AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: શ્રેયસ અય્યર કે તિલક વર્મા, કોની સાથે રમશે ટીમ ઈન્ડિયા, રોહિત શર્માનું વધ્યું ટેન્શન

તિલક વર્માએ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને તેણે જે પ્રકારની બેટિંગ કરી હતી તેનાથી બધાને પ્રભાવિત કર્યા હતા. શ્રેયસ અય્યર લાંબા સમય બાદ ઈજામાંથી સાજો થઈને પુનરાગમન કરી રહ્યો છે ત્યારે પ્લેઈંગ-11માં સ્થાન મેળવવા બંને વચ્ચે ટક્કર જોવા મળશે.

Asia Cup 2023: શ્રેયસ અય્યર કે તિલક વર્મા, કોની સાથે રમશે ટીમ ઈન્ડિયા, રોહિત શર્માનું વધ્યું ટેન્શન
Shreyas & Tilak
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 12:20 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગે (IPL) ભારતને ઘણા સ્ટાર્સ આપ્યા છે. તિલક વર્મા તેમાંથી એક છે. તિલક IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે અને વર્ષ 2022માં તેણે આ લીગમાં ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીએ પોતાની ડેબ્યૂ સિઝન માં જ બધાને પ્રભાવિત કર્યા હતા. ત્યારબાદ IPL-2023માં તિલક વર્માએ (Tilak Verma) કમાલ કરી હતી. તેની રમતમાં અદ્ભુત પરિપક્વતા જોવા મળી, જેના આધારે તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો. અહીં પણ તિલકે શાનદાર રમત દેખાડી અને પરિણામે તે એશિયા કપ (Asia Cup 2023) જેવી મોટી ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો અને હવે તે પ્લેઈંગ-11માં જગ્યા બનાવવા માટે શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી રહ્યો છે.

કેપ્ટન રોહિત શર્માનું વધ્યું ટેન્શન

એશિયા કપ માટે પસંદ કરાયેલી ટીમમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની વાપસી થઈ છે. બંને ઈજાથી પરેશાન હતા અને લાંબા સમયથી ટીમની બહાર હતા. રાહુલ અંગે જોકે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું છે કે તે 2-3 સપ્ટેમ્બર સુધીમાં ફિટ થઈ જશે. આનો અર્થ એ થયો કે 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રાહુલની ટીમનો હિસ્સો બનવાની શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ શ્રેયસ અય્યરનું રમવું લગભગ નક્કી છે. જો અય્યરને પ્લેઈંગ 11માં રમાડવામાં આવે તો તિલક વર્માને બહાર બેસવું પડી શકે છે, એવામાં બેમાંથી કોને પસંદ કરવો તે રોહિત શર્મા માટે માથાનો દુખાવો સમાન છે.

તિલકને પ્લેઈંગ 11માં રમવાથી ટીમને ફાયદો !

જ્યારે કેપ્ટન રોહિત શર્મા પ્લેઇંગ-11 પસંદ કરવા બેસે છે, ત્યારે તેની સામે સમસ્યા એ હશે કે મિડલ ઓર્ડરમાં તિલકને તક આપવી કે અય્યરને રમાડવો? અય્યર ટીમ ઈન્ડિયામાં વનડેમાં નંબર-4 પર રમે છે. છેલ્લા કેટલાક સમયથી અય્યરે આ નંબર પર સારો દેખાવ કર્યો છે પરંતુ ઈજામાંથી વાપસી કરવી સરળ નથી. આ કિસ્સામાં, અય્યર સંપૂર્ણપણે તેના જૂના રંગમાં પાછા આવી શકશે કે કેમ તે અંગે શંકા રહેશે. તિલકે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં નંબર-4 પર બેટિંગ કરી અને પ્રભાવિત કર્યા, તેથી આ નંબર પર તેનો દાવો પણ મજબૂત બન્યો છે.

મિડલ ઓર્ડરમાં ભિન્નતા જોવા મળશે

જો તિલક રમે છે તો તે ટીમમાં મોટો ગેપ ભરી શકે છે. તિલક ડાબોડી બેટ્સમેન છે અને ટીમ ઈન્ડિયા પાસે ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન નથી. ઈશાન કિશન છે પરંતુ તેના માટે શુભમન ગિલ અને રોહિત જેવા ઓપનરો સાથે રમવું શક્ય નથી. તિલકના આવવાથી ટીમના મિડલ ઓર્ડરમાં ભિન્નતા જોવા મળશે, જે વિપક્ષી ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તે ઝડપી રન બનાવી શકે છે અને ઇનિંગ્સને સંભાળવાની શક્તિ પણ ધરાવે છે. એટલા માટે નંબર-4 પર તિલકને રમાડવામાં ફાયદો થઈ શકે છે.

અય્યરનો અનુભવ કામમાં આવશે

પરંતુ અય્યર તેની સાથે અનુભવ લાવે છે. તે આ નંબર પર સતત સારો દેખાવ કરી ચૂક્યો છે. ટીમ ઈન્ડિયા ઘણા સમયથી નંબર-4ની સમસ્યાથી ઝઝૂમી રહી હતી, પરંતુ અય્યરે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો. વર્લ્ડ કપ પણ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, તેથી અય્યર જેટલી વધુ મેચો રમશે તેટલું તેના માટે સારું રહેશે. જો અય્યર તેના જૂના રંગમાં આવે તો તે ખૂબ જ સારી રીતે નંબર-4 પર કામ કરી શકે છે. અય્યર જરૂર પડ્યે ઝડપી રન પણ બનાવી શકે છે અને સંયમથી ઇનિંગ્સને સંભાળી શકે છે.

આ પણ વાંચો : World Cup 2023: ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા વિરાટ-રોહિત નિભાવશે, સચિન-યુવરાજની ભૂમિકા!

કોને મળશે તક?

હવે ટીમ ઈન્ડિયા અહીં અટવાઈ ગઈ છે. ટીમ સમક્ષ પ્રશ્ન એ છે કે અનુભવ સાથે જવું જોઈએ કે વિવિધતા સાથે. અય્યરને ભારતનું ભવિષ્ય માનવામાં આવે છે. તે યુવાન પણ છે અને તેની બેટિંગ પણ શાનદાર છે. એવી સંભાવના છે કે ટીમ મેનેજમેન્ટ અય્યરને તક આપે અને તેને વર્લ્ડ કપ માટે તૈયાર કરે. વર્લ્ડ કપ પહેલા અય્યર જેટલી વધુ મેચ પ્રેક્ટિસ કરશે, તેટલું જ તેના અને ટીમ ઈન્ડિયા માટે સારું રહેશે. જો અય્યર ફિટ ન હોય તો તિલકને તક મળી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">