BAN vs AUS: ઓસ્ટ્રેલિયાની શરમજનક હાલત, બાંગ્લાદેશના આસાન પડકાર સામે માત્ર 62 માં ઓલઆઉટ

બાંગ્લાદેશ (Bangladesh) નો પ્રવાસ ખેડવો ઓસ્ટ્રેલિયા માટે ખરાબ સપના સમાન રહ્યો છે. બાંગ્લાદેશે પ્રથમ વાર સિરીઝ જીતી હતી. સાથે જ કાંગારુ ટીમ શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયુ હતું.

BAN vs AUS: ઓસ્ટ્રેલિયાની શરમજનક હાલત, બાંગ્લાદેશના આસાન પડકાર સામે માત્ર 62 માં ઓલઆઉટ
Australia vs Bangladesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 11:52 AM

ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ (Australia vs Bangladesh) વચ્ચે T20 સિરીઝ રમાઇ હતી. બાંગ્લાદેશની ટીમે દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ટીમને 4-1 થી હરાવી દીધુ છે. ઓસ્ટ્રેલિયા માટે બાંગ્લાદેશનો પ્રવાસ એક ખરાબ સપના જેવો રહ્યો છે. શ્રેણી પ્રથમ ત્રણ ટેસ્ટમાં ખરાબ રીતે હાર મેળવી હતી. ત્યારબાદ સિરીઝની અંતિમ મેચમાં તો ઓસ્ટ્રેલિયા શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયુ હતું. બાંગ્લાદેશના 122 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાની પુરી ટીમ માત્ર 62 રનમાં જ સમેટાઇ ગઇ હતી.

5 ટી20 મેચોની સિરીઝ બંને દેશો રમવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે આવી હતી. સિરીઝમાં શરુઆતની ત્રણેય મેચ ઓસ્ટ્રેલિયાએ કંગાળ રમત રમીને ગુમાવી દીધી હતી. ત્યારબાદ ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયા સિરીઝની પ્રથમ અને એક માત્ર જીત મેળવવામાં સફળ રહ્યુ હતુ. અંતિમ મેચમાં આબરુ બચાવવા માટે મેદાને ઉતરેલી કાંગારુ ટીમે, રહી સહી આબરુ પણ ગુમાવી દેવી પડી હતી. 144 રનના ઇતિહાસમાં પ્રથમ વાર ઓસ્ટ્રેલિયાએ સૌથી નાની ઇનીંગ રમ્યુ હતુ.

પાંચમી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરો સામે બાંગ્લાદેશની ટીમે 8 વિકેટ ગુમાવીને 122 રનનો આસાન સ્કોર કરી શકી હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન ઓપનર મંહમ નઇમે 23 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન બોલરો નાથન એલિસ અને ડેન ક્રિસ્ટીયને 2-2 વિકેટ હાંસલ કરી હતી. આમ બાંગ્લાદેશે શ્રેણીમાં ફરી એકવાર આસાન સ્કોર કાંગારુઓ સામે ખડક્યો હતો.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

આસાન પડકાર સામે મેદાને ઉતરેલ ઓસ્ટ્રેલિયા પર બાંગ્લાદેશના બોલરો ભારે પડ્યા હતા. એક બાદ એક કાંગારુ બેટ્સમેનો બાંગ્લાદેશી બોલરો સામે ક્રિઝ પર ટકી શક્યા નહોતા અને માત્ર 62 રનમાં જ કાંગારુ ટીમ સમેટાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાની પુરી ટીમ 13.4 ઓવરમાં 62 રન કરીને જ પેવેલિયન પરત ફરી ગઇ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.

શાકિબે 9 રન આપી 4 વિકેટ ઝડપી

બાંગ્લાદેશના શાકિબ અલ હસને (Shakib Al Hasan) 3.4 ઓવરમાં માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાની બેટીંગ બાંગ્લાદેશના બોલરો સામે ઘુંટણ ટેકવી દેવા સમાન હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યૂ વેડે ( Matthew Wade) 23 રન અને બેન મેકડરમોટે 17 રન કર્યા હતા. આ સિવાય અન્ય કોઇ બેટ્સમેન બે આંકડાના રન પર પહોંચી શક્યો નહતો. જોકે એક પણ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયો નહોતો. જેમાં ત્રણ ખેલાડીઓ 1-1 રન પર વિકેટ ગુમાવી હતી. જ્યારે 3 રનના સ્કોર પર 3 ખેલાડીઓ આઉટ થયા હતા.

આ પણ વાંચોઃ Olympics: ટોક્યોથી પરત ફર્યા ભારતીય સ્ટાર એથલેટ, સ્વાગતમાં એરપોર્ટ પર ઉમટી પડી લોકોની ભીડ, જુઓ તસ્વીરો

આ પણ વાંચોઃ Tokyo Olympicsમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારત પરત ફર્યો બજરંગ પુનિયા, ઘરે પહોંચતા જ માતાને મેડલ પહેરાવ્યો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">