Women’s World Cup 2022: પાકિસ્તાને ભારત બાદ ઓસ્ટ્રેલિયા સામે પણ મેળવી હાર, ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર

ઓસ્ટ્રેલિયાએ પણ પાકિસ્તાન (Pakistan) ના હાલ એવા જ કર્યા છે જે ભારતે કર્યા હતા. હવે સ્થિતિ એવી છે કે પાકિસ્તાનની મહિલા ટીમને ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી બહાર રહેવાની મોટી સમસ્યાનો સામનો કરવાનુ સંકટ તોળાયુ છે.

Women’s World Cup 2022: પાકિસ્તાને ભારત બાદ ઓસ્ટ્રેલિયા સામે પણ મેળવી હાર, ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર
Australia Vs Pakistan: ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામે એક પણ મેચ હાર્યુ નથી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 3:07 PM

આંકડા સાક્ષી આપે છે કે શા માટે ઓસ્ટ્રેલિયા (Australia Women) આઇસીસી મહિલા વિશ્વ કપ 2022 (ICC Women’s World Cup 2022) માં સૌથી સફળ ટીમ છે. તેથી જ ડિફેન્ડિંગ ચેમ્પિયનનો રેકોર્ડ પોતાના માટે બોલે છે. ગયા વર્લ્ડ કપથી આ વર્લ્ડ કપ સુધીની તેની સફર જણાવે છે. ઓસ્ટ્રેલિયા શા માટે સૌથી સફળ ટીમ છે તે પણ તેની પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ (Pakistan Women Cricket Team) સામેની જીત પરથી સમજી શકાય છે. વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ પણ પાકિસ્તાનના હાલ એવા જ કર્યા છે જે ભારતે કર્યા હતા. હવે સ્થિતિ એવી છે કે પાકિસ્તાનની મહિલા ટીમને ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી બહાર રહેવાની મોટી સમસ્યાનો સામનો કરવાનુ સંકટ તોળાયુ છે.

ICC મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની બીજી મેચ પાકિસ્તાન સામે હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 92 બોલ બાકી રહેતા 7 વિકેટે જીતી લીધી હતી. એટલે કે, ઓસ્ટ્રેલિયાએ ના માત્ર પોઈન્ટ જ એકત્રિત કર્યા, પરંતુ રન રેટ પણ વધાર્યો છે. આ પહેલા તેણે પોતાની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. પાકિસ્તાન ટીમની પણ આ બીજી મેચ હતી. પ્રથમ મેચમાં તેને ભારત સામે 107 રનથી મોટી હાર મળી હતી.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

જેવા હાલ ભારતે કર્યા એવા જ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનના કર્યા

હવે તમે વિચારતા જ હશો કે ભારત અને ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની હારમાં શું સામાન્ય છે. અને આ સમાનતા એ છે કે જેમ ભારતીય ટીમ તેની સામે અજેય રથ પર સવાર છે. તે જ રીતે, ઓસ્ટ્રેલિયન ટીમ આજ સુધી પાકિસ્તાન સામે એક પણ વનડે હારી નથી.

ભારતે મહિલા વનડેમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે રમાયેલી તમામ 11 મેચો જીતી છે. જેમાંથી તેણે વર્લ્ડ કપમાં 4 જીત નોંધાવી છે. આ જ રીતે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને તેની 13મી જીતની સ્ક્રિપ્ટ લખી છે. આ જીત સાથે મહિલા વનડેમાં ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન પરનો રેકોર્ડ 13-0થી વધી ગયો છે.

ગત વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયાએ 33 વનડે જીતી છે

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પાકિસ્તાનને હરાવીને ગત વર્લ્ડ કપ બાદ તેની 33મી જીત નોંધાવી છે. તેણે આ સમયગાળા દરમિયાન 35 મેચ રમીને આ 33 જીતની કહાની લખી હતી. આ દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયામાં માત્ર વર્લ્ડ કપ જીતવાની શક્તિ નથી પરંતુ તેની રમતમાં સાતત્ય પણ છે. વિજયના આ અભિયાનમાં વધુ વધારો જોવા મળી શકે છે. કારણ કે હમણાં જ ICC મહિલા વર્લ્ડ કપ 2022 શરૂ થયો છે.

આ પણ વાંચોઃ IPL 2022: ધોની બેટની ધાર નિકાળવામાં વ્યસ્ત દેખાયો, સુરતમાં ચાલી રહેલ CSK ના ટ્રેનીંગ સેશનમાં ખૂબ પરસેવો વહાવ્યો, જુઓ Video

આ પણ વાંચોઃ Shane Warne: સુનિલ ગાવાસ્કરને આખરે પોતાની ભૂલ નો થયો અહેસાસ, શેન વોર્ન વાળા નિવેદન ખૂબ ટીકા થયા બાદ કરી સ્પષ્ટતા

g clip-path="url(#clip0_868_265)">