AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U-19 વર્લ્ડ કપ વિજેતા મહિલા ટીમને અમદાવાદ આવવા જય શાહનું આમંત્રણ, ઈનામની કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં ખિતાબ જીતનાર ભારતીય ટીમને 5 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

U-19 વર્લ્ડ કપ વિજેતા મહિલા ટીમને અમદાવાદ આવવા જય શાહનું આમંત્રણ, ઈનામની કરી જાહેરાત
ટીમને અમદાવાદ આવવા આમંત્રણ Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 12:27 PM
Share

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં ખિતાબ જીતનાર ભારતીય ટીમને 5 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડ સામે સાત વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. શફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય અંડર-19 ટીમ વૈશ્વિક ટુર્નામેન્ટમાં તમામ અડચણ પાર કરવામાં સફળ રહી હતી,આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન 19 વર્ષની શેફાલી વર્માના હાથમાં હતી.

જય શાહે ટ્વીટ કર્યું

જય શાહે અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડકપનું ટાઇટલ જીત્યા બાદ ટ્વીટ કર્યું, “ભારતમાં મહિલા ક્રિકેટ આગળ વધી રહ્યું છે અને વર્લ્ડ કપની જીતથી મહિલા ક્રિકેટનું કદ અનેકગણું ઊંચું થયું છે.” આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે ઈનામી રકમ તરીકે 5 કરોડ રૂપિયાની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. આ ચોક્કસપણે એક શાનદાર વર્ષ બની રહેશે.

અમદાવાદ આવવા આમંત્રણ આપ્યું હતું

સચિવે સમગ્ર ટીમને બુધવારે અમદાવાદ આવવા આમંત્રણ પણ આપ્યું હતું. તેણે કહ્યું, “હું શેફાલી વર્મા અને તેની વિજેતા ટીમને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારી સાથે જોડાવા અને 1 ફેબ્રુઆરીએ ત્રીજી T20 ઈન્ટરનેશનલ જોવા માટે આમંત્રિત કરું છું.” આ મહાન સિદ્ધિ ચોક્કસપણે ઉજવણીને પાત્ર છે

ભારતીય મહિલા ટીમનો 7 વિકેટે વિજય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC અંડર-19 મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. હવે ભારત ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની શરૂઆતની સિઝનની ચેમ્પિયન છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ 17.1 ઓવરમાં માત્ર 68 રન બનાવી શક્યું હતું. 69 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને ભારતીય મહિલા ટીમનો 7 વિકેટે વિજય થયો હતો.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">