AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shane Warne Passes Away: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની વયે નિધન

એક નિવેદનમાં જણાવ્યું હતું કે વોર્ન થાઈલેન્ડના એક વિલામાં હતો જ્યાં તે શનિવારે સવારે (ઓસ્ટ્રેલિયન સમય મુજબ) બેભાન હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ મેડિકલ ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે હોશમાં આવી શક્યો ન હતો. એવું માનવામાં આવે છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

Shane Warne Passes Away: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની વયે નિધન
Shane Warne - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 8:16 PM
Share

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ-સ્પિનર ​​શેન વોર્નનું નિધન (Shane Warne Passes Away) થયું છે. તેઓ 52 વર્ષના હતા. ઓસ્ટ્રેલિયન ન્યૂઝ ચેનલ ફોક્સ સ્પોર્ટના રિપોર્ટ અનુસાર શેન વોર્ન થાઈલેન્ડમાં હતો અને ત્યાં તેનું અચાનક શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. ફોક્સ સ્પોર્ટે શેન વોર્નની મેનેજમેન્ટ એજન્સીને ટાંકીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે વોર્ન થાઈલેન્ડના એક વિલામાં હતો જ્યાં તે શનિવારે સવારે (ઓસ્ટ્રેલિયન સમય મુજબ) બેભાન હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ મેડિકલ ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે હોશમાં આવી શક્યો ન હતો. એવું માનવામાં આવે છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના (Australian Cricket Team) એક જ દિવસમાં બે દિગ્ગજ ખેલાડીઓના મોતથી સમગ્ર ક્રિકેટ જગત આઘાતમાં છે.

નિવેદન અનુસાર, શેન વોર્ન થાઈલેન્ડના કોહ સમુઈ ટાપુમાં હતો અને ત્યાં તેના વિલામાં રહેતો હતો. શેન વોર્નના પરિવારે ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે બાકીની માહિતી યોગ્ય સમયે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારત સામે ડેબ્યુ, શાનદાર કારકિર્દી

શેન વોર્ને 1992માં ભારત વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ ટેસ્ટમાં માત્ર 2 વિકેટ લીધી હતી. પરંતુ તે પછી તેને રોકવો મુશ્કેલ બની ગયો અને દરેક બેટ્સમેન તેની સ્પિનના ઇશારે નાચતા રહ્યા. તેની લગભગ 16 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં વોર્ન સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં સામેલ હતો.

તેણે તેની 145 ટેસ્ટ કારકિર્દીમાં 708 વિકેટો લીધી હતી અને તે માત્ર શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન (800 વિકેટ) બાદ બીજા સૌથી સફળ બોલર હતા. તેણે 194 વનડેમાં 293 વિકેટ પણ લીધી હતી. 1999ના વર્લ્ડ કપ ફાઇનલમાં તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો અને ટીમને ખિતાબ અપાવ્યો હતો.

એક જ દિવસમાં બે દિગ્ગજોના મોત થયા

શુક્રવાર 4 માર્ચ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે સારો દિવસ નહોતો. ઓસ્ટ્રેલિયાએ એક જ દિવસમાં તેના બે મહાન દિગ્ગજો ગુમાવ્યા. શુક્રવારે સવારે ભૂતપૂર્વ વિકેટકીપર રોડની માર્શે દુનિયાને અલવિદા કહી દીધું. તેમનું મૃત્યુ પણ હાર્ટ એટેકના કારણે થયું હતું. ખુદ શેન વોર્ને પણ સવારે માર્શના નિધન પર ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

શેન વોર્નના મૃત્યુના સમાચારે ઓસ્ટ્રેલિયા સહિત સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી દીધું હતું.

આ પણ વાંચો: IND v SL: રિષભ પંતની તાબડતોબ બેટિંગ, પહેલી ટેસ્ટમાં પહેલા દિવસના અંતે ભારતનો સ્કોર 357/6

આ પણ વાંચો: Women’s World Cup 2022: મહિલા વર્લ્ડ કપની શરૂઆત થતા ગુગલે ડુડલ રિલીઝ કર્યું

g clip-path="url(#clip0_868_265)">