Sabarkantha: ભરતી કૌંભાડમાં સંડોવાયેલા 11 કર્મચારીઓ પર UGVCL દ્વારા કાર્યવાહી, સસ્પેન્ડ કરવાનો કરાયો આદેશ

ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ શરુઆતમાં જ UGVCL દ્વારા કર્મચારીઓને ફરજ પર હાજર નહીં કરવા માટે પગલા ભર્યા હતા. ત્યાર બાદ હવે સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે.

Sabarkantha: ભરતી કૌંભાડમાં સંડોવાયેલા 11 કર્મચારીઓ પર UGVCL દ્વારા કાર્યવાહી, સસ્પેન્ડ કરવાનો કરાયો આદેશ
સસ્પેન્ડ કરવાનો કરાયો આદેશ
Follow Us:
| Updated on: Aug 18, 2023 | 8:46 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ઉર્જા વિભાગની ભરતીમાં ગોટાળા કરીને પસંદગી પામેલા કર્મચારીઓ પર તવાઈ શરુ થઈ ચુકી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યા બાદ 11 જેટલા કર્મચારીઓની અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાામાંથી ધરપકડ કરવામાં આવી હતી. હજુ પણ વધુ કર્મચારીઓ અને તેમાં સંડોવાયેલા વચેટીયાઓ પર પોલીસ કાર્યવાહીની તલવાર લટકી રહી છે. આ દરમિયાન UGVSL દ્વારા 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ આવીને UGVCL ની અલગ અલગ કચેરીઓ પર પહોંચીને ફરજ પરથી જ કર્મચારીઓની ધરપકડ કરીને સુરત લઈ જવાયા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે 11 કર્મચારીઓની ધરપકડ કરીને પૂછપરછ કરીને ભરતી કૌંભાડને લઈ તાર એકઠા કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આકરી કાર્યવાહી બાદ હજુ પણ અન્ય કર્મચારીઓ પર આશંકાઓ વર્તાઈ રહી છે.

11 કર્મચારીઓ સસ્પેન્ડ

જુનીયર આસીસ્ટન્ટ અને કલાર્ક વર્ગના કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. વર્ષ 2020-21 દરમિયાનની આ ભરતીમાં કેટલાક કર્મચારીઓ ગોટાળા કરીને પસંદગી પામીને નોકરી મેળવી હતી. જોકે ત્યાર બાદ ભરતી મામલાની તપાસ શરુ થઈ હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી કર્મચારીઓની ભરતી કૌંભાડ દરમિયાન સામે આવતા તપાસ શરુ થઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે પ્રાંતિજ, તલોદ, હિંમતનગર અને ઈડર સહિતની કચેરીઓમાં પહોંચીને કર્મચારીઓની ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ધરપકડ વહોરી ચુકેલા અને આગોતરા જામીન મેળવેલ 2 સહિત કુલ 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ શરુઆતમાં જ UGVCL દ્વારા કર્મચારીઓને ફરજ પર હાજર નહીં કરવા માટે પગલા ભર્યા હતા. ત્યાર બાદ હવે સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે. તો વળી ભરતી કૌંભાડમાં સંડોવાયેલા અન્ય કર્મચારીઓ અને વચેટીયાઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.

સસ્પેન્ડ કરાયેલા કર્મચારી

  1. જલ્પા બીપીનભાઈ પટેલ, હિમતનગર
  2. નીશા પ્રકાશભાઈ પટેલ, હિમતનગર
  3. રોહિત મુળજીભાઈ મકવાણા, હિમતનગર
  4. મનીષ ધનજીભાઈ પારધી, હિમતનગર, મહેતાપુરા
  5. અલ્તાફ ઉમર ફારુક લોઢા, ઇડર
  6. ઉપાસના ખાનાભાઇ સુતરીયા, ઇડર
  7. નીલમ નારાયણદાસ પરમાર, ઇડર
  8. પ્રકાશ મગનભાઈ વણકર, જાદર, ઇડર
  9. નીલમ કલ્પેશભાઈ પ્રજાપતિ, શામળાજી
  10. ઝલક મનહરભાઈ ચૌધરી, મોડાસા
  11. અસીમ યુનુસભાઈ લોઢા, મોડાસા

વર્ષ 2020-21 દરમિયાન ઉર્જા વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી. રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા જુનીયર આસીટન્ટ ક્લાર્કની ભરતી પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષામાં ગોટાળા આચરીને કરવામાં આવી હતી. જેને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. ભરતીના દલાલોએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૌંભાડ આચર્યુ હતુ અને પસંદગીના ઉમેદવારોને પાસ કરી દેવમાં આવ્યા હતા. આમ શોર્ટકટ રીતથી ભરતીમાં ઉમેદવારોને પાસ કરાવીને નોકરી અપાવી હતી.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">