AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2022: શ્રીલંકન ટીમમાં પરત ફર્યો આ બેટ્સમેન, પ્રથમ વાર આ આ ખેલાડીને મળી રહ્યો છે મોકો

શ્રીલંકાની ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket Team) પાંચ વખત એશિયા કપ (Asia Cup) જીતી ચુકી છે અને આ વખતે તે છઠ્ઠી વખત આ ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે.

Asia Cup 2022: શ્રીલંકન ટીમમાં પરત ફર્યો આ બેટ્સમેન, પ્રથમ વાર આ આ ખેલાડીને મળી રહ્યો છે મોકો
Dinesh Chandimal ટીમમાં પરત ફર્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 9:09 PM
Share

એશિયાની ક્રિકેટ ટીમનું યુદ્ધ મેદાન તૈયાર છે. એશિયાનો રાજા કોણ છે તેની રેસ સંયુક્ત આરબ અમીરાતમાં 27 ઓગસ્ટથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ માટે હિસ્સો લેનાર તમામ દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી શ્રીલંકા (Sri Lanka Cricket Team) ની ટીમ બાકી હતી પરંતુ શનિવારે આ ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી. શ્રીલંકાએ તેની 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ડાબોડી ફાસ્ટ બોલર દિલશાન મદુશંકા (Dilshan Madushanka) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

21 વર્ષીય મદુશંકા ઉપરાંત, દાસુન શનાકાની કેપ્ટનશીપવાળી ટીમમાં એશેન બંદારા પણ છે, જેણે છેલ્લે જુલાઈ 2021 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હતું. શ્રીલંકા દ્વારા રમાયેલી છેલ્લી શ્રેણીમાં ભાગ લેનારા મોટાભાગના ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે. 12 ઓગસ્ટે પસંદગીકારોએ ટીમની પસંદગી કરી હતી અને ટીમને રમત મંત્રાલયને મોકલી હતી. ખેલ મંત્રી રોશન રણસિંઘે ટીમને મંજૂરી આપી દીધી છે. ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે 24 ઓગસ્ટે રવાના થશે.

આ ખેલાડીઓ પાછા ફર્યા

શ્રીલંકાએ આ એશિયા કપ માટે ટીમમાં પોતાના બે શ્રેષ્ઠ ખેલાડીઓને પરત બોલાવ્યા છે. પસંદગીકારોએ દિનેશ ચાંદીમલ અને ધનંજય ડી સિલ્વાને ટીમમાં પસંદ કર્યા છે. આ બંનેની ટી-20 ટીમમાં વાપસી થઈ છે. આ બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સિરીઝ રમ્યા ન હતા. એશિયા કપ માટે આ બંનેના આવવાથી ટીમ મજબૂત થશે. ચાંડીમલે તાજેતરમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં સારો દેખાવ કર્યો હતો, જેથી તે પુનરાગમન કરવામાં સફળ રહ્યો હતો. તેનો અનુભવ ટીમ માટે ઘણો કામમાં આવી શકે છે. નિરોશન ડિકવેલા અને કુશલ પરેરાને ટીમમાં સ્થાન મળ્યું નથી.

આમ છે કાર્યક્રમ

એશિયા કપમાં શ્રીલંકાને તેની પ્રથમ મેચ 27 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે રમવાની છે. આ પછી તે 1 ઓગસ્ટે બાંગ્લાદેશ સામે ટકરાશે. શ્રીલંકાએ પાંચ વખત એશિયા કપ જીત્યો છે. તે છઠ્ઠી વખત આ ટૂર્નામેન્ટ પર કબજો કરવાનો પ્રયાસ કરશે. જો કે તેના માટે આ આસાન નહીં હોય કારણ કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો પણ આ ખિતાબની દાવેદાર માનવામાં આવે છે.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">