AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-બાંગ્લાદેશ શ્રેણીને લઈ મોટા સમાચાર, હવે રિષભ પંત નહીં સંજુ સેમસન રમશે?

ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે 3 મેચની T20 સિરીઝ પણ રમવાની છે. આ માટે રિષભ પંતને આરામ આપવામાં આવી શકે છે. તેની જગ્યાએ સંજુ સેમસન ટીમમાં સામેલ થઈ શકે છે. એટલું જ નહીં તેને ઓપનિંગની જવાબદારી પણ મળી શકે છે.

ભારત-બાંગ્લાદેશ શ્રેણીને લઈ મોટા સમાચાર, હવે રિષભ પંત નહીં સંજુ સેમસન રમશે?
Sanju Samson & Rishabh Pant
| Updated on: Sep 25, 2024 | 9:07 PM
Share

રિષભ પંતની જગ્યાએ સંજુ સેમસનને ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવશે. તમને આ જાણીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. વાસ્તવમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ બાદ 3 મેચની T20 સિરીઝ રમવાની છે. આ સિરીઝને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે મુજબ પંતને T20 સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે અને સંજુ સેમસનને તક આપવામાં આવી શકે છે. તેણે દુલીપ ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 4 ઈનિંગ્સમાં 196 રન બનાવ્યા હતા. આ પહેલા તેને T20 વર્લ્ડ કપ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકાના પ્રવાસની પણ તક આપવામાં આવી હતી.

ઈશાન કિશન સાથે સ્પર્ધા?

ક્રિકબઝના અહેવાલ મુજબ, ઈશાન કિશનનું ઘરેલુ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માટે રાહ જોવી પડશે. 1 થી 5 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ઈરાની કપમાં પોતાનું સ્થાન બનાવવા માટે તેને સખત મહેનત કરવી પડશે, જ્યારે સંજુ સેમસન બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે પસંદગીકારોની પ્રથમ પસંદગી હશે. સેમસન શ્રીલંકા પ્રવાસ પર કોઈ સારી ઈનિંગ રમી શક્યો નહોતો. જો કે, તેણે દુલીપ ટ્રોફીમાં બેટ વડે તાકાત બતાવી છે, જેનું વળતર મળતું જણાય છે.

રિષભ પંતની જગ્યાએ સંજુ સેમસન રમશે

ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસનને સતત તક ન મળવા પર ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જોકે, તે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમનો ભાગ છે. ભલે T20 વર્લ્ડ કપ દરમિયાન રિષભ પંતને તક મળી હતી. પરંતુ સંજુને ઝિમ્બાબ્વે અને શ્રીલંકાના પ્રવાસમાં રમાડાવામાં આવ્યો હતો. હાલમાં સેમસન ઈશાન કિશન સામે ટક્કર આપી રહ્યો છે જે લગભગ 10 મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર છે. કિશને બુચી બાબુ અને દુલીપ ટ્રોફી જેવી ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે દુલીપ ટ્રોફીમાં પણ સદી ફટકારી હતી.

સેમસન પાસે ઓપનિંગની જવાબદારી

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ અને T20 શ્રેણી પૂરી થયા બાદ ભારતીય ટીમનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. ટીમને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ત્યારપછી તેને 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, આ વ્યસ્ત શેડ્યૂલને ધ્યાનમાં રાખીને, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને બાંગ્લાદેશ T20 શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. જ્યારે સંજુ સેમસનને ઓપનિંગની જવાબદારી મળી શકે છે.

સાંઈ સુદર્શને પણ તક મળી શકે

સંજુ સેમસનની સાથે અન્ય બેટ્સમેનનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. IPLમાં શુભમન ગિલની ટીમ ગુજરાત જાયન્ટ્સ તરફથી રમી રહેલા સાઈ સુદર્શનને બાંગ્લાદેશ T20 સિરીઝમાં પણ અજમાવી શકાય છે. સુદર્શન અને સેમસન ભારતીય ટીમની ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.

આ પણ વાંચો: વિશ્વના 5 સૌથી ઊંચા ક્રિકેટર, 10 ફીટની ઊંચાઈથી ફેંકતા હતા બોલ, બેટ્સમેનોને રમવામાં પડતા હતા ફાંફાં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">