Asia Cupમાં 150 રન ફટકારનાર પ્રથમ કેપ્ટન બન્યો બાબર, ઈફ્તિખાર અહેમદના તોફાનથી નેપાળી ખેલાડી ધોવાયા, જુઓ Video
Asia Cup 2023 : કેપ્ટન બાબર આઝમે ફરી એકવાર ટીમને સાચવી લીધી હતી. 131 બોલમાં 151 રન બનાવીને બાબર આઝમ એશિયા કપમાં 150 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેની સાથે જ ઇફ્તિખાર અહેમદે 109ની તોફાની ઈનિંગ રમીને નેપાળી બોલરોને ધોઈ નાખ્યા હતા. બાબર આઝમ અને ઇફ્તિખાર અહેમદે આવીને પાકિસ્તાનની ઈનિંગ સંભાળી હતી

Multan : એશિયાઈ ટીમો વચ્ચેના ક્રિકેટના મહાકુંભની રોમાંચક શરુઆત થઈ છે. શરુઆતમાં નેપાળી ક્રિકેટરોએ પાકિસ્તાનીઓને હંફાવ્યા હતા. પણ કેપ્ટન બાબર આઝમે (Babar Azam) ફરી એકવાર ટીમને સાચવી લીધી હતી. 131 બોલમાં 151 રન બનાવીને બાબર આઝમ એશિયા કપમાં 150 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેની સાથે જ ઇફ્તિખાર અહેમદે 109ની તોફાની ઈનિંગ રમીને નેપાળી બોલરોને ધોઈ નાખ્યા હતા.
એક સમયે 27.5 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 124 રન પર 4 વિકેટ હતો. તે સમયે લાગી રહ્યુ હતુ કે એશિયા કપમાં ડેબ્યૂ કરી રહેલી નેપાળની ટીમ પાકિસ્તાની ટીમને હંફાવશે. ત્યારે જ બાબર આઝમ અને ઇફ્તિખાર અહેમદે આવીને પાકિસ્તાનની ઈનિંગ સંભાળી હતી. ત્યારબાદની 22.1 ઓવરમાં પાકિસ્તાનની ટીમે 2 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : PAK vs NEP: પાકિસ્તાનને મુલતાનમાં નેપાળે હંફાવ્યા બાદ અંતે 342 રન ખડક્યા, બાબર અને ઈફતીખારની સદી
બાબર આઝમે રચ્યો ઈતિહાસ
Babar Azam is flying out in the middle as he brings up 150!
His 50 runs since his century have come in just 20 balls! pic.twitter.com/NyGklUvJ7V
— Cricket on TNT Sports (@cricketontnt) August 30, 2023
વનડેમાં પાકિસ્તાની કેપ્ટન દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
- 158 – બાબર આઝમ vs ENG, એજબેસ્ટન, 2021
- 151 – બાબર આઝમ vs નેપાળ, મુલતાન, 2023
- 125* – શોએબ મલિક vs IND, કરાચી, 2008
- 125 – બાબર આઝમ vs ZIM, રાવલપિંડી, 2020
- 124 – શાહિદ આફ્રિદી vs BAN, દામ્બુલા, 2010
પાકિસ્તાન માટે સૌથી ઝડપી ODI સદી ( ઓછા બોલનો સામનો કરીને)
- 37 – શાહિદ આફ્રિદી vs SL, નૈરોબી, 1996
- 45 – શાહિદ આફ્રિદી vs IND, કાનપુર, 2005
- 53 – શાહિદ આફ્રિદી vs BAN, દામ્બુલા, 2010
- 61 – શરજીલ ખાન vs IRE, માલાહાઇડ, 2016
- 67 – બાસિત અલી vs WI, શારજાહ, 1993
- 67 – ઇફ્તિખાર અહેમદ vs NEP, મુલતાન, 2023
આ પણ વાંચો : Asia Cup 2023: ભારત-પાકિસ્તાન મેચ પર તોળાઈ રહ્યો છે ખતરો, રોમાંચની ‘આગ’ ક્યાંક ઓલવાઈ જશે!
8 વર્ષ બાદ પહેલી વનડે સેન્ચુરી
Iftikhar Ahmed has his first ODI hundred
Look what it means pic.twitter.com/WBDHtLXONZ
— Cricket on TNT Sports (@cricketontnt) August 30, 2023
બાબરે હંમેશાની જેમ સારી બેટિંગ કરતા વધુ એક શાનદાર સદી ફટકારી હતી, પરંતુ સૌથી મહત્વની બાબત ઈફ્તિખાર માટે હતી, જેણે વિસ્ફોટક ઈનિંગ રમીને પોતાની કારકિર્દીની પ્રથમ વનડે સેન્ચુરી ફટકારી હતી. ઈફ્તિખારે માત્ર 67 બોલમાં સદી સેન્ચુરી હતી.ઈફ્તિખારે પણ 49મી ઓવરમાં સેન્ચુરી ફટકારી હતી. તેણે 8 વર્ષના વનડે કરિયરમાં પ્રથમ સેન્ચુરી ફટકારી છે.
વર્ષ 2014 પછી આ પ્રથમ વખત છે જ્યારે છઠ્ઠા નંબરના બેટ્સમેને પાકિસ્તાન માટે વનડેમાં સેન્ચુરી ફટકારી હોય. તેના પહેલા ઉમર અકમલે આ કામ કર્યું હતું. ઈફ્તિખાર માત્ર 71 બોલમાં 109 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. ઇફ્તિખારે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
એશિયા કપ (ODI)માં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ પાર્ટનરશિપ
- 224 રન- મોહમ્મદ હાફીઝ, નાસિર જમશેદ (PAK) vs IND, મીરપુર, 2012
- 223 રન -શોએબ મલિક, યુનિસ ખાન (PAK) vs હોંગકોંગ, કોલંબો (SSC), 2004
- 214 રન- બાબર આઝમ, ઇફ્તિખાર અહેમદ (PAK) vs નેપાળ, મુલતાન, 2023
- 213 રન- વિરાટ કોહલી, એએમ રહાણે (IND) vs BAN, ફતુલ્લાહ, 2014
- 210 રન- શિખર ધવન, રોહિત શર્મા (IND) vs PAK, દુબઈ, 2018
વનડેમાં પાકિસ્તાન માટે ચોથી વિકેટ માટે સર્વોચ્ચ પાર્ટનરશિપ
- 214 – બાબર આઝમ અને ઇફ્તિખાર અહેમદ vs NEP, મુલતાન, 2023
- 206 – મોહમ્મદ યુસુફ અને શોએબ મલિક vs IND, સેન્ચ્યુરિયન, 2009
- 198* – મિસ્બાહ-ઉલ-હક અને કામરાન અકમલ vs AUS, અબુ ધાબી, 2009
- 176 – યુનિસ ખાન અને ઉમર અકમલ vs એસએલ, કોલંબો (આરપીએસ), 2009
- 172 – સલીમ મલિક અને બાસિલ અલી vs WI, શારજાહ, 1993