AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: પાકિસ્તાનના ઝડપી બોલરો એશિયા કપમાં મચાવી રહ્યા છે ધમાલ, જાણો શું છે તેમની ઘાતક બોલિંગનું રહસ્ય

એશિયા કપ 2023માં પાકિસ્તાનના બોલરોમાં ધમાલ મચાવી રહ્યા છે. બાબર આઝમની પેસ ત્રિપુટી વિપક્ષી બેટ્સમેનોને પરેશાન કરી રહી છે. હરિસ રઉફ, શાહીન આફ્રિદી અને નસીમ શાહ આટલી જોરદાર બોલિંગ કેવી રીતે કરે છે તેનો જવાબ ખૂબ જ રસપ્રદ છે. આવો તમને જણાવીએ પાકિસ્તાની ફાસ્ટ બોલરોના રહસ્ય જે તેમને અન્ય ટીમોના ફાસ્ટ બોલરોથી અલગ બનાવે છે.

Asia Cup 2023: પાકિસ્તાનના ઝડપી બોલરો એશિયા કપમાં મચાવી રહ્યા છે ધમાલ, જાણો શું છે તેમની ઘાતક બોલિંગનું રહસ્ય
Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 6:29 PM
Share

શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi), હરિસ રઉફ અને નસીમ શાહ, આ ત્રણ નામો હાલમાં એશિયા કપ 2023 (Asia Cup 2023) માં કમાલ કરી રહ્યા છે. પાકિસ્તાનની આ પેસ ત્રિપુટીએ વિરોધી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા છે. શું વિરાટ, શું રોહિત અને શું શુભમન ગિલ, આ બધા પાકિસ્તાની ફાસ્ટ બોલરો સામે લાચાર નજરે પડી રહ્યા છે. પાકિસ્તાન (Pakistan) ના આ ઝડપી બોલરો પાસે પેસ, બાઉન્સ છે અને સાથે જ તેમની પાસે સ્વિંગ અને સીમ બંને છે. સાથે જ શાહીન, હરિસ રઉફ (Haris Rauf) અને નસીમ સતત એક જ લેન્થ પર બોલિંગ કરે છે, જેના કારણે તેમને વિકેટ લેવાની તકો ઉભી થાય છે.

પાકિસ્તાનમાં રમાઈ છે ટેપ બોલ ક્રિકેટ

હવે સવાલ એ છે કે પાકિસ્તાનના ત્રણેય બોલર આટલું સારું પ્રદર્શન કરી રહ્યા છે તેની પાછળનું કારણ શું છે? તમને જણાવી દઈએ કે આ સવાલનો જવાબ ઇલેક્ટ્રિકલ ટેપમાં છુપાયેલું છે. પાકિસ્તાનના તમામ ફાસ્ટ બોલરો નાના મેદાનમાં બોલિંગ કરવાની કળા શીખે છે. આ મેદાનોમાં ખાસ પ્રકારના બોલથી ક્રિકેટ રમાય છે. આ બોલ ખાસ છે કારણ કે તેની સાથે ઇલેક્ટ્રિકલ ટેપ જોડાયેલ છે. પાકિસ્તાનમાં દરેક જગ્યાએ, ટેનિસ બોલ પર ઇલેક્ટ્રિકલ ટેપ લગાવવામાં આવે છે અને તે પછી ટેપ બોલ ક્રિકેટ રમાય છે.

ટેપ બોલ ક્રિકેટથી ઝડપી બોલરોને ઘણો ફાયદો

ટેનિસ બોલ પર ટેપ લગાવવાથી તે થોડો ભારે થઈ જાય છે અને સાથે જ બોલની સ્પીડ પણ વધી જાય છે. પાકિસ્તાનમાં ટેપ બોલ ક્રિકેટ સિમેન્ટની બનેલી પીચો પર રમાય છે અને આ પ્રકારની ક્રિકેટમાં માત્ર ઝડપી બોલરો જ બેટ્સમેનોની સામે ટકી શકે છે. ફાસ્ટ બોલરો પાસે ટકી રહેવાનો એક જ વિકલ્પ હોય છે, મહત્તમ સ્પીડથી બોલ ફેંકવાનો. તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનના આ ટેપ બોલ ક્રિકેટમાં ઘણા બોલરોની સ્પીડ 150 કિમી પ્રતિ કલાક કરતાં વધુ છે. શાહીન શાહ આફ્રિદી, હારીસ રઉફ અને નસીમ શાહે પણ આ ટેપ બોલ ક્રિકેટથી રમવાનું શરૂ કર્યું અને પછી જ તેમની સ્પીડ પણ વધી હતી.

આ પણ વાંચો : Asia Cup 2023: કોલંબોનું મેદાન પાણીમાં ડૂબી ગયું, છતાં ટીમ ઈન્ડિયાએ કરી પ્રેક્ટિસ

ટેપ બોલ ઝડપ કેવી રીતે વધારે છે?

હવે તમે વિચારતા હશો કે ટેપ બોલ ક્રિકેટ રમવાથી સ્પીડ કેવી રીતે વધે છે? ટેપ બોલ ઝડપથી ફેંકવા માટે બોલરો તેમની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરે છે. એક જ વસ્તુ વારંવાર કરવાથી, બોલ ઝડપથી ફેંકવો તેમની આદત બની જાય છે. આ સાથે ટેપ બોલ ક્રિકેટ રમવાથી દરેક બોલરની આર્મ સ્પીડ વધે છે અને આ ગુણ પાકિસ્તાનના ત્રણેય ફાસ્ટ બોલરોમાં છે. શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફના હાથ ખૂબ જ ઝડપથી ફરે છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ પણ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાકિસ્તાની ફાસ્ટ બોલરોની સૌથી મોટી ખાસિયત તેમની આર્મ સ્પીડ છે અને આ સ્પીડ ટેપ બોલ ક્રિકેટ રમવાથી જ વધે છે.

ટેપ બોલ ક્રિકેટ માત્ર પાકિસ્તાનમાં જ રમાય છે

જો તમારે ટેપ બોલ ક્રિકેટમાં રન રોકવા હોય તો તમે લેન્થ બોલ ફેંકી શકતા નથી. ત્યાં તમારે ફાસ્ટ બાઉન્સર અને બેટ બ્રેકિંગ યોર્કર બોલ કરવાના હોય છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના તમામ ફાસ્ટ બોલરોના યોર્કર અને બાઉન્સર બંને એટલા સચોટ લાગે છે. દુનિયાના કોઈપણ દેશના ફાસ્ટ બોલરો આ રીતે તૈયાર નથી હોતા. કારણ કે ટેપ બોલ ક્રિકેટ માત્ર પાકિસ્તાનમાં જ રમાય છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના ફાસ્ટ બોલરો અન્ય કરતા અલગ અને ખાસ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">