AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘BCCI ને પણ દેશના કાયદાનું પાલન કરવું પડશે’, રમતગમત મંત્રાલયના સૂત્રએ માહિતી આપી

2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટ (T20 ફોર્મેટ)નો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ રીતે BCCI પહેલાથી જ ઓલિમ્પિક ચળવળનો એક ભાગ બની ગયું છે.

'BCCI ને પણ દેશના કાયદાનું પાલન કરવું પડશે', રમતગમત મંત્રાલયના સૂત્રએ માહિતી આપી
| Updated on: Jul 23, 2025 | 10:56 AM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ રાષ્ટ્રીય રમત શાસન બિલનો ભાગ હશે. આ બિલ બુધવાર, 23 જુલાઈના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે. 22 જુલાઈના રોજ આ માહિતી આપતાં, રમતગમત મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે, તમામ રાષ્ટ્રીય ફેડરેશનની જેમ, BCCI પણ આ બિલમાં સામેલ કરવામાં આવશે.પીટીઆઈએ એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે, બિલ કાયદો બન્યા પછી, બધા રાષ્ટ્રીય ફેડરેશનોની જેમ, બીસીસીઆઈએ પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે. 2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આમ બીસીસીઆઈ પહેલાથી જ ઓલિમ્પિકનો ભાગ બની ગયું છે.

ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનો સમાવેશ

રમતગમત વહીવટ બિલનો ઉદ્દેશ્ય સમયસર ચૂંટણીઓ, વહીવટી જવાબદારી અને ખેલાડીઓના કલ્યાણ માટે એક મજબૂત રમતગમત માળખું બનાવવાનો છે.રમત મંત્રી મનસુખ માંડવિયાએ હાલમાં કહ્યું હતુ કે,આ બિલ દેશના રમત પ્રશાસકો માટે વધુ જવાબદારી સુનિશ્ચિત કરવા તરફ એક મોટું પગલું છે. આ અંતર્ગત, એક બોર્ડની રચના કરવામાં આવશે, જેને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (NSB) ને માન્યતા આપવા અને તેમને ભંડોળ પૂરું પાડવાનો અધિકાર હશે. તે બધું તેના પર નિર્ભર રહેશે કે તેઓ તેની સાથે જોડાયેલ શરતોનું કેટલું પાલન કરે છે. આ બોર્ડ એ પણ સુનિશ્ચિત કરશે કે રમતગમત ફેડરેશન ઉચ્ચતમ શાસન, નાણાકીય અને નૈતિક ધોરણોનું પાલન કરે.

રોજર બિન્નીને ફાયદો થશે

આ બિલમાં, વહીવટકર્તાઓની વય મર્યાદાના જટિલ મુદ્દા પર થોડી છૂટછાટ આપવામાં આવશે. આમાં, 70 થી 75 વર્ષની વયના લોકોને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી છે જો સંબંધિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેના પર કોઈ વાંધો ઉઠાવે નહીં. NSBમાં એક ચેરમેન હશે અને તેના સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. તેની પસંદગી સમિતિમાં કેબિનેટ સચિવ અથવા રમત સચિવને ચેરમેન તરીકે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર જનરલ, બે રમત પ્રશાસકો (જેમણે કોઈપણ રાષ્ટ્રીય રમત સંગઠનના પ્રમુખ, મહાસચિવ અથવા ખજાનચી તરીકે કામ કર્યું છે) અને એક પ્રતિષ્ઠિત ખેલાડીનો સમાવેશ થશે જેણે પોતાની કારકિર્દીમાં દ્રોણાચાર્ય, ખેલ રત્ન અથવા અર્જુન એવોર્ડ જીત્યો છે. તમને જણાવી દઈએ કે BCCI પ્રમુખ રોજર બિન્ની 70 વર્ષના થઈ ગયા છે. આ બિલ રજૂ થતાં, તેઓ 75 વર્ષની ઉંમર સુધી તેમના પદ પર રહી શકે છે. એટલે કે, તેઓ BCCI પ્રમુખ પદ પર વધુ 5 વર્ષ સુધી રહી શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">