BCCI સચિવ જય શાહ અને રાહુલ દ્રવિડની 2 કલાક લાંબી મિટિંગ અમેરિકામાં યોજાઈ, એશિયા કપ અને વિશ્વકપને લઈ થઈ ચર્ચા?

BCCI સચિવ જય શાહ અને રાહુલ દ્રવિડ વચ્ચે યોજાયેલી બેઠકને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં સૌથી મહત્વની વાત આગામી વિશ્વ કપને લઈ જોવામાં આવી રહ્યુ છે. વનડે વિશ્વ કપની તૈયારીઓને લઈ બંને વચ્ચે ચર્ચાઓ થઈ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

BCCI સચિવ જય શાહ અને રાહુલ દ્રવિડની 2 કલાક લાંબી મિટિંગ અમેરિકામાં યોજાઈ, એશિયા કપ અને વિશ્વકપને લઈ થઈ ચર્ચા?
જય શાહ અને દ્રવિડ વચ્ચે બેઠક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 11:24 AM

ભારતમાં આગમી વનડે વિશ્વકપનુ આયોજન કરવામાં આવ્યુ છે. માટે BCCI દ્વારા તૈયારીઓ તડામારના ધોરણે ચાલી રહી છે. બીજી તરફ BCCI ટીમ ઈન્ડિયાને લઈને પણ તૈયારીઓ કરી રહ્યુ છે. ઘર આંગણે યોજાનારા વિશ્વકપમાં ભારતીય ટીમનુ દમદાર પ્રદર્શન અને ટ્રોફી ટીમ ઈન્ડિયાના હાથોમાં જોવાનુ સપનુ દરેક ભારતીયનુ છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તૈયારીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને BCCI સચિવ જય શાહ વચ્ચે લાંબી મિટિંગ ચાલી હતી.

બંને વચ્ચે યોજાયેલી બેઠકને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં સૌથી મહત્વની વાત આગામી વિશ્વ કપને લઈ જોવામાં આવી રહ્યુ છે. વનડે વિશ્વ કપની તૈયારીઓને લઈ બંને વચ્ચે ચર્ચાઓ થઈ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. બીજી તરફ રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ પણ વર્ષના અંતમાં જ સમાપ્ત થઈ જવા રહ્યો છે.

અમેરિકા પ્રવાસ દરમિયાન બેઠક

ટીમ ઈન્ડિયા તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે હતી. પ્રવાસની અંતિમ બે T20 મેચ ફ્લોરિડામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાનુ રોકાણ આ દરમિયાન મીયામીમાં હતુ. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની અંતિમ બંને મેચ દરમિયાન BCCI ના સચિવ જય શાહ જોવા મળ્યા હતા. જય શાહ આ દરમિયાન અમેરિકાના પ્રવાસે હતા. જય શાહ અને રાહુલ દ્રવિડ વચ્ચે મિટિંગ થઈ હતી અને જે લગભગ 2 કલાક જેટલી લાંબી ચાલી હોવાના મીડિયા રિપોર્ટ્સ છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

હેડ કોચ રાહુલ દ્રવિડ સામેથી સચિવ જય શાહને મળવા માટે તેમની રોકાણની હોટલે પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે લાંબી મિટિંગમાં ચર્ચાઓ થઈ હતી. આ બેઠકને સિક્રેટ બેઠકના રુપમાં જોવામાં આવી રહી છે. આગામી બે મોટા અસાઈન્મેન્ટ રાહુલ દ્રવિડ સામે છે, જેમાંથી એક વનડે વિશ્વ કપ છે. એશિયા કપની શરુઆત 30 ઓગષ્ટથી થઈ રહી છે, જ્યારે 5 ઓક્ટોબરથી વનડે વિશ્વ કપ 2023 શરુ થનાર છે.

દ્રવિડના કાર્યકાળ નવેમ્બરમાં સમાપ્ત થશે

આગામી નવેમ્બર માસમાં રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થનારો છે. 19 નવેમ્બરે BCCI સાથે હેડ કોચ તરીકેના કોન્ટ્રાક્ટનો કાર્યકાળ સમાપ્ત થનારો છે. આ પહેલા એશિયા કપ અને વિશ્વ કપ 2023 મોટા અસાઈન્મેન્ટના રુપમાં જોવામાં રહ્યા છે. જોકે હાલ તો બંને વચ્ચેની બેઠક અંગે કોઈ વિવરણ સામે આવ્યુ નથી, પરંતુ આ બેઠકને સામાન્ય રુપથી જોવામાં આવી રહી નથી.

આ પણ વાંચોઃ Sabarkantha: ભરતી કૌંભાડમાં સંડોવાયેલા 11 કર્મચારીઓ પર UGVCL દ્વારા કાર્યવાહી, સસ્પેન્ડ કરવાનો કરાયો આદેશ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">