AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: વિરાટ કોહલીએ પહેલા સદી ફટકારી, પછી ખૂબ કરી મસ્તી, જુઓ Video

વિરાટ કોહલીએ પ્રથમ બેટિંગ કરી હતી. તેણે આ મેચમાં અણનમ 122 રન બનાવ્યા હતા. આ સાથે કોહલીએ વનડેમાં પોતાના 13,000 રન પૂરા કરી લીધા છે. તેના સિવાય કેએલ રાહુલે પણ શાનદાર ઇનિંગ રમી અને અણનમ 111 રન બનાવ્યા. કોહલી તેની બેટિંગ બાદ મસ્તી કરતો જોવા મળ્યો હતો.

IND vs PAK: વિરાટ કોહલીએ પહેલા સદી ફટકારી, પછી ખૂબ કરી મસ્તી, જુઓ Video
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 12:03 AM
Share

પાકિસ્તાન સામે રમાયેલી એશિયા કપ 2023 (Asia Cup 2023) ની સુપર-4 મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં તેણે સદી ફટકારી હતી.આ મેચ 10 તારીખે યોજાવાની હતી પરંતુ વરસાદના કારણે તે થઈ શક્યું ન હતું. તેથી આ મેચ રિઝર્વ ડે એટલે કે 11મીએ રમાઈ હતી. આ દિવસે પણ વરસાદે પરેશાન કર્યા હતા છતાં વિરાટ કોહલી (Virat Kohli) ના વર્તનમાં કોઈ પરિવર્તન ન આવ્યું અને તેણે મેચમાં ખૂબ મસ્તી કરી હતી, સાથે જ સદી ફટકારી આ મેચને યાદગાર બનાવી હતી. પાકિસ્તાન (Pakistan) ની ઈનિંગ દરમિયાન વરસાદ પડ્યો અને પછી જ્યારે મેચ શરૂ થવાની હતી ત્યારે કોહલી મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.

કોહલીની સદી, વનડેમાં 13 હજાર રન પૂરા કર્યા

ભારતની ઈનિંગમાં કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે આ મેચમાં અણનમ 122 રન બનાવ્યા હતા. આ સાથે કોહલીએ વનડેમાં પોતાના 13 હજાર રન પણ પૂરા કરી લીધા હતા. તેના સિવાય કેએલ રાહુલે પણ શાનદાર ઈનિંગ રમી હતી અને અણનમ 111 રન બનાવ્યા હતા. આ બે સિવાય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પણ અડધી સદી ફટકારી હતી. રોહિતે 56 રન અને ગિલે 58 રનની ઈનિંગ રમી હતી.

કોહલીએ કર્યો ડાન્સ

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 356 રન બનાવ્યા હતા. પાકિસ્તાને બેટિંગ શરૂ કરી અને ફરી વરસાદ પડતાં માત્ર 11 ઓવર જ રમાઈ. થોડી વાર પછી વરસાદ બંધ થયો અને મેચ શરૂ થવાની હતી ત્યારે કોહલી મસ્તી કરતો જોવા મળ્યો હતો. કોહલી આ દરમિયાન ડાન્સ કરતો જોવા મળ્યો હતો. શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા તેની નજીક ઉભા હતા અને કોઈ કંઈ કરી રહ્યું ન હતું, માત્ર કોહલી જ ડાન્સ કરવામાં વ્યસ્ત હતો.

આ પણ વાંચો : IND vs PAK: પાકિસ્તાની બેટ્સમેન સાથે મેચમાં અકસ્માત, સામાન્ય ભૂલથી થયો ઈજાગ્રસ્ત, લોહી વહેવા લાગ્યું જુઓ Video

નેપાળ સામે પણ ડાન્સ કર્યો હતો

નેપાળ સામેની મેચમાં પણ કોહલીનો ડાન્સર અવતાર પણ જોવા મળ્યો હતો. કોહલી જ્યારે ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક નેપાળી ગીત વાગવા લાગ્યું અને પછી થોડીવાર સુધી કોહલી આશ્ચર્ય સાથે જોવા લાગ્યો કે આ ગીત ક્યાં વગાડવામાં આવી રહ્યું છે. પછી તેણે ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. તેનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">