદ મિસ વર્લ્ડ યુક્તા મુખીએ છોડી દીધું બોલીવુડ.. જણાવ્યું કારણ
શું તમે પણ પરસેવાની દુર્ગંધથી પરેશાન છો? તો અજમાવી જુઓ આ 7 ઉપાયો
TV ની ટોપ પેઈડ ગ્લેમર એક્ટ્રેસ શ્વેતા તિવારી છે કરોડોની માલકિન, જુઓ Photos
આ બધું ChatGPT સાથે શેર કરશો નહીં, નહિતર...
Travel Tips: આ છે દુનિયાના 8 સુંદર દેશ, જ્યાં ફરવા માટે ભારતીયોને વીઝાની જરૂર નથી

કોચી ટસ્કર્સનો ઈતિહાસ

2011ની સિઝન માટે IPLમાં ઉમેરાયેલી બે નવી ફ્રેન્ચાઈઝીઓમાં કોચી ટસ્કર્સ કેરળ એક હતી. આ ટીમ પુણે વોરિયર્સ સાથે IPLમાં જોડાઈ હતી. આ ટીમની ફ્રેન્ચાઈઝી કોચી ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડની માલિકીની હતી, જે ઘણી કંપનીઓનું એક કન્સોર્ટિયમ હતું. કોચી ટસ્કર્સ ફક્ત એક જ સિઝન રમી હતી, અને તેની ફ્રેન્ચાઈઝી બીજા વર્ષે જ સમાપ્ત થઈ ગઈ. આ ટીમને રેન્ડેઝવસ સ્પોર્ટ્સ વર્લ્ડ દ્વારા 333.2 મિલિયન યુએસ ડોલર (1533 કરોડ રૂપિયા)ની બીજી સૌથી મોટી બોલી લગાવીને ખરીદવામાં આવી હતી. પરંતુ આ ટીમને એક જ સિઝનમાં IPLમાંથી દૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Breaking News : ભારત સામેની પહેલી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પ્લેઈંગ ઈલેવનની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ
રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ
સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે
સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video
અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video
કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video
આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો
આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો
Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ
Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ
જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના
કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના
ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો
ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો
g clip-path="url(#clip0_868_265)">