AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arshdeep Singh, IPL 2023: સ્ટંપ તોડવાને લઈ અર્શદીપ સિંહ સામે થઈ શકે કાર્યવાહી? પંજાબ કિંગ્સને મુંબઈ પોલીસે આપ્યો જવાબ

Arshdeep Singh, IPL 2023: અર્શદીપ સિંહ દુનિયાભરમાં ચર્ચામાં આવી ચુક્યો છે. તેણે મિડલ સ્ટંપ પર નિશાન સચોટ તાક્યુ હતુ, પરંતુ તેના જબરદસ્ત બોલ પર સ્ટંપ તોડી દીધા હતા. સળંગ 2 બોલમાં 2 ક્લીન બોલ્ડ પર દાંડીયા તૂટી ગયા હતા.

Arshdeep Singh, IPL 2023: સ્ટંપ તોડવાને લઈ અર્શદીપ સિંહ સામે થઈ શકે કાર્યવાહી? પંજાબ કિંગ્સને મુંબઈ પોલીસે આપ્યો જવાબ
Arshdeep Singh: Mumbai Police reply to PBKS
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 10:42 AM
Share

અર્શદીપ સિંહ શનિવાર રાતથી દુનિયાભરમાં છવાઈ ગયો છે. આગામી World Cup ને લઈ કેટલીક ટીમના ક્રિકેટરો-બેટરોના મનમાં અત્યારથી જ આ બોલરને લઈ ચિંતા છવાઈ ગઈ હશે. કારણ કે વાનખેડેમાં તેણે શનિવારે કરેલા પરાક્રમે હવે તેનો દાવો મજબૂત બનાવી દીધો છે. IPL 2023  ની 31 મેચમાં અર્શદીપ સિંહે પંજાબ કિંગ્સને ગુમાવેલી મેચને મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી છીનવી આપી હતી. અર્શદીપ સિંહે વાનખેડેમાં 4 વિકેટ ઝડપી હતી. જેમાં અંતિમ ઓવરમાં 2 સળંગ સ્ટંપ તોડ વિકેટ ઝડપી હતી. હવે આને લઈ પંજાબ કિંગ્સે મેચ બાદ મુંબઈ પોલીસને એક મેસેજ કર્યો હતો અને જેને લઈ જવાબ પણ તેમને મળ્યો હતો.

મુંબઈ પોલીસે સ્ટંપ તોડવાને લઈ કાર્યવાહી કરી શકાય કે કેમ તે અંગેનો જવાબ આપ્યો હતો. આ જવાબ હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અર્શદીપ સિંહે શનિવારે રમાયેલી મેચની અંતિમ ઓવરમાં સળંગ 2 વિકેટ ક્લીન બોલ્ડ કરીને મેળવી હતી. આ બંને વિકેટ દરમિયાન મિડલ સ્ટંપ તેણે તોડી નાંખ્યા હતા. જેને લઈ તે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Arshdeep Singh, IPL 2023: ગજબ ! મીડલ ઉખાડ્યુ જ નહીં તોડી નાંખ્યુ, અર્શદીપ સિંહે 2 બોલમાં 2 સ્ટંપ તોડ્યા-Video

મુંબઈ પોલીસે કહ્યુ-કાયદાના ભંગ પર કાર્યવાહી!

પંજાબ કિંગ્સે મેચ બાદ એક મેસેજ તૂટેલા સ્ટંપની તસ્વીર સાથેનો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં મુંબઈ પોલીસને ટેગ કરવામાં આવી હતી. પંજાબ કિંગ્સે લખ્યુ હતુ કે, હાય મુંબઈ પોલીસ, અમે તમને ક્રાઈમનો રિપોર્ટ કરવા માંગીએ છીએ. જવાબમાં મુંબઈ પોલીસ દ્વારા બતાવ્યુ હતુ કે, કાયદાના ભંગ બદલ કાર્યવાહી થઈ શકે છે. સ્ટંપ નહીં!

મુંબઈ સામે જીતનો ‘હિરો’

અર્શદીપ સિંહે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સને તેના જ ઘરમાં જ પરાજય આપવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જે રીતે સૂર્યકુમાર બેટિંગ કરી રહ્યો હતો એ પ્રમાણે મેચ મુંબઈના પક્ષમાં હતી. પરંતુ 18મી ઓવરમાં તેણે સૂર્યાની વિકેટ ઝડપી હતી. બાદમાં અંતિમ ઓવરમાં પ્રથમ બોલે ટિમ ડેવિડને એક જ રન લેવા મજબૂર રાખ્યો હતો. આગળના બોલ પર તિલક વર્મા ડોટ બોલ રમ્યો હતો. જ્યારે ત્રીજા બોલે તિલકનુ મિડલ સ્ટંપ તોડી દીધુ હતુ. હવે 15 રનની જરુર મુંબઈને જીત માટે 3 બોલમાં હતી. આવા સમયે ચોથા બોલ પર નેહલ વઢેરાનુ મિડલ સ્ટંપ તોડીને હવામાં ઉડાવ્યુ હતુ. આમ પંજાબ કિંગ્સે મુંબઈને ઘરમાં જ હરાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Stump Price: વાનખેડેમાં Arshdeep Singh ની ‘દાંડીયા તોડ’ ઓવર, હજ્જારો નહીં લાખ્ખોમાં છે ક્રિકેટના સ્ટંપની કિંમત, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">