IND vs PAK: કોલંબોમાં પાકિસ્તાન સામે રોહિત શર્મા-વિરાટ કોહલી મચાવશે ‘કહેર’, શાનદાર છે બંનેનો રેકોર્ડ
એશિયા કપ 2023ના ગ્રુપ સ્ટેજની મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી, પરંતુ કેન્ડીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ ભારતના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. કોલંબોમાં પણ આવું થવાનો ખતરો રહેશે પરંતુ આ વખતે પાકિસ્તાન માટે રસ્તો આસાન નહીં હોય. જ્યાં આ મહક રમાવાની છે ત્યાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી છે અને હવે પાકિસ્તાન સામે ફરી દમદાર ઈનિંગ રમવા બંને તૈયાર છે.
એશિયા કપ 2023 (Asia Cup 2023) માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. બાબર આઝમની કપ્તાનીવાળી આ ટીમે ખાસ કરીને ભારત, નેપાળ અને બાંગ્લાદેશની બેટિંગને પોતાની બોલિંગથી માત આપી છે. પાકિસ્તાને (Pakistan) નેપાળ અને બાંગ્લાદેશ સામેની મેચો પણ જીતી હતી પરંતુ ભારત સામેની મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. સતત જોરદાર રમત દેખાડતી આ ટીમ ફરી એકવાર ટીમ ઈન્ડિયા (Team India) સાથે ટકરાવા જઈ રહી છે, પરંતુ આ વખતે પાકિસ્તાનનો રસ્તો આસાન નહીં હોય કારણ કે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા તેમના પર આફત બની રહેશે.
10 સપ્ટેમ્બરે પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો
સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ રમાશે. પ્રથમ મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ ટીમ ઈન્ડિયાની બેટિંગને તબાહ કરી નાખી હતી. ખાસ કરીને ટોપ ઓર્ડરમાં રોહિત અને કોહલી જેવા દિગ્ગજો સસ્તામાં આઉટ થયા હતા. સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં પાકિસ્તાનનું મનોબળ ઉંચુ હશે, પરંતુ તેમનું મનોબળ 10મી સપ્ટેમ્બરે ડગમગતું જોવા મળી રહ્યું છે.
કોલંબોમાં કોહલી-રોહિતના શાનદાર આંકડા
પ્રેમદાસા સ્ટેડિયમમાં કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ છેલ્લે 2017માં આ મેદાન પર બે મેચની વનડે સિરીઝ મેચ રમી હતી અને ઘણા રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રેણીની ચોથી મેચમાં કોહલી અને રોહિતે શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયા માટે રેકોર્ડ નોંધાવ્યો હતો. તે મેચમાં રોહિતે 104 રન અને કોહલીએ 131 રન બનાવ્યા હતા, જેના આધારે ભારતે કુલ 375 રન બનાવ્યા હતા.કોહલી માટે આ મેદાન વધુ સારું રહ્યું છે.
વર્તમાન ટીમમાં તેણે આ મેદાન પર સૌથી વધુ રન બનાવ્યા છે. કોહલીએ પ્રેમદાસા સ્ટેડિયમમાં માત્ર 8 ઇનિંગ્સમાં 104ની એવરેજથી 519 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને એક અડધી સદી સામેલ છે. કોહલીએ 2017માં આ મેદાન પર સતત બે સદી ફટકારી હતી.
આ પણ વાંચો : IND vs PAK: પાકિસ્તાની બોલરોના દમદાર પ્રદર્શન બાદ હવામાં બાબર આઝમ, ભારત સામેની મેચ પહેલા ભર્યો હુંકાર
ટીમ ઈન્ડિયાનો મજબૂત રેકોર્ડ
એટલું જ નહીં આ મેદાન પર 375 રન ODI ક્રિકેટના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. પ્રેમદાસા સ્ટેડિયમના 5 સૌથી મોટા સ્કોરમાંથી ત્રણ પણ ભારતના નામે છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર તેની છેલ્લી 5 મેચમાંથી 4માં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાનો ઓવરઓલ રેકોર્ડ પણ અહીં સારો છે. ભારતે પ્રેમદાસા સ્ટેડિયમમાં 46 મેચ રમી છે અને તેમાંથી 23માં જીત મેળવી છે. એકંદરે પ્રેમદાસા સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને મદદરૂપ છે, ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ પાકિસ્તાનની બોલરોની ધુલાઈ કરવા તૈયાર હશે.