AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: પાકિસ્તાની બોલરોના દમદાર પ્રદર્શન બાદ હવામાં બાબર આઝમ, ભારત સામેની મેચ પહેલા ભર્યો હુંકાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે સુપર ફોરની મેચ રમાશે. ગ્રુપ સ્ટેજમાં જ્યારે બંને ટીમો આમને-સામને હતી, ત્યારે વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરીને 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી શાહીન શાહ આફ્રિદીનો શિકાર બન્યા હતા. હવે સુપર-4 રાઉન્ડમાં પણ પાકિસ્તાન તેની મજબૂત બોલિંગથી ભારતીય ખેલાડીઓને પરેશન કરવા પ્રયાસ કરશે.

IND vs PAK: પાકિસ્તાની બોલરોના દમદાર પ્રદર્શન બાદ હવામાં બાબર આઝમ, ભારત સામેની મેચ પહેલા ભર્યો હુંકાર
India vs Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 7:02 PM
Share

એશિયા કપ 2023 (Asia Cup 2023)માં સુપર ફોરની મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનની આ જીત બાદ કેપ્ટન બાબર આઝમે જે કહ્યું તે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. હકીકતમાં 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે સુપર ફોરની મેચ રમાશે. પાકિસ્તાને તેની પ્રથમ સુપર ફોર મેચમાં બાંગ્લાદેશ સામે મોટી જીત મેળવી હતી અને હવે તેમની નજર ટીમ ઈન્ડિયા પર છે. કેપ્ટન બાબર આઝમે (Babar Azam) જીત બાદ તેમની ટીમના ઝડપી બોલરોની બોલિંગના વખાણ કર્યા હતા. તેનું કહેવું છે કે ભારત સામેની મોટી મેચ પહેલા ફાસ્ટ બોલરોના પ્રદર્શનને કારણે ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.

ફાસ્ટ બોલરોએ પાકિસ્તાનનો આત્મવિશ્વાસ વધાર્યો

પાકિસ્તાનના ઝડપી બોલરોએ મળીને કુલ 8 વિકેટ ઝડપી હતી. શાહીન શાહ આફ્રિદીને એક, નસીમ શાહને 3 અને હાસિફ રઉફને 4 સફળતા મળી હતી. ઝડપી બોલરોએ મળીને બાંગ્લાદેશનો દાવ 38.4 ઓવરમાં 193 રનમાં સમેટી દીધો હતો. પાકિસ્તાને 194 રનનો ટાર્ગેટ 63 બોલ પહેલા હાંસલ કરી લીધો હતો. બાબરે કહ્યું કે જીતનો શ્રેય આખી ટીમને જાય છે, ખાસ કરીને પ્રથમ 10 ઓવરમાં પહેલા શાહીન અને પછી રઉફે કમાલ કરી હતી. આ જીતથી પાકિસ્તાન ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.

આ પણ વાંચો : Asia Cup 2023: પાકિસ્તાનના ઝડપી બોલરો એશિયા કપમાં મચાવી રહ્યા છે ધમાલ, જાણો શું છે તેમની ઘાતક બોલિંગનું રહસ્ય

પાકિસ્તાન મોટી મેચ માટે તૈયાર

પાકિસ્તાની કેપ્ટને કહ્યું કે તે હંમેશા મોટી મેચો માટે તૈયાર હોય છે. તે ભારત સામે આગામી મેચમાં પોતાનું 100 ટકા આપશે. તેણે કહ્યું કે ટીમ કોઈ દબાણ અનુભવી રહી નથી. દરેક ખેલાડી મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

છેલ્લી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી

સુપર ફોર પહેલા ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, પરંતુ વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શાહીન શાહ આફ્રિદીએ પ્રથમ 10 ઓવરમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને પેવેલિયન મોકલી દીધા હતા. ટીમ ઈન્ડિયા માટે શરૂઆતની 10 ઓવર સૌથી મુશ્કેલ હતી અને બાબર આઝમે શરૂઆતની 10 ઓવરને પોતાની તાકાત ગણાવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">