IPL માં હવે 94 મેચ રમાશે, BCCI એ બનાવી બ્લૂપ્રિન્ટ, જલ્દીથી થશે એલાન!

|

Jun 09, 2022 | 6:16 PM

BCCI આગામી પાંચ વર્ષમાં IPLની એક સિઝનમાં 94 મેચો આયોજિત કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં IPLની એક સિઝનમાં 74 મેચો રમાઈ રહી છે.

IPL માં હવે 94 મેચ રમાશે, BCCI એ બનાવી બ્લૂપ્રિન્ટ, જલ્દીથી થશે એલાન!
BCCI આગામી સિઝન માટે ઘડી રહ્યુ છે આયોજન

Follow us on

IPL 2022 ગ્રુપ ફોર્મેટમાં રમાઈ હતી જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. આ સિઝનમાં ઘણા ફેરફારો જોવા મળ્યા. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) હવે આગામી પાંચ વર્ષમાં આ લીગમાં ઘણા મોટા ફેરફારો કરવા જઈ રહી છે, જેના માટે આયોજનનો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી પાંચ વર્ષમાં IPL મેચોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ સિઝનમાં આઈપીએલમાં 74 મેચ રમાઈ હતી, જેમાં લીગ રાઉન્ડની 70 મેચ, પ્લેઓફની ત્રણ મેચ અને ફાઈનલ મેચ સામેલ હતી, જોકે હવે તેની સંખ્યા 94 થઈ શકે છે.

BCCI બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યું છે

બીસીસીઆઈ આઈપીએલમાં આવતા પાંચ વર્ષ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યું છે, જેમાં તેણે એક સિઝનમાં 84 મેચનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, 2023 અને 2024 માં માત્ર 74 મેચ જ રમાશે. 2025 અને 2026 સિઝનમાં 84 મેચ રમાઈ શકે છે, જ્યારે પાંચમી અને અંતિમ સિઝનમાં 94 મેચ રમાઈ શકે છે. જેમાં દરેક ટીમ દરેક બીજી ટીમનો બે વખત સામનો કરી શકે છે. જેમાં એક મેચ ઘરઆંગણે અને બીજી મેચ અન્ય ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમવાની રહેશે. આ રીતે, કુલ 90 લીગ મેચો હશે અને 4 પ્લેઓફ મેચો ઉમેરીને મેચોની કુલ સંખ્યા 94 થશે.

BCCI એ સ્પષ્ટ કર્યું નથી કે મેચો કયા ફોર્મેટમાં રમાશે

બોર્ડે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે આ મેચો કયા ફોર્મેટમાં રમાશે. જો 10 ટીમો એકબીજા સામે બે મેચ રમશે તો 90 મેચ થશે. જે બાદ પ્લેઓફની ચાર મેચો રમાશે અને કુલ સંખ્યા 94 થશે. જો કે, 84 મેચનું ફોર્મેટ હાલમાં અગમ્ય છે. આ વર્ષે આઈપીએલની 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચીને લીગ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીમોએ તેમના જૂથની ટીમો સાથે બે મેચ અને અન્ય જૂથની ચાર ટીમો સાથે એક-એક મેચ રમી. આ સિવાય એક ટીમ બીજા ગ્રુપમાં તેની સામેની ટીમ સાથે બે મેચ રમી હતી. આ રીતે દરેક ટીમ લીગ રાઉન્ડમાં 14-14 મેચ રમી હતી. આ પછી પ્લેઓફ અને ફાઈનલ સહિત વધુ ચાર મેચ રમાઈ હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

BCCIને મેચોની સંખ્યા વધારવાનો મોટો ફાયદો મળશે. મીડિયા અધિકારો માટે બિડ કરતી કંપનીઓ મોટી હોડ લગાવશે. મેચોની સંખ્યામાં વધારો થવાને કારણે પ્રસારણ ચેનલને જાહેરાત માટે વધુ સમય મળશે. આવી સ્થિતિમાં, કંપનીઓ IPLના મીડિયા અધિકારો ખરીદવા માટે મોટી બોલી લગાવશે. તેનાથી બીસીસીઆઈને ફાયદો થશે.

Published On - 6:15 pm, Thu, 9 June 22

Next Article