IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ માટે આવ્યા ખરાબ સમાચાર, આ ખેલાડી ટીમ સાથે નહીં જોડાય શકે

|

Mar 22, 2022 | 11:14 PM

IPL 2022: ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડ ઈજાના કારણે IPL 2022 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. લખનૌ ટીમે માર્ક વુડને 7.5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ માટે આવ્યા ખરાબ સમાચાર, આ ખેલાડી ટીમ સાથે નહીં જોડાય શકે
Lucknow Super Giants (PC: ESPNCricInfo)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝનની શરૂઆત પહેલા જ લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર માર્ક વુડ ઈજાના કારણે IPL 2022 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જેને પગલે ફ્રેન્ચાઈઝીએ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદનો સંપર્ક કર્યો હતો, પરંતુ હવે જાણવા મળ્યું છે કે તસ્કીન અહેમદ પણ આઈપીએલ 2022 માં ભાગ લઈ શકશે નહીં. ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદને IPL 2022 માં રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નહીં મળે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના અધિકારીઓએ આ માહિતી આપી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ક્રિકેટ ઓપરેશન્સના પ્રમુખ જલાલ યુનુસના જણાવ્યા પ્રમાણે, “અમારી પાસે દક્ષિણ આફ્રિકા પ્રવાસ અને ભારત સામેની ઘરઆંગણાની શ્રેણી જેવી બે મહત્વપૂર્ણ શ્રેણી હોવાથી અમને લાગે છે કે IPL માં ભાગ લેવો તેના માટે યોગ્ય રહેશે નહીં.” અમે તસ્કીન અહેમદ સાથે વાત કરી છે અને તે પરિસ્થિતિને સમજે છે. તેમણે ફ્રેન્ચાઈઝીને જણાવ્યું કે તે આઈપીએલ નથી રમી રહ્યો અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે. જે બાદ તે ઘરે પરત ફરશે.

લખનૌ ટીમે તસ્કીન અહેમદને સંપર્ક કર્યો હતો

અગાઉ, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે લખનૌ સુપર જાયન્ટ્સે માર્ક વુડના સ્થાને તસ્કીન અહેમદનો સંપર્ક કર્યો હતો. સમાચાર હતા કે ફ્રેન્ચાઇઝી આખી સિઝન માટે ફાસ્ટ બોલર તસ્કીન અહેમદનો સમાવેશ કરવા માંગે છે. આ માટે તેણે તસ્કીનને ઓફર પણ આપી હતી. જો કે, હવે તસ્કીન અહેમદ IPL 2022 માં લખનૌ ટીમ તરફથી રમી શકશે નહીં.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ પણ વાંચો : BANW vs INDW: બાંગ્લાદેશ સામે જીતથી ભારતનો સેમિ ફાઇનલનો રસ્તો ખુલી જશે, બંને દેશ વચ્ચે આવો રહ્યો છે રેકોર્ડ

આ પણ વાંચો : IPL 2022 : રિકી પોન્ટિંગ એ અમારા પરિવારના સભ્ય જેવો છે: રિષભ પંત

Published On - 11:26 pm, Mon, 21 March 22

Next Article