AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: એશિયા કપમાં પાકિસ્તાનની ખૂલી પોલ, ખેલાડીઓએ છોડવું પડ્યું મેદાન

એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનનો પર્દાફાશ થયો હતો. પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચમાં માત્ર એક ફ્લડલાઈટ બગડી હતી જેના કારણે રમત બંધ કરવી પડી હતી. જેના કારણે PCBને ઘણું ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મજાક ઉડાવી રહ્યું છે. એક તરફ પાકિસ્તાન આખી ટુર્નામેન્ટ રામદવાની વાત કરી રહ્યું હતું અને નહીં એક મેચમાં જ આવી મોટી ગડબડ થતાં પાકિસ્તાન બોર્ડ શરમજનક સ્થિતિમાં મુકાયું હતું.

Asia Cup 2023: એશિયા કપમાં પાકિસ્તાનની ખૂલી પોલ, ખેલાડીઓએ છોડવું પડ્યું મેદાન
Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 8:44 PM
Share

એશિયા કપ (Asia Cup 2023) ના સુપર-4 રાઉન્ડની પહેલી જ મેચમાં પાકિસ્તાનનું ભારે અપમાન થયું હતું. વાસ્તવમાં લાહોરમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી મેચ ગ્રાઉન્ડની ફ્લડ લાઈટ ખરાબ થવાના કારણે રોકવી પડી હતી. આ ઘટના પાકિસ્તાન (Pakistan) ની ઈનિંગની 5મી ઓવરમાં બની હતી. ગ્રાઉન્ડમાં એક ટાવરની લાઈટ જતી રહી જેના કારણે રમત બંધ કરવી પડી હતી. ખેલાડીઓએ લાંબા સમય સુધી ફ્લડ લાઈટ (Flood light) આવવાની રાહ જોઈ પરંતુ તે જલ્દી ચાલુ થઈ નહીં. જે બાદ તમામ ખેલાડીઓ પેવેલિયન પરત ફર્યા હતા.

પાકિસ્તાનમાં મેચના આયોજનને લઈ ઉઠયા સવાલ

આ ઘટના બાદ PCBને સોશિયળ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. PCB સતત સંપૂર્ણ એશિયા કપ ટુર્નામેન્ટનું આયોજન કરવાની વાત કરી રહ્યું હતું પરંતુ પાકિસ્તાનમાં જે મેચ યોજાઈ રહી છે તેનું આયોજન પણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી.

સ્ટેડિયમમાં ચાહકોની ઓછી હાજરી

PCBની મુશ્કેલીઓ માત્ર ખામીયુક્ત ફ્લડ લાઈટના કારણે નથી થઈ રહી. વાસ્તવમાં પાકિસ્તાનની મેચોમાં પણ સ્ટેડિયમ હાઉસ ફૂલ ન હતું. મતલબ કે ચાહકો બાબર એન્ડ કંપનીની મેચ જોવા નથી આવી રહ્યા. મુલતાન બાદ લાહોરનું સ્ટેડિયમ પણ ખાલી જોવા મળ્યું હતું. આ કારણે પણ ચાહકો PCBને ટ્રોલ કરી રહ્યા છે.

પાકિસ્તાની ફાસ્ટ બોલરોનો જાદુ

ફ્લડ લાઈટમાં ખામી હોવાથી PCBની ટીકા થઈ રહી હોવા છતાં, પાકિસ્તાનના ઝડપી બોલરોએ લાહોરમાં પોતાની તાકાત બતાવી હતી. પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહે મળીને બાંગ્લાદેશની 9 વિકેટ ઝડપી હતી અને બાંગ્લાદેશની ટીમ માત્ર 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ બાંગ્લાદેશને માત્ર 38.4 ઓવરમાં જ ઓલઆઉટ કરી દીધું હતું.

આ પણ વાંચો : World Cup: ટીમના ટ્રેનિંગ સેશન પર ડ્રોન દ્વારા જાસૂસી થવાનો ભય, કોચે ચિંતા વ્યક્ત કરી

હરિસ રઉફનો કમાલ

બાંગ્લાદેશ સામે હરિસ રઉફે અદભૂત રીતે ઝડપી બોલિંગ કરી હતી. આખી મેચમાં તેની એવરેજ સ્પીડ 145 કિમી/કલાકની રહી હતી. હરિસ રઉફે બાંગ્લાદેશના 4 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. સૌથી મોટી વાત એ છે કે હરિસ રઉફે 6 ઓવરમાં માત્ર 19 રન જ આપ્યા હતા. તેના સિવાય નસીમ શાહે પણ 3 વિકેટ ઝડપી હતી જ્યારે શાહીન શાહ આફ્રિદીને એક વિકેટ મળી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">