AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breking News : એપોલો ટાયર ટીમ ઈન્ડિયાનું નવું સ્પોન્સર બન્યું, 1 મેચ માટે આપશે આટલા કરોડ

એશિયા કપમાં ટી શર્ટ સ્પોન્સર વિના રમી રહેલી ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમને નવો સ્પોન્સર મળી ગયો છે. એપોલો ટાયર ટીમ ઈન્ડિયાનું નવું સ્પોન્સર બન્યું છે.ટીમ ઈન્ડિયાની જર્સી પર હવે 2027 સુધી એપોલો ટાયરનું નામ અથવા લોગો જોવા મળશે.

Breking News : એપોલો ટાયર ટીમ ઈન્ડિયાનું નવું સ્પોન્સર બન્યું, 1 મેચ માટે આપશે આટલા કરોડ
Team IndiaImage Credit source: Getty Images
| Updated on: Sep 16, 2025 | 5:38 PM
Share

એશિયા કપના ઉત્સાહ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાને નવો જર્સી સ્પોન્સર મળ્યો છે. એપોલો ટાયર્સે આ રેસ જીતી લીધી છે, જે હવે ટીમ ઈન્ડિયાની જર્સી પર ડ્રીમ 11નું સ્થાન લેશે. એપોલો ટાયર્સ સાથે ટીમ ઈન્ડિયાનો કરાર 2027 સુધીનો છે. આ સમય દરમિયાન, ભારતે લગભગ 130 મેચ રમવાની છે.

એપોલો ટાયર્સ એક મેચ માટે આટલા પૈસા આપશે

હવે પ્રશ્ન એ છે કે આ કરાર કેટલા કરોડનો છે? રિપોર્ટ અનુસાર, એપોલો ટાયર્સ એક મેચ માટે લગભગ 4.5 કરોડ રૂપિયા ચૂકવશે, જે અગાઉની ડીલની રકમ કરતા 50 લાખ રૂપિયા વધુ છે. ડ્રીમ11નો સોદો એક મેચ માટે 4 કરોડ રૂપિયાનો હતો.

કેનવા અને જેકે ટાયર પણ હતા રેસમાં

એક અહેવાલ મુજબ, કેનવા અને જેકે ટાયર પણ ટીમ ઈન્ડિયાના જર્સી સ્પોન્સર બનવાની રેસમાં હતા. પરંતુ, એપોલો ટાયર બંનેને પાછળ છોડીને ડીલ મેળવી હતી. આ બધા ઉપરાંત, બિરલા ઓપ્ટસ પેઈન્ટ્સે પણ સ્પોન્સર બનવામાં રસ દાખવ્યો હતો. પરંતુ તેઓ બોલી લગાવવા માટે આગળ આવ્યા ન હતા.

સ્પોન્સરશિપ માટે બોલી 16 સપ્ટેમ્બરના રોજ લાગી

ટીમ ઈન્ડિયાના સ્પોન્સર બનવા માટે બોલી 16 સપ્ટેમ્બરે મૂકવામાં આવી હતી, જ્યારે BCCIએ 2 સપ્ટેમ્બરે બોલી મંગાવી હતી. BCCIએ તેની પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ કર્યું હતું કે ગેમિંગ, સટ્ટાબાજી, ક્રિપ્ટો અને તમાકુ સાથે સંબંધિત કંપનીઓ સ્પોન્સરશિપ માટે અરજી કરી શકતી નથી. આ બધા ઉપરાંત બેંકિંગ, નાણાકીય કંપનીઓ, સ્પોર્ટસવેર મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પણ BCCI દ્વારા સ્પોન્સરશિપ બોલીથી દૂર રાખવામાં આવી હતી.

ટીમ ઈન્ડિયાની જર્સી પર એપોલો ક્યારે જોવા મળશે?

ટીમ ઈન્ડિયા હાલમાં એશિયા કપ 2025માં રમી રહી છે, જે યુએઈના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં જર્સી સ્પોન્સર વિના રમી રહી છે. એપોલો ટાયર્સે ચોક્કસપણે ભારતની નવી જર્સી સ્પોન્સરશિપ મેળવી છે. પરંતુ આ ટુર્નામેન્ટ પછી જ તેનો લોગો ભારતીય ટીમની જર્સી પર દેખાવાની શક્યતા છે.

આ પણ વાંચો: Hardik Pandya New Girlfriend : આ છે હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ ? 33 નંબરથી ખુલ્યું રહસ્ય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">