Women’s World Cup 2022: મહિલા વર્લ્ડ કપની શરૂઆત થતા ગુગલે ડુડલ રિલીઝ કર્યું
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં પહેલી મેચ યજમાન ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ હતી. જેમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમે શાનદાર પ્રદર્શન કરતા 3 રને ટુર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી હતી.
ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ 2022 (Women’s World Cup 2022)ની શરૂઆત આજ (4 માર્ચ)થી થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડના ઓવલ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની શરૂઆત થઈ છે. આ ટુર્નામેન્ટમાં પહેલી મેચ યજમાન ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ભારતીય સમય પ્રમાણે સવારે 6ઃ30 વાગ્યે શરૂ થઈ હતી. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 3 એપ્રિલના રોજ રમાશે. સમગ્ર ટુર્નામેન્ટ કુલ 6 સ્થળો પર રમાશે અને તેમાં કુલ 31 મેચ રમાશે.
મહિલા વન-ડે વર્લ્ડ કપ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં કોરોના કહેરને જોતા સ્ટેડિયમમાં માત્ર 10% જ દર્શકોને પ્રવેશવાની મંજુરી આપી છે. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. તમામ મેચો છ સ્થળો ડુનેડિન, ઓકલેન્ડ, ક્રાઈસ્ટચર્ચ, હેમિલ્ટન, વેલિંગ્ટન અને માઉન્ટ માઉંગાનુઈ સ્થળ પર રમાશે.
આ વચ્ચે સર્ચ એન્જિન ગુગલે (Google) મહિલા વર્લ્ડ કપની શરૂઆત પર એક ખાસ ડુડલ (Google’s Doodle) તૈયાર કર્યું છે. આ ડુડલ પર ક્લિક કરતા જ મહિલા વન-ડે વર્લ્ડ કપ સાથે જોડાયેલી તમામ જાણકારી સામે આવશે. તેના પર લાલ રંગની બોલ સ્ક્રીન પર ચારેય તરફ ફરતી જોવા મળશે અને ડુડલ નીચે આપેલા આઇકોન પર ક્લિક કરતા તે ડુડલ વીડિયો ફરીથી શરૂ થતો જોવા મળશે.
*sets alarms for all India matches* ⏰⏰⏰
Today’s #GoogleDoodle marks the beginning of this year’s Women’s Cricket World Cup tournament. Read more about its history here: https://t.co/TujiAJdqaK. pic.twitter.com/qUWr9g4VJx
— Google India (@GoogleIndia) March 4, 2022
મહામારીને પગલે ટુર્નામેન્ટ મોડી શરૂ થઇ
કોરોના મહામારીના કારણે ક્રિકેટ જગત ઘણું પ્રભાવિત થયું છે. ઘણી મેચ રદ્દ કરવી પડી તો ઘણી મેચ પાછળ ઠેલવી પડી હતી તો અત્યાર સુધી મોટાભાગની મેચ દર્શક વગર રમાડવામાં આવી હતી. મહિલા વર્લ્ડ કપ પણ આ પહેલા 2021માં રમાવાની હતી. પરંતુ કોરોના મહામારીના કારણે તેને એક વર્ષ માટે સ્થગીત કરી દેવી પડી હતી.
ગત વન-ડે વર્લ્ડ કપની વાત કરીએ તો ઈંગ્લેનડે ફાઈનલમાં ભારતીય ટીમને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ અત્યાર સુધી 4 વાર વન-ડે વર્લ્ડ કપ જીતી ચુકી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી સૌથી વધુ 6 વાર વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યા છે. મહિલા વિશ્વ કપ પહેલીવાર 1973માં ઈંગ્લેન્ડમાં રમાયો હતો. જોકે અત્યારે રમાયેલ રહેલ વર્લ્ડ કપ પહેલા અભ્યાસ મેચમાં ઇંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયાએ માત આપી હતી.
આ પણ વાંચો : Women’s World Cup 2022: ઓસ્ટ્રેલિયાની ખેલાડી ટોયલેટમાં 20 મિનિટ સુધી કેદ થઇ, જાણો શું છે હકિકત
આ પણ વાંચો : IND vs SL: ટેસ્ટમાં વિરાટ કોહલીની ટેસ્ટ મેચની ‘સદી’! મોહાલીના મેદાન પર રાહુલ દ્રવિડ દ્વારા સન્માન