AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shane Warne: સુનિલ ગાવાસ્કરને આખરે પોતાની ભૂલ નો થયો અહેસાસ, શેન વોર્ન વાળા નિવેદન ખૂબ ટીકા થયા બાદ કરી સ્પષ્ટતા

સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) એ શેન વોર્ન (Shane Warne) ને ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ સ્પિનર ​​તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી તેમની ચારે બાજુ થી આકરી ટીકા થઈ હતી.

Shane Warne: સુનિલ ગાવાસ્કરને આખરે પોતાની ભૂલ નો થયો અહેસાસ, શેન વોર્ન વાળા નિવેદન ખૂબ ટીકા થયા બાદ કરી સ્પષ્ટતા
Sunil Gavaskar એ શેન વોર્નને લઇ નિવેદન કર્યુ હતુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 9:24 AM
Share

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને તેના સમયના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) જ્યારે કંઈ બોલે છે ત્યારે તેનું વજન હોય છે. પરંતુ, કંઈક કહેવાનો પણ યોગ્ય સમય હોય છે. ગાવસ્કર સમયને સમજી શક્યા ન હતા અને, શેન વોર્ન (Shane Warne) વિશે એવા સમયે તેના દ્વારા કંઈક કહેવામાં આવ્યું જ્યારે સમગ્ર વિશ્વ તેમના મૃત્યુને લઈને શોકમાં છે. વિશ્વ ક્રિકેટમાં શોકની લહેર વ્યાપેલી છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં નિરાશા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ (Cricket Australia) માટે આ એક મોટી ખોટ પડી છે. હવે આવી સ્થિતિમાં, તેવી વાતોની ટીકા તો થશે જ. પરંતુ, તે ટીકા બાદ હવે અફસોસ પણ થાય છે. આ જ કારણ છે કે ભૂલ સમજાયા બાદ લિટલ માસ્ટરે હવે પોતાના નિવેદન અંગે ખુલાસો કર્યો છે.

સુનીલ ગાવસ્કરે આપેલી સ્પષ્ટતાનો ઉલ્લેખ કરતા પહેલા એ પણ જાણો કે તેમણે શું કહ્યું. ગાવસ્કરે શેન વોર્નને ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ સ્પિનર ​​તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમને એમ પૂછવામાં આવ્યું કે શું તે શેન વોર્નને સર્વકાલીન મહાન સ્પિનર ​​માને છે, ગાવસ્કરે કહ્યું કે તે ભારતીય સ્પિનરો અને શ્રીલંકાના મુથૈયા મુરલીધરનને વોર્નથી ઉપર મૂકશે. મીડિયા રિપોર્ટ મુજબ એક વાતચીતમાં તેમણે કહ્યું, હું એવું નહીં કહું, મારી દ્રષ્ટિએ, ભારતીય સ્પિનર ​​અને મુથૈયા મુરલીધરન તેમના કરતા સારા છે. ‘આનું કારણ એ છે કે શેન વોર્નની ભારત સામે રેકોર્ડ સરેરાશ છે. તેણે ભારતમાં એક જ વાર નાગપુરમાં પાંચ વિકેટ લીધી હતી.

શેન વોર્ન અંગેના નિવેદન પર ગાવસ્કરે સ્પષ્ટતા કરી

હવે સુનીલ ગાવસ્કર એ કહેવાનું હતું, તેમની ટીકાઓએ જોર પકડ્યું છે. ઓસ્ટ્રેલિયન મીડિયા તેના પર ગુસ્સે ભરાયું હતું. અને આ બધાની વચ્ચે જ્યારે ભારતના પૂર્વ કેપ્ટનને પોતાની ભૂલનો અહેસાસ થયો તો તેમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને આ સમગ્ર મામલે પોતાનો ખુલાસો કર્યો. તેણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, ગત અઠવાડિયું ક્રિકેટ માટે દુઃખદાયક હતું, જેમાં અમે રમતના બે સૌથી મોટા ખેલાડીઓ શેન વોર્ન અને રોડની માર્શને ગુમાવ્યા.

વોર્ન વિશેના પોતાના નિવેદન પર તેણે કહ્યું કે મને એક એન્કર દ્વારા પૂછવામાં આવ્યું કે શું શેન વોર્ન સૌથી મહાન સ્પિનર ​​છે? મેં તેમને મારો જવાબ પ્રામાણિકપણે રાખ્યો હતો.

તે પ્રશ્ન પૂછવો ન જોઈએઃ ગાવસ્કર

સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ‘આ પ્રશ્ન ન પૂછવો જોઈતો હતો અને ન તો તેનો જવાબ આપવો જોઈતો હતો કારણ કે આ કોઈ તુલનાત્મક જવાબ આપવાનો સમય નથી. વોર્ન સર્વકાલીન મહાન ક્રિકેટરોમાંનો એક હતો, રોડ માર્શ આ રમતમાં જોયેલા મહાન વિકેટકીપરોમાંના એક હતા. તેમના આત્માને શાંતિ મળે.

આ પણ વાંચોઃ IPL 2022: ધોની બેટની ધાર નિકાળવામાં વ્યસ્ત દેખાયો, સુરતમાં ચાલી રહેલ CSK ના ટ્રેનીંગ સેશનમાં ખૂબ પરસેવો વહાવ્યો, જુઓ Video

આ પણ વાંચોઃ IND vs SL: અક્ષર પટેલ બીજી ટેસ્ટમાં અક્ષર પટેલની થશે એન્ટ્રી! ગત વર્ષે ડે નાઇટ ટેસ્ટમાં મચાવી દીધી હતી ધૂમ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">