IPL 2022 Auction: ઓક્શનમાં થઇ ગયો ગોટાળો ! મુંબઇ ઇન્ડિયન્સે ‘ઉંચી’ બોલી લગાવી તોય ખેલાડી દિલ્હી કેપિટલ્સનો થયો, Video
આ ભૂલ નાની નથી. આ એક ખેલાડીની ડીલ સાથે સંબંધિત છે. આ ખેલાડી જે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) નો ભાગ હોવો જોઈતો હતો, પરંતુ હરાજી હોસ્ટ ચારુ શર્માએ તેને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માં વેચી દીધો હતો.
આઇપીએલ 2022 ની મેગા ઓક્શન (IPL 2022 Acution) પૂરી થઈ ગઈ છે. પરંતુ, તેમાં એક મોટી ભૂલનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ ભૂલ નાની નથી. આ એક ખેલાડીની ડીલ સાથે સંબંધિત છે. આ ખેલાડી જે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હોવો જોઈતો હતો, પરંતુ હરાજી હોસ્ટ ચારુ શર્માએ તેને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માં વેચી દીધો. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ને આઈપીએલ મેચ દરમિયાન આ ભૂલનો ભોગ બનવું પડી શકે છે. મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સને ડાબા હાથના ફાસ્ટ બોલરની તલાશ હતી. પરંતુ, આ ભૂલને કારણે, તે પોતાની સાથે અનુભવી ડાબા હાથના ઝડપી બોલર ને જોડવામાં નિષ્ફળ રહી.
હવે તમે વિચારતા જ હશો કે કયા ખેલાડીની બોલીમાં આવી ભૂલ થઈ. તો તે ડાબા હાથના ફાસ્ટ બોલર ખેલાડીનું નામ ખલીલ અહેમદ છે, જે ગત સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. પરંતુ, નવી હરાજીમાં, યજમાન ચારુ શર્માની ભૂલને કારણે, તે મુંબઈ ઈન્ડિયન્સનો થઇને પણ દિલ્હી કેપિટલ્સમાં ગયો.
મુંબઈની બોલી પર દિલ્હીનો થયો ખલીલ!
હવે સમજો કે આ કેવી રીતે થયું. હકીકતમાં, જ્યારે ખલીલ અહેમદની હરાજીમાં બોલી લગાવવાનું શરૂ કર્યું, ત્યારે તેની કિંમત 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસથી ઉપર વધવા લાગી. તેને ખરીદવા માટે ટીમો વચ્ચે સ્પર્ધા હતી. પરંતુ અંતે આ રેસમાં માત્ર મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ જ રહી.
— Ashok (@Ashok94540994) February 15, 2022
ખલીલ અહેમદની હરાજી સાથે જોડાયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિલ્હી કેપિટલ્સે સૌથી પહેલા 5 કરોડની બોલી લગાવી હતી. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે 5.25 કરોડની બોલી લગાવી. આ પછી ચારુ શર્માએ સૌથી પહેલા દિલ્હી કેપિટલ્સને 5.50 કરોડની બિડ કરવા કહ્યું. પરંતુ, પછી અચાનક તેની સાથે એક ભૂલ થાય છે અને તે મુંબઈની 5.25 કરોડની બોલીને દિલ્હીની બતાવી દે છે અને મુંબઈ ઈન્ડિયન્સને 5.50 કરોડની બોલી કરવા કહે છે. અન્ય ટીમોને પણ પૂછે છે કે શું કોઈ તેની ઉપર બિડ કરવા માંગે છે. પરંતુ, ખલીલ પર કોઈએ 5.50 કરોડની બોલી લગાવી નહીં. પરિણામે, ચારુ શર્મા દ્વારા મુંબઈ ઈન્ડિયન્સે લગાવેલી બોલીને દિલ્હી કેપિટલ તરીકે ધ્યાનમાં લઈને ખલીલ અહેમદને દિલ્હીને વેચવાની ભૂલ કરે છે.
હરાજીમાં આટલુ મોટુ કન્ફ્યૂઝન, છતાં કોઈ પ્રતિક્રિયા નહી
જો કે, આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે મુંબઈ અને દિલ્હીની કોઈપણ ફ્રેન્ચાઈઝી તરફથી કોઈ વાંધો નહોતો. એવું લાગતું હતું કે જાણે મુંબઈ ઈન્ડિયન્સ પોતે જ તેની બોલી ભૂલી ગયા હતા.