Ind Vs Eng Test 2025 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ ડ્રો, હવે એન્ડરસન તેંડુલકર ટ્રોફી કયા દેશમાં રાખવામાં આવશે?
હાલમાં ભારતીય ટીમ 2025 માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરી રહી છે અને પટૌડી ટ્રોફીનું નામ બદલીને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી (એન્ડરસન તેંડુલકર ટ્રોફી 2025) રાખવામાં આવ્યું છે. ઓવલ ટેસ્ટ જીતીને ભારતીય ટીમે સિરીઝ 2-2 થી ડ્રો કરી કાઢી છે. એવામાં સવાલ એ છે કે, આ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી કોણ રાખશે?
ભારતીય ટીમ 2025 માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરી રહી છે અને ટીમે પાંચમી ટેસ્ટ જીતીને સિરીઝ ડ્રો કરી છે. રૂટ અને હેરી બ્રૂકની પાર્ટનરશિપે ટીમ ઈન્ડિયાની કમર તોડી નાખી હતી પરંતુ સિરાજની ઘાતક બોલિંગે ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જીત અપાવી. એવામાં ચાલો જાણીએ કે, આ સિરીઝ ડ્રો થતાં એન્ડરસન તેંડુલકર ટ્રોફી કયા દેશને મળશે.
ટ્રોફી કયા દેશમાં રાખવામાં આવશે?
ભારતીય ટીમે ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 374 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઊતરેલી ઇંગ્લેન્ડની ટીમે મેચ પોતાના નામે કરી લીધી હતી પરંતુ સિરાજ અને કૃષ્ણાની ઘાતક બોલિંગથી મેચમાં ઉલટફેર આવ્યો. ટીમ ઇન્ડિયાએ આ સ્કોર ડિફેન્ડ કરી કાઢ્યો અને સિરીઝ 2-2 થી ડ્રો કરી છે. હવે નિયમ એમ કહે છે કે, છેલ્લી વખત સિરીઝ જીતનાર ટીમ આ ટ્રોફી જાળવી રાખશે.
જણાવી દઈએ કે, ભારતીય ટીમે છેલ્લે 2021 માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ સિરીઝ 2-2 થી ડ્રો થઈ હતી. જ્યારે 2021 ની સિરીઝ ડ્રો થઈ હતી, ત્યારે ટ્રોફી ઇંગ્લેન્ડ પાસે ગઈ હતી. આવું એટલા માટે કેમ કે, ઇંગ્લેન્ડે 2018 માં સિરીઝ 2-1 થી જીતી હતી. ટૂંકમાં નિયમો મુજબ, 2025 માં યોજાનારી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પણ ઇંગ્લેન્ડની ટીમને જશે.
ઓવલ મેદાન પર ફક્ત 3 ભારતીય કેપ્ટન ટેસ્ટ જીત્યા
ઇતિહાસમાં અત્યાર સુધી ફક્ત 3 ભારતીય કેપ્ટન ટેસ્ટ મેચ જીતી શક્યા છે. આવું કરનાર પ્રથમ કેપ્ટન અજિત વાડેકર હતા, જેમની કેપ્ટનશીપમાં ભારતે વર્ષ 1971માં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ ભારતને ઓવલ મેદાન પર ટેસ્ટ મેચ જીતવામાં 50 વર્ષ લાગ્યા. વર્ષ 2021માં, વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ બ્રિટિશરો સામે 157 રનથી વિજય મેળવ્યો. હવે ઓવલ ટેસ્ટ જીતીને શુભમન ગિલ આવું કરનાર ફક્ત ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે.
ભારતે ઓવલ ટેસ્ટ જીતી
ઇંગ્લેન્ડ જીત તરફ આગળ વધી રહી હતી પરંતુ સિરાજ ઍન્ડ કંપનીએ કમબેક કર્યું અને ભારતીય ટીમને જીત અપાવી. સિરાજે મેચમાં 5 વિકેટ ઝડપી જ્યારે પ્રસિધ્ધ કૃષ્ણાએ 4 વિકેટ ઝડપી. આ જીત સાથે જ સિરીઝ 2-2 થી ડ્રો થઈ છે.
