Asia Cup 2023: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ બાબર આઝમનું મોટું નિવેદન

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમની જાહેરાત બાદ બાબર આઝમે મોટું નિવેદન આપ્યું છે. અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી પહેલા તેણે જે કહ્યું તેના દ્વારા તેણે ભારત માટે મોટો સંદેશ છોડ્યો છે.

Asia Cup 2023: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ બાબર આઝમનું મોટું નિવેદન
Babar Azam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 10:35 AM

એશિયા કપ (Asia Cup 2023) માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં 17 ભારતીય ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ પછી શ્રીલંકામાં હાજર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે (Babar Azam) મોટું નિવેદન આપ્યું છે. તેણે જે કહ્યું તેના દ્વારા તે વાસ્તવમાં એક કાંકરે બે તીર મારતો જોવા મળ્યો હતો. પોતાના નિવેદનથી બાબરે અફઘાનિસ્તાન (Afghanistan)ને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો અને એશિયા કપમાં ટક્કર પહેલા ભારતને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો.

શ્રીલંકામાં બાબર આઝમની પ્રેસ કોન્ફરન્સ

હવે સવાલ એ છે કે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે શું કહ્યું? તો તેણે શ્રીલંકામાં 21 ઓગસ્ટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. બાબરની આ પ્રેસ કોન્ફરન્સ અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીને લઈને હતી. અફઘાનિસ્તાન સામેની સીરિઝ હજુ ચાલુ છે, પરંતુ બાબર આઝમ પહેલાથી જ શ્રીલંકામાં હાજર છે. બાબર પહેલા ત્યાં લંકા પ્રીમિયર લીગમાં રમી રહ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બાબર આઝમે શું કહ્યું?

જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં બાબર આઝમને પૂછવામાં આવ્યું કે તેઓ આટલા લાંબા સમયથી શ્રીલંકામાં છે તો તેમને કેવું લાગે છે? તેના પર પાકિસ્તાનના કેપ્ટને કહ્યું કે શ્રીલંકા તેના માટે બીજા ઘર જેવું છે. તેને અહીં રમવું ગમે છે. અફઘાનિસ્તાન પાકિસ્તાન સામેની 3 વનડે શ્રેણીનું યજમાન છે. હવે તેના દ્વારા આયોજિત શ્રેણી પહેલા, પાકિસ્તાનના કેપ્ટન શ્રીલંકાને પોતાનું ઘર કહ્યું છે જે તેના માટે ચેતવણીની ઘંટડીથી ઓછું નથી.

આ પણ વાંચો : IND vs PAK: એશિયા કપ 2023માં 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો કોણ કોના પર પડશે ભારે?

ભારત માટે બાબરનો સંદેશ!

બાબર આઝમનું આ નિવેદન દિલ્હીમાં એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ જ આવ્યું હતું. 2 સપ્ટેમ્બરે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત ટકરાવાના છે. આ ટક્કર શ્રીલંકાની ધરતી પર છે, જેને બાબર આઝમ પોતાનું બીજું ઘર કહી રહ્યો છે. મતલબ કે તે એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે પાકિસ્તાન અને શ્રીલંકાની સ્થિતિમાં બહુ ફરક નથી. એટલા માટે પહેલા અફઘાનિસ્તાન અને પછી એશિયા કપમાં ભારતનો સામનો કરવો પાકિસ્તાન માટે આસાન બની શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">