Breaking News : નેપાળે ટીમ ઈન્ડિયાને જીતવા 231 રનનો ટાર્ગેટ આપ્યો, સિરાજ-જાડેજાની ત્રણ-ત્રણ વિકેટ
એશિયા કપમાં ભારત સામે નેપાળે પહેલા બેટિંગ કરતાં 230 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી મહોમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. બુમરાહના સ્થાને ટીમમાં સામેલ કરવાંમાં આવેલ મહોમ્મદ શમીએ એક વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડયા અને શાર્દૂલ ઠાકુર પણ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. નેપાળના આસિફ શેખે લડાયક બેટિંગ કરી હતી અને ભારત સામે અર્ધસદી ફટકારી હતી
એશિયા કપ 2023 (Asia Cup 2023) માં ભારતે આગામી રાઉન્ડમાં પ્રવેશવા 231 રનનો ટાર્ગેટ ચેઝ કરવો પડશે. જો ભારત આ ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહેશે તો ટીમ એશિયા કપમાંથી બહાર થઈ શકે છે. જો વરસાદ ફરી પડે છે અને મેચ રદ કરવામાં આવે તો ભારત સીધું જ સુપર 4માં ક્વોલિફાય થશે. ભારત (Team India) ની મજબૂત બેટિંગ લાઈન નેપાળના બોલરોનો સામનો કરવા મેદાનમાં ઉતરશે.
ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી
એશિયા કપમાં નેપાળ સામે ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નેપાળને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક ફેરફાર કરવાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહની જગ્યાએ મહોમ્મદ શામીને પ્લેઈંગ 11માં તક મળી હતી.
Toss & Team News #TeamIndia have elected to bowl against Nepal.
A look at our Playing XI
Follow the match ▶️ https://t.co/i1KYESEMV1 #AsiaCup2023 | #INDvNEP pic.twitter.com/wX572GyE07
— BCCI (@BCCI) September 4, 2023
નેપાળની સારી શરૂઆત
નેપાળના ઓપનરોએ ટીમને સારી શરૂઆત અપાવી હતી અને પહેલી વિકેટ માટે 9.5 ઓવરમાં 65 રન જોડ્યા હતા. શાર્દૂલ ઠાકુરે ભારતને પહેલી સફળતા અપાવી હતી. શાર્દૂલ ઠાકુરે કુશલ ભુર્તેલને 38ના સ્કોર પર આઉટ કર્યો હતો.
આસિફ શેખની ફિફ્ટી, નેપાળ 230માં ઓલઆઉટ
નેપાળના ઓપનિંગ બેટ્સમેન અને વિકેટ કીપર આસિફ શેખે લડાયક બેટિંગ કરી હતી અને ભારત સામે અર્ધસદી ફટકારી હતી. આ સિવાય સોમપાલ કામીએ 56 બોલમાં 48 રન બનાવી ટીમનો સ્કોર 200ને પાર પહોંચડ્યો હતો. નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ભારતને જીતવા 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
Innings Break!
An impressive bowling performance from #TeamIndia
3️⃣ wickets each for @imjadeja & @mdsirajofficial 1️⃣ wicket each @MdShami11, @hardikpandya7 & @imShar
Over to our batters now
Scorecard ▶️ https://t.co/i1KYESEf5t #AsiaCup2023 | #INDvNEP pic.twitter.com/TcbYFMj2lh
— BCCI (@BCCI) September 4, 2023
આ પણ વાંચો : BCCI પ્રમુખ રોજર બિન્ની પાકિસ્તાન પહોંચ્યા, અટારી-વાઘા બોર્ડર પર કરાયું ઉષ્માભર્યું સ્વાગત
જાડેજા-સિરાજની ત્રણ-ત્રણ વિકેટ
નેપાળ સામે ભારતીય ટીમના બોલરોએ એકંદરે સારું પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત બુમરાહના સ્થાને ટીમમાં સામેલ કરવાંમાં આવેલ મહોમ્મદ શમીએ એક વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડયા અને શાર્દૂલ ઠાકુર પણ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. ભારત તરફથી મહોમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ ત્રણ-ટન વિકેટ ઝડપી હતી.