AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટ જગતમાં ચોંકાવનારો નિર્ણય ! ઇંગ્લેન્ડનો કેપ્ટન ‘બેન સ્ટોક્સ’ બન્યો ‘કોચ’, પાકિસ્તાન સામે કરશે ‘આગેવાની’

ઇંગ્લેન્ડ ક્રિકેટમાં એક ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને એક નવી જવાબદારી સોંપવામાં આવી છે.

ક્રિકેટ જગતમાં ચોંકાવનારો નિર્ણય ! ઇંગ્લેન્ડનો કેપ્ટન 'બેન સ્ટોક્સ' બન્યો 'કોચ', પાકિસ્તાન સામે કરશે 'આગેવાની'
Image Credit source: PTI
| Updated on: Jan 28, 2026 | 8:52 PM
Share

ઇંગ્લેન્ડ ક્રિકેટમાં એક ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત એમ છે કે, ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને પાકિસ્તાન શાહીન્સ (Pakistan Shaheens) સામે અબુ ધાબીમાં યોજાનારી વ્હાઇટ-બોલ સિરીઝ માટે કોચિંગ સ્ટાફમાં જોડવામાં આવ્યો છે. તેની સાથે ઇંગ્લેન્ડનો બીજો એક દિગ્ગજ ખેલાડી પણ કોચિંગ સ્ટાફમાં જોવા મળશે.

ફેબ્રુઆરી 2026માં શરૂ થશે ‘કસોટી’

આ પ્રવાસમાં ત્રણ ટી20 અને પાંચ 50 ઓવરની મેચ રમાશે, જેની શરૂઆત ફેબ્રુઆરી 2026માં શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમથી થશે. ઇંગ્લેન્ડ લાયન્સ માટે ત્રણ વર્ષ પછીની આ પ્રથમ વ્હાઇટ-બોલ સિરીઝ છે. વર્ષ 2027ના ICC ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) યુવા ખેલાડીઓ પર વધુ ભાર આપી રહ્યું છે.

બીજી તરફ, બેન સ્ટોક્સને કોચિંગ સ્ટાફમાં એડ (Add) કરવા પાછળ પણ એક ખાસ કારણ છે. તે સિડનીમાં પાંચમી એશિઝ ટેસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે અત્યારે ગ્રોઇન ઇન્જરીમાંથી રિકવર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સ્ટોક્સ આ પ્રવાસનો ઉપયોગ પોતાની ઇજામાંથી બહાર આવવા માટે કરશે.

મોઈન અલી પણ જોડાશે

સ્ટોક્સ આ પહેલા પણ ‘ધ હન્ડ્રેડ’માં નોર્ધન સુપરચાર્જર્સ માટે એન્ડ્રુ ફ્લિન્ટોફ સાથે મેન્ટર તરીકે કામ કરી ચૂક્યો છે, જે હાલમાં ઇંગ્લેન્ડ લાયન્સના કોચ છે. બીજી તરફ, ઇંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલી પણ કોચિંગ સ્ટાફનો ભાગ છે. તેણે તાજેતરમાં જ ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી છે અને યોર્કશાયર તરફથી ટી20 બ્લાસ્ટમાં રમવાનો નિર્ણય લીધો છે.

હવે તે લાયન્સના કોચિંગ સ્ટાફમાં જોડાશે. નોંધનીય છે કે, આ કોચિંગ ટીમનું નેતૃત્વ હેડ કોચ એન્ડ્રુ ફ્લિન્ટોફ કરી રહ્યો છે. આ સિવાય સભ્યોમાં નીલ મેકેન્ઝી, સારા ટેલર, નીલ કિલીન, અમર રાશિદ અને ટ્રોય કુલીનો સમાવેશ થાય છે.

ઇંગ્લેન્ડ સ્ક્વોડ

ટી20 ટીમ: સન્ની બેકર, લ્યુક બેનકેનસ્ટીન, જેમ્સ કોલ્સ, સેમ કુક, જોર્ડન કોક્સ (કેપ્ટન), સ્કોટ કરી, કેલ્વિન હેરિસન, એડી જેક, સાકિબ મહમૂદ, બેન મેકિની, ટોમ મૂર્સ, ડેન મૌસ્લી, મેટ રેવિસ, વિલ સ્મીડ, નાથન સોટર, મિશેલ સ્ટેનલી, આસા ટ્રાઇબ.

50 ઓવરની ટીમ: સોની બેકર, લ્યુક બેન્કેન્સ્ટાઇન, જેમ્સ કોલ્સ, સેમ કૂક, જોર્ડન કોક્સ, સ્કોટ કરી, કેલ્વિન હેરિસન, એડી જેક, બેન મેકકિની, ડેન મૌસલી (કેપ્ટન), લિયામ પેટરસન-વ્હાઇટ, મેથ્યુ પોટ્સ, મેટ રેવિસ, જેમ્સ રેવ, મિશેલ સ્ટેનલી, આસા ટ્રાઇબ, જેમ્સ વ્હાર્ટન.

આ પણ વાંચો: ભારતે ‘વર્લ્ડ રેકોર્ડ’ તોડ્યો ! આજ સુધી ન જોયેલું કારનામું કરી બતાવ્યું, વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડીને રચ્યો ‘ઇતિહાસ’

મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
g clip-path="url(#clip0_868_265)">