ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા કેપ્ટને કહ્યું , અમે T20 વર્લ્ડ કપ જીતવા નથી આવ્યા

|

Nov 01, 2022 | 12:33 PM

T20 વર્લ્ડ કપ 2022 (T20 worldcup 2022)માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારે એડિલેડમાં મેચ રમાશે. મેચ પહેલા શાકિબ અલ હસનનું નિવેદન ચર્ચામાં છે.

ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા કેપ્ટને કહ્યું , અમે T20 વર્લ્ડ કપ જીતવા નથી આવ્યા
T20 વર્લ્ડ કપ જીતવા નથી આવ્યા , ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા કેપ્ટને શું કહ્યું?
Image Credit source: PTI

Follow us on

એક તરફ જ્યાં તમામ ટીમો T20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રયાસ કરી રહી છે. જ્યાં દરેક ટીમ T20 વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પરસેવો પાડી રહી છે તો બીજી તરફ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને કહ્યું છે કે તેમની ટીમ T20 વર્લ્ડ કપ જીતવા નથી આવી. ભારત સામેની મેચમાં શાકિબ અલ હસને આ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. શાકિબ અલ હસને મીડિયાની સામે સ્પષ્ટપણે કહ્યું કે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતવા આવી છે અમારી ટીમ નહીં

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

શાકિબ અલ હસને કહ્યું, અમે અહિ વર્લ્ડ કપ જીતીશું નહિ, ભારત અહિ જીતવા આવ્યું છે બાંગ્લાદેશ જો ભારતને હાર આપી દે છે તો એક મોટી ઉલટફેર થશે. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસનનું આ નિવેદન ચોંકાવનારું છે, આ ખેલાડી પોતાની ટીમને વર્લ્ડ કપ 2022 જીતની દાવેદાર માની રહી નથી. દાવેદારની વાત તો છોડો શાકિબનો પ્રયત્ન પણ નથી કે તેની ટીમ વર્લ્ડ કપ જીતે.

પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશની સ્થિતિ

તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશની ટીમ સુપર 12માં ત્રણમાંથી 2 મેચ જીતી ચૂકી છે. ગ્રુપ 2માં ત્રીજા સ્થાન પર છે પરંતુ પરેશાનીની વાત એ છે કે, નેટ રન રેટ 1.533 છે સાઉથ આફ્રિકા સામે મળેલી હારના કારણે બાંગ્લાદેશની આ હાલત થઈ છે સાઉથ આફ્રિકાથી મળેલી હાર બાદ બાંગ્લાદેશે નેધરલેન્ડ અને ઝિમ્બામ્બેને માત આપી છે.

ભારતની જીત સરળ નથી

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે જીત મેળવવી સરળ નથી. ભારતે ભલે ગત્ત મેચ સાઉથ આફ્રિકા સામે હાર મળી હોય પરંતુ સચ્ચાઈ એ પણ છે કે, ભરતીય બેટિંગ યૂનિટ શાનદાર ફોર્મમાં છે ખાસ કરીને સૂર્યકુમાર યાદવ જેમણે છેલ્લી 2 મેચમાં સતત અડધી સદી ફટકારી છે. શાકિબ અલ હસને આ વાત માની છે કે, બાંગ્લાદેશ માટે સૌથી ખતરનાક સૂર્યકુમાર યાદવ છે. શાકિબ અલ હસને કહ્યું કે, સૂર્યકુમાર યાદવ ભારતના બેસ્ટ ટી20 બેટ્સ્મેન છે. તમને જણાવી દઈએ કે, ટી 20 વર્લ્ડ કપમાં શાકિબ અલ હસનનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.

Published On - 12:16 pm, Tue, 1 November 22

Next Article