Ashes: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ICCએ ફટકાર્યો દંડ, WTC પોઈન્ટ્સ પણ કપાયા, જાણો કેમ?

ICCએ સ્લો ઓવર રેટ માટે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને દંડ ફટકાર્યો છે. દંડ હેઠળ બંને ટીમોએ મેચ ફીના 40 ટકા ચૂકવવા પડશે. આ સિવાય 2-2 પોઇન્ટ્સ પણ કાપવામાં આવશે.

Ashes: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ICCએ ફટકાર્યો દંડ, WTC પોઈન્ટ્સ પણ કપાયા, જાણો કેમ?
ICC fined England and Australia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 5:17 PM

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમોને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય તેના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ પણ કાપવામાં આવ્યા છે. બંને ટીમો પર ICC દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મતલબ કે જીત બાદ પણ ઓસ્ટ્રેલિયાનું નુકસાન થયું છે જ્યારે બીજી તરફ હાર્યા બાદ ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો લાગ્યો છે. ICCએ સ્લો ઓવર રેટ માટે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને દંડ ફટકાર્યો છે. દંડ હેઠળ, બંને ટીમોએ મેચ ફીના 40 ટકા ચૂકવવા પડશે. આ સિવાય WTCના પોઈન્ટ ટેબલમાં પણ 2-2 પોઈન્ટ ગુમાવવા પડશે.

બંને ટીમોના 2-2 પોઈન્ટ કપાયા

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટ મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા હતા. પરંતુ હવે 2 પોઈન્ટ બાદ થતાં ઓસ્ટ્રેલિયાના માત્ર 10 પોઈન્ટ જ રહેશે. બીજી તરફ ટેસ્ટ મેચ હાર્યા બાદ એક પણ પોઈન્ટ ન મેળવનાર ઈંગ્લેન્ડના હવે શૂન્યથી -2 પોઈન્ટ થી ગયા છે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

સ્લો ઓવર રેટ માટે થયો દંડ

ICC તરફથી પ્રેસ રિલીઝ જારી કરીને બંને ટીમો પર દંડ અને પોઈન્ટ કપાત વિશે જણાવવામાં આવ્યું હતું. આ યાદી મુજબ, મેચ રેફરીને જાણવા મળ્યું હતું કે બંને ટીમોએ નિર્ધારિત સમય સુધીમાં પોતપોતાની ઓવરોનો ક્વોટા પૂરો કર્યો ન હતો. બંને ટીમો નિર્ધારિત સમય સુધી 2 ઓવર પાછળ હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના કેપ્ટને સ્લો ઓવર રેટની વાત સ્વીકારી લીધી હતી, તેથી આ મામલે વધુ સુનાવણીની જરૂર નથી.

ખેલાડીઓને 6 લાખથી વધુનું નુકસાન

ઈંગ્લેન્ડના ખેલાડીઓને એક ટેસ્ટ રમવાના 15 લાખ રૂપિયા મળે છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓને એક ટેસ્ટ માટે 16 લાખ રૂપિયા મળે છે. હવે 40 ટકા દંડ મુજબ ઈંગ્લેન્ડના ખેલાડીઓના 6 લાખ રૂપિયા જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના 6 લાખ 40 હજાર રૂપિયા કાપવામાં આવશે.

આ પણ વાંચોઃ IND A vs BAN A, Final: ભારતીય ટીમ બની એશિયાની ચેમ્પિયન, શ્રેયંકા પાટિલે 15 રન આપીને 9 વિકેટ ઝડપી

ઓસ્ટ્રેલિયાને અગાઉ પણ દંડ થયો હતો

ઈંગ્લેન્ડ પ્રવાસ પર આ બીજી વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયાને સ્લો ઓવર રેટનો દંડ થયો હોય. આ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારત સામે આ જ કારણસર ઓસ્ટ્રેલિયાને દંડ ફટકારવામાં આવ્યો હતો અને મેચ ફીના 80 ટકા કાપવામાં આવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">