Asia Cup 2023: વિરાટ કોહલીએ નેપાળી ગીત પર કર્યો ડાન્સ, જુઓ Video
વિરાટ કોહલી મેદાન પર હોય કે મેદાનની બહાર, તે પોતાની મજાકિયા અંદાજમાં રહે છે. તેની આ સ્ટાઈલ નેપાળ સામેની મેચમાં પણ જોવા મળી હતી, જ્યારે તેણે શરૂઆતમાં મોટી ભૂલ કરી હતી. પરંતુ તેણે તેને પાછળ છોડી દીધું અને ફરીથી મેચ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સ્ટેડિયમમાં નેપાળી સોંગ વાગતાની સાથે જ કોહલીએ ઠુમકા લગાવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2023 (Asia Cup 2023) માં સોમવારે નેપાળ સામે રમી રહી છે. આ બંને ટીમોની આ પ્રથમ વનડે મેચ છે. આ પહેલા આ બંને ટીમો ક્યારેય વનડેમાં સામસામે આવી નથી. ભારત માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ મેચમાં જીત તેને સુપર-4માં લઈ જશે. ટીમ ઈન્ડિયા (Team India) તરફથી બધાનું ધ્યાન વિરાટ કોહલી પર છે. વિરાટ પાકિસ્તાન સામે વહેલો આઉટ થઈ ગયો હતો અને માત્ર ચાર રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલી (Virat Kohli) ની બેટિંગ નેપાળ સામે આવે તે પહેલા જ તેણે કંઈક એવું કર્યું છે જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.
મેચની શરૂઆતમાં એક કેચ છોડ્યો
વિરાટ કોહલીએ નેપાળ સામેની મેચની શરૂઆતમાં એક કેચ છોડ્યો હતો. પરંતુ તેને પાછળ છોડીને વિરાટ કોહલીએ પોતાનું ધ્યાન મેચ પર જ રાખ્યું હતું. વિરાટ કોહલી તેની મસ્તીભરી સ્ટાઈલ માટે જાણીતો છે અને તેની આ જ સ્ટાઈલ આ મેચમાં પણ જોવા મળી હતી.
King Kohli using 999 IQ . He Dropped a catch earlier in the match so now he’s entertaining everyone so that they will forget about it. #IndvsNEP #NEPvIND #Nepal pic.twitter.com/BFmdCIS4wr
— Islamabad United (@Hammad_PctFan) September 4, 2023
નેપાળી ગીત પર ડાન્સ કર્યો
નેપાળની ઈનિંગની 14 ઓવર પૂરી થઈ ગઈ હતી. ઓવર પૂરી થયા બાદ ટૂંકો વિરામ હતો. આ દરમિયાન સ્ટેડિયમમાં નેપાળી ગીત વાગવા લાગ્યું હતું. આ ગીત ક્યાં વગાડવામાં આવી રહ્યું છે તે જોવા માટે વિરાટ કોહલી થોડીવાર અહીં-ત્યાં જોતો રહ્યો અને પછી થોડા સમય પછી તેણે આ ગીત પર ડાન્સ કરવાનું શરૂ કર્યું. વિરાટ ડાન્સ કરતો દેખાયો હતો. વિરાટના ડાન્સનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત પણ જોવા મળી રહ્યો છે પરંતુ ફિલ્ડિંગ સેટ કરી રહ્યો છે. થોડા સમય પછી, વિરાટ ડાન્સ કરવાનું બંધ કરી દે છે અને ફિલ્ડિંગ માટે તૈયાર થઈ જાય છે.
આ પણ વાંચો : Breaking News : ગૌતમ ગંભીરે પબ્લીક તરફ કર્યો અશ્લીલ ઈશારો, બાદમાં કરી સ્પષ્ટતા
નેપાળ માટે સારી શરૂઆત
આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નેપાળની ટીમને બેટિંગ માટે બોલાવી હતી. નેપાળની ઓપનિંગ જોડી કુશલ ભર્તેલ અને આસિફ શેખે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. જોકે આ દરમિયાન બંનેના કુલ ત્રણ કેચ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ છોડ્યા હતા. આ કેચ વિરાટ, શ્રેયસ અય્યર અને ઈશાન કિશન દ્વારા છોડવામાં આવ્યા હતા. શાર્દુલ ઠાકુરે કુશાલને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. આસિફ શેકે અડધી સદી ફટકારી હતી અને તે 58 રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. કુશલે 38 રનની ઈનિંગ રમી હતી.