Breaking News : ગૌતમ ગંભીરે પબ્લીક તરફ કર્યો અશ્લીલ ઈશારો, બાદમાં કરી સ્પષ્ટતા

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને હાલ એશિયા કપમાં કોમેન્ટ્રી કરી રહેલ ગૌતમ ગંભીર સતત તેના સ્ટેટમેન્ટ અને હરકતોના કારણે ચર્ચામાં રહે છે. શ્રીલંકામાં ચાલી રહેળ એશિયા કપમાં ગંભીર ફરી એકવાર તેની હરકતના કારણે ટ્રોલ થયો છે. ગંભીરે સ્ટેડિયમમાં હાજર ફેન્સ સામે અશ્લીલ ઈશારો કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થયો હતો.

Breaking News : ગૌતમ ગંભીરે પબ્લીક તરફ કર્યો અશ્લીલ ઈશારો, બાદમાં કરી સ્પષ્ટતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 9:32 PM

ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) તેના ગુસ્સાવાળા વલણ માટે જાણીતો છે. તેનો ગુસ્સો ફરી એક વાર દેખાઈ રહ્યો છે. ગંભીર હાલમાં એશિયા કપ-2023 (Asia Cup 2023) માં કોમેન્ટ્રી કરી રહ્યો છે. એશિયા કપની મેચમાં જ્યારે ગંભીર ગ્રાઉન્ડ પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે લોકોએ તેને જોઈને કોહલી-કોહલી (Virat Kohli) ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. ગંભીર ફોન પર વાત કરી રહ્યો હતો પરંતુ કોહલી-કોહલીના નારા સાંભળીને તે ગુસ્સે થઈ ગયો અને તેણે મિડલ ફિંગર બતાવી હતી.

ગૌતમ ગંભીરનો વીડિયો થયો વાયરલ

ગૌતમ ગંભીર નો સ્ટેડિયમમાં ફેન્સ સામે અશ્લીલ ઈશારો કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહા મુકાબલાનો હોવાનું સામે આવ્યું છે, જોકે આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ વીડિયો ભારત અને નેપાળ વચ્ચેની મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

કોહલી અને ગંભીર વચ્ચે અણબનાવ

હાલમાં જ IPL-2023માં આ બંને વચ્ચે લડાઈ થઈ હતી જે ખૂબ વધી ગઈ હતી. IPLમાં ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો અને વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા હતા. આ મેચમાં લખનૌની બેટિંગ દરમિયાન નવીન ઉલ હક અને કોહલી વચ્ચે લડાઈ થઈ હતી. મેચ બાદ પણ બંને વચ્ચે ટક્કર થઈ હતી. ગંભીરે ફરીથી તેમની લડાઈમાં હસ્તક્ષેપ કર્યો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.

IPL 2023માં છેલ્લે થઈ હતી લડાઈ

કોહલી અને ગંભીર વચ્ચેનો અણબનાવ લાંબા સમયથી ચાલે છે. 2013માં, જ્યારે કોહલી બેંગ્લોરનો કેપ્ટન હતો અને ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો, ત્યારે આ બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં બંને વચ્ચે લડાઈ થઈ હતી. કોહલીના આઉટ થયા બાદ ગંભીરે કંઈક કહ્યું હતું જેનો કોહલીએ જવાબ આપ્યો અને પછી ગંભીર ગુસ્સે થઈ ગયો અને વિરાટ સાથે લડવા સામે આવ્યો હતો. ત્યારથી આ બંને વચ્ચે તકરાર ચાલી રહી છે, જે તાજેતરમાં IPL 2023માં પણ જોવા મળી હતી.

ગંભીર સતત કોહલીની ટીકા કરે છે !

આ વર્ષે IPLમાં થયેલા વિવાદ બાદ આ બંને વચ્ચેની લડાઈ ઘણી આગળ વધી ગઈ હતી. બંનેના ફેન્સ સોશિયલ મીડિયા પર એકબીજાને ટ્રોલ કરતા રહે છે. ગંભીર એ વ્યક્તિ છે જે સતત કોહલી વિશે વાત કરે છે. કોહલી એશિયા કપ-2023માં પાકિસ્તાન સામેની મેચમાં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર ચાર રન બનાવી શક્યો હતો. આ પછી ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા કોહલીની ટીકા કરી અને તેના શોટ્સની પસંદગી પર સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો : Breaking News : નેપાળે ટીમ ઈન્ડિયાને જીતવા 231 રનનો ટાર્ગેટ આપ્યો, સિરાજ-જાડેજાની ત્રણ-ત્રણ વિકેટ

ગંભીરે બાદમાં કરી સ્પષ્ટતા

આ ઘટના બાદ આજે ભારત અને નેપાળ વચ્ચેની મેચ ડમિયાં ગૌતમ ગંભીરે આ ઘટના અંગે ખુલાસો કર્યો હતો. ગંભીરે મિડલ ફિંગર વાયરલ વીડિયો વિશે કહ્યું, “ભીડ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહી હતી, એક ભારતીય તરીકે, હું મારા દેશ વિશે આવું બોલનાર કોઈની વાતોને સહન કરી શકતો નથી તેથી આ રીતે પ્રતિક્રિયા આપી હતી. તમે સોશિયલ મીડિયા પર જે જુઓ છો તે હંમેશા સત્ય નથી હોતું.”

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">