AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs NEP: પાકિસ્તાનને મુલતાનમાં નેપાળે હંફાવ્યા બાદ અંતે 342 રન ખડક્યા, બાબર અને ઈફતીખારની સદી

Pakistan vs Nepal, Asia cup 2023:પાકિસ્તાનને નેપાળ સામે રમતા શરુઆત હાંફતા હાંફતા કરવી પડી હતી. પ્રથમ 100 રનના આંકડાને પાર કરવા માટે પાકિસ્તાને 22 મી ઓવર સુધી રાહ જોવી પડી હતી. નેપાળના બોલરોએ પાકિસ્તાનના શરુઆતી બેટરને પરેશાન કરી દીધા હતા.

PAK vs NEP: પાકિસ્તાનને મુલતાનમાં નેપાળે હંફાવ્યા બાદ અંતે 342 રન ખડક્યા, બાબર અને ઈફતીખારની સદી
બાબર આઝમે નોંધાવી સદી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 6:57 PM
Share

એશિયા કપની શરુઆત પાકિસ્તાનની ધરતી પરથી થઈ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુલાતાનમાં રમાઈ રહી છે. યજમાન પાકિસ્તાન પ્રથમ મેચમાં રમતા નેપાળ સામે હાંફતા હાંફતા સ્કોર નોંધાવ્યો છે. પ્રથમ મેચમાં ટોસ જીતીને પાકિસ્તાને બેટિંગ પસંદી કરી હતી. પાકિસ્તાનની ટીમની શરુઆત નેપાળ સામે ખરાબ રહી હતી. 6 વિકેટ ગુમાવીને પાકિસ્તાને 50 ઓવરમાં 342 રન નોંધાવ્યા હતા.

જોકે બાદમાં બાજી ખુદ કેપ્ટને સંભાળતા સ્કોર બોર્ડ 300ને પાર પાકિસ્તાનને નસીબ થયુ હતુ. શરુઆતમાં બંને ઓપનર એક બાદ એક ઝડપથી વિકેટ ગુમાવી દેતા જ ઘર આંગણે જ ટૂર્નામેન્ટની શરુઆતે મુશ્કેલીનો સામનો પાકિસ્તાને કર્યો હતો.માત્ર 25 રનમાં જ નેપાળ જેવી નબળી ટીમ સામે બંને ઓપનર ગુમાવીને 100 રનનો સ્કોર સુધી પહોંચવા માટે 22 ઓવરની રાહ જોવી પડી હતી. બાબર આઝમ અને ઈફ્તીખાર અહેમદે સદી નોંધાવતા ટીમનો સ્કોર 342 શક્ય બન્યો હતો.

પાકિસ્તાનની હાંફતા હાંફતા શરુઆત

જોકે શરુઆત ખૂબ જ ધીમી રહી હતી. શરુઆતમાં જ નેપાળના બોલર કરણ અને સોમપાલે ચૂસ્ત બોલિંગની શરુઆત કરતા ઘર આંગણે જ પાકિસ્તાનની સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. શરુઆતમાં જ ઈનીંગની ત્રીજી ઓવરમાં સોમપાલ કામીએ મેડન ઓવર કરીને ફખર ઝમાનને પરેશાન કરી દીધો હતો. જોકે બાદમાં કામીએ રન ગૂમાવ્યા હતા. ઓપનર ફખર ઝમાન માત્ર 14 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેમે 20 બોલનો સામનો કર્યો હતો. જ્યારે ઈમામ ઉલ હક માત્ર 5 રન 14 બોલનો સામનો કરીને નોંધાવી પરત ફર્યો હતો.

બાબર આઝમે બાદમાં મોરચો સંભાળતા મોહમ્મદ રિઝવાન સાથે મળીને ભાગીદારી નોંધાવતા સ્કોર 111 સુધી પહોંચાડ્યો હતો. જોકે રિઝવાન 44 રન નોંધાવી વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 50 બોલનો સામનો કર્યો હતો. આગા સલમાન પણ 5 રન નોંધાવીને વિકેટ ગુમાવી દેકા 27.5 ઓવરમાં માત્ર 124 રન 4 વિકેટે નોંધાયા હતા.

આઝમ અને ઇફ્તીખારની સદી

બીજી તરફ બાબર આઝમે મુશ્કેલ સમયમાં પોતાના ખભે જવાબદારી સંભાળતા સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. બાબર આઝમે ટીમનો સ્કોર 38મી ઓવરમાં 200ને પાર કરાવ્યો હતો.આગળની 9 ઓવરમાં તોફાની બેટિંગ કરતા સ્કોર બોર્ડ 300એ પહોંચ્યો હતુ. બાબરને ઈફ્તીકાર અહેમદે સાથ પુરાવતા બંનેએ પાકિસ્તાનની મુશ્કેલ રમતને અંતિમ 10 ઓવરમાં બદલી દીધી હતી.

ઈફ્તીખાર અહેમદે 71 બોલનો સામનો કરીને 109 રન નોંધાવ્યા હતા. તેણે 4 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બાબર આઝમે 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ અંતિમ 10 ઓવરમાં તોફાની બેટિંગ કરી હતી. બાબર કેચ આઉટ થઈને પરત ફર્યો હતો. જ્યારે શાદાબ ખાન 4 રન નોંધાવીને બોલ્ડ થયો હતો.

આ પણ વાંચોઃ Aravalli: શામળાજી નજીક ગાંજાનો જથ્થો ઝડપાયો, ખાનગી બસમાં સવાર મુસાફરના સ્વાંગમાં યુવક હેરફેર કરતો હતો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">