PAK vs AUS: પાકિસ્તાન પ્રવાસની વન ડે સિરીઝ અને T20 માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાંથી સ્ટાર ખેલાડીઓ ગાયબ, IPL ની દેખાઇ અસર!

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ODI અને T20 ટીમ પર મહોર લગાવી દીધી છે, ટીમની આ પસંદગી પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની અસર દેખાઈ રહી છે.

PAK vs AUS: પાકિસ્તાન પ્રવાસની વન ડે સિરીઝ અને T20 માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાંથી સ્ટાર ખેલાડીઓ ગાયબ, IPL ની દેખાઇ અસર!
ગ્લેન મેક્સવેલ પણ પાકિસ્તાન સામેની શ્રેણીમાં રમતો જોવા મળશે નહીં.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 9:35 AM

ટેસ્ટ શ્રેણી માટે 18 સભ્યોની ટીમ પસંદ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન (Australia Vs Pakistan) સામેની ODI અને T20 ટીમ પર પણ મહોર લગાવી દીધી છે. ટીમની આ પસંદગી પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની અસર સ્પષ્ટ પણે જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાના મોટા નામના ખેલાડીઓ વ્હાઇટ બોલ સિરીઝની ટીમમાંથી ગાયબ છે. જેમાં ડેવિડ વોર્નર (David Warner), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડના નામ સામેલ છે. આ તમામ સ્ટાર્સ છે જે IPL 2020 માં રમતા જોવા મળનારા છે. આ સિવાય ગ્લેન મેક્સવેલ પણ તેના નવા નવા લગ્નને કારણે આ શ્રેણીમાં રમતો જોવા મળશે નહીં.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માર્ચ-એપ્રિલમાં ODI અને T20 સિરીઝ રમાશે. 29 માર્ચથી 2 એપ્રિલ સુધી રમાનારી પ્રથમ 3 ODI મેચની શ્રેણી હશે. ત્યાર બાદ એકમાત્ર T20 રમાશે, જે 5 એપ્રિલે રમાશે. બંને દેશો વચ્ચેની વ્હાઇટ બોલ સિરીઝનું આયોજન માત્ર એક જ શહેર રાવલપિંડીમાં થશે.

5 મોટા નામ બહાર પરંતુ CA તરફથી 6 એપ્રિલ સુધી કોઈ રજા નહીં

ઓસ્ટ્રેલિયાના 5 મોટા ખેલાડીઓ પાકિસ્તાન સામેની ODI અને T20 શ્રેણીમાંથી બહાર છે. આ તમામ ખેલાડીઓનો IPL 2022 માં કરાર ધરાવે છે. પરંતુ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા તેમને 6 એપ્રિલ સુધી રજા આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં તેઓ IPL 2022 ના પહેલા સપ્તાહમાં રમતા જોવા મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ સિવાય મેથ્યુ વેડે ને પણ પ્રવાસ પર માત્ર એક ટી-20 ના કારણે ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. મતલબ કે તેની જગ્યાએ જોસ ઈંગ્લિસ વિકેટકીપિંગની જવાબદારી સંભાળતો જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે સફેદ બોલની શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

ODI અને T20 માટે પસંદ કરાયેલી ટીમમાં તે 5 ખેલાડીઓને છોડી દેવામાં આવે તો, તેમાંથી મોટાભાગના એ જ ચહેરાઓ છે જે ટેસ્ટ શ્રેણીમાં પણ ટીમનો હિસ્સો છે.

પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની ODI અને T20 ટીમ

એરોન ફિન્ચ (સી), સીન એબોટ, એશ્ટન એગર, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોસ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, બેન મેકડર્મોટ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ અને એડમ જમ્પા.

આ પણ વાંચોઃ IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 ટક્કરમાં 200 રનનો આંકડો વાત વાતમાં પાર થઇ જાય છે, જાણો અત્યાર સુધીના 5 સૌથી મોટા સ્કોર

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકા સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયા મેનેજર પદે BCCI એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ધવલ શાહ ને નિયુક્ત કર્યા

g clip-path="url(#clip0_868_265)">