Ashes 2021: ટિમ પેઈનના બદલે ઓસ્ટ્રેલિયાને મળ્યો નવો વિકેટકીપર, એશિઝ સિરીઝની પ્રથમ મેચ બ્રિસ્બેન ટેસ્ટમાં કરશે ડેબ્યૂ
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia Vs England) વચ્ચે 8 ડિસેમ્બરથી એશિઝ સિરીઝ (Ashes Series) શરૂ થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ ગાબા ખાતે રમાશે.
એશિઝ સિરીઝ (Ashes Series) ની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાના વિકેટકીપરની સમસ્યા દૂર થઈ ગઈ છે. ટિમ પેઈન (Tim Paine) ના રાજીનામા બાદ આ સમસ્યા ઊભી થઈ હતી, જેનો ઉકેલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ એલેક્સ કેરી (Alex Carey) ના રૂપમાં શોધી કાઢ્યો હતો. 30 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી 8 ડિસેમ્બરથી ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં ટિમ પેઈનનું સ્થાન લેશે. તે બ્રિસ્બેન (Brisbane Test) માં યોજાનારી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરશે.
આ તક મળ્યા બાદ કેરીએ કહ્યું કે, આ મારા માટે અવિશ્વસનીય ક્ષણ છે. મોટી શ્રેણી પહેલા આટલી મોટી તક મળવી ખરેખર મોટી વાત છે. મારું ધ્યાન ફક્ત આ શ્રેણીની તૈયારી કરવા અને મને જે કામ સોંપવામાં આવ્યું છે તેને અમલમાં મૂકવા પર રહેશે, જેથી એશિઝમાં ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ જળવાઈ રહે.” તેણે આ ખાસ ક્ષણ તેના પિતાને સમર્પિત કરી, જે તેના કોચ, માર્ગદર્શક બધુ જ છે. આ સિવાય કેરીએ તેની માતા, પત્ની, બાળકો, ભાઈ-બહેનોને પણ તેના ભાગીદાર હોવાનુ કહ્યું અને તેમનો આભાર વ્યક્ત કર્યો.
🔒 it in!
Alex Carey will take the gloves for the first two matches of the Vodafone Men’s #Ashes Series against England. pic.twitter.com/Ui6JDEfD0f
— Cricket Australia (@CricketAus) December 2, 2021
વર્તમાન ફોર્મ શાનદાર છે
એલેક્સ કેરીએ શેફિલ્ડ શીલ્ડની વર્તમાન સિઝનમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા માટે 5 મેચ રમી છે. આ 5 મેચોની 8 ઇનિંગ્સમાં તેણે 21.85ની એવરેજથી 153 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સૌથી મોટો સ્કોર અણનમ 66 રહ્યો છે. આ પછી, તેણે ગયા મહિને ક્વીન્સલેન્ડ સામેની ODI કપ મેચમાં 101 રનની બેજોડ ઇનિંગ રમી હતી, જે તેના વર્તમાન ફોર્મની સંપૂર્ણ કહાની કહે છે.